25-Jul-2010
———- Forwarded message ———-
From: Laxminarayan Sanatan <sanatanhitchintak@gmail.com>
Date: 25 Jul 2010 20:39
Subject: Fwd: Minutes book -06-06-1951 & 7.6.1951 એક સત્ય હકીકત – નરી વાસ્તવિકતા
To: real-patidar@googlegroups.com
કરછ કડવા પાટીદાર સનાતની ભાઈઓ અને બહેનો,
આ સાથે મોકલાવેલ ફાઈલ એ બીજું કંઈ નથી. એ છે આપણી કેન્દ્રિય સમાજના સ્થાપક વડીલો દ્વારા બોલાવવા માં આવેલ અગત્ય ની મીટીંગો ની મીનીટ બુકનું એક અવતરણ. આપણી કેન્દ્રિય સમાજ એમજ નથી બની. તેની પાછળ રાત-દિવસ ઉજાગરા કરી, પોતાના લોહીનું પાણી કરી જ્ઞાતિને સતપંથના કાળા કલંકમાંથી બહાર કાઢવા આપણા ઉજાગર વડીલોએ કરેલ તનતોડ મહેનતનું મીઠું ફળ છે. શું આ મીઠા ફળને એમજ ફગાવી દેવું છે? કે પછી એનો સ્વાદ માણવો છે.
આજે એ વાતનું દુખ થાય છે કે આ સમાજની સ્થાપનાના મૂળભૂત ઉદ્દેશો જ માર્યા જાય એવી વર્તણુંકથી આખી જ્ઞાતિ ડગાઈ ગઈ છે. આવું વર્તન બીજા કોઈ નહી પણ આ સમાજના વર્તમાન હોદ્દેદારો જ સમાજનું ઘોર ખોદવા માટે થઈને કરી રહ્યા છે ત્યારે બીજાને દોષ શું દેવો.
અત્યારે એ વાત જાણીને અત્યંત દુ:ખ થાય છે કે આ સમાજનું અસ્તિત્વ મીટાવવા માટે થઈને આ સમાજના જ કહેવાતા આગેવાનો ત્રીજા મોરચાની સ્થાપના કરી રહ્યા છે. આવો ત્રીજો મોરચો રચાતો હોય તો ચેતી જજો સનાતની ભાઈઓ કે આવા ત્રીજા મોરચાને આર્થીક સહાય આપતાં પહેલાં સો વાર વિચાર કરજો. નહી તો આ ત્રીજો મોરચો પીરાણા સતપંથની આર્થિક મદદ લઈને બેઠો જ છે. આ ત્રીજો મોરચો તો પીરાણા સતપંથના દલાલ થઈને આપણી કેન્દ્રિય સમાજનું અસ્તિત્વ જ મિટાવી દેશે એવાં પગલાં ભરાઈ રહ્યાં છે.
એવી પણ વાતો ફેલાઈ રહી છે કે આપણી કેન્દ્રિય સમાજને અને તેના શૈક્ષણીક એકમોને પાંગળા બનાવવા માટે પીરાણા સતપંથ સમાજ અમુક માણસોને આર્થિક પ્રલોભનો આપી તેના દલાલો અને એજન્ટો બનાવી કેન્દ્રિય સમાજમાં ગુશણખોરી કરાવી રહ્યા છે. જેથી આપણી સંસ્થાઓ ફાડ્ચા માં જાય અને તેના ઉપર આપણા જ ભાઈઓ વિશ્વાસ કરતા બંધ થઇ સત્પન્થીઓ ની અથવા તો પીરાણા સતપંથ દ્વારા આર્થીક સહાય પામેલી સંસ્થાઓ ઉપર વિશ્વાસ કરતા થઇ જાય. પરિણામ સ્વરૂપે લાંબે ગાળે સનાતાનીઓ પોતાના બાળકોને સત્પન્થીઓ ની શૈક્ષણીક સંસ્થાઓમાં પ્રવેશ લેવા પ્રેરે જેથી કરીને સનાતાનીઓ ના બાળકોને નાની ઉમર માં જ સતપંથ ના પાઠો ભણાવી તેને સત્પનથી બનાવી સકાય તેવી સાજીસ પીરાણા સત્પન્થીઓ પોતાના દલાલો ને આપણી કેન્દ્રિય સમાજ માં ઘુસેડી ને કરી રહ્યા છે.
તાજેતરના જ કિસ્સાની તાજવીજ કરીએ તો આપણી કેન્દ્રિય સમાજની એક શૈક્ષણીક સંસ્થામાં donation, એવા ભાઈ દ્વારા આપવામાં આવેલ છે તેનો જોક અને આસ્થા સંપૂર્ણ પણે અને હંમેંશા સતપંથ તરફી રહ્યો છે.પોતાના ગામની સમજો માં આર્થિક દાન દેવામાં આગળ પાછળ જોનાર આ વ્યક્તિ કેન્દ્રિય સમાજ દ્વારા ઉભી થતી શૈક્ષણીક સંસ્થા માં કરોડો રૂપિયાનું દાન દેવા પ્રેરાયા છે.આ દાન આપવા પાછળ એનો શું હેતુ છે તે આપણે જાણવું જ જોઈએ. આવા દાનીઓં ને આવી સંસ્થાઓ ઉપર કેવી ટાઇપ નો અધિકાર અથવા તો કબજો આપવામાં આવશે તેનો અભ્યાસ કરવો અત્યારે અત્યંત જરૂરી જણાય છે. આવું દાન આપનાર ને આવી સંસ્થા ઉપર મેનેજમેન્ટ નો કબજો તો ન જ અપાય.મેનેજમેન્ટ તો સંસ્થાની પાસેજ રહેવું જોઈએ અને તે પણ પ્રોફેસનલ મેનેજમેન્ટ હોવું જોઈએ. એટલું આપણે ન કરી શકતા હોઈએ તો આવી સંસ્થાઓ ચલાવવાનો આપણને કોઈ જ નૈતિક હક્ક બનતો નથી.આ ગહન વિચાર માગી લે તેવી વાત છે – માનવા માં ન આવે તેવી વાત છે પણ હકીકત છે તે આપણું દુર્ભાગ્ય છે.આવા માણસો આપણી કેન્દ્રિય સમાજ માં હાવી થઇ જતા હોય તો આપણને સત્વરે ચેતી જવું જોઈએ. હવે સમય આવી ગયો છે ભાઈઓ ગમે તે કીમતે આ સમાજને સુદઢ બનાવવી જરૂરી છે. આમાં આપણો યુવા સંઘ અત્યારે એક જુટ થઇ ગજબનું કાર્ય કરી રહ્યો છે જે આપણા સૌના માટે સારી વાત છે.જ્યારે જ્યારે આપણી જ્ઞાતિ માં સુધારા ના કર્યો થયા છે તે યુવા વર્ગ દ્વારા જ કરવા માં આવ્યા છે. અત્યારે યુવા સંઘ છેલ્લા ૧૦ મહિનાઓ ની ઘટનાઓં થી પૂરેપૂરું સમજી ગઈ છે કે હકીકત શું છે.ઘણા વર્ષો પછી યુવા સંઘને એક સારી લીડરશીપ મળી છે તે આપણું અહોભાગ્ય જ ગણાય.
અત્યારે આટલું બસ છે વધુ વિગતો ફરી કોઈક વખત.
સમાજ નું ભલું ઇચ્છનારા ભાઈ-બહેનો હમેશા ઉજાગર રહો ચિંતનશીલ રહો – વિજય તમારો જ છે.
સનાતનહિતચિંતક
Attachment: http://issuu.com/patidar/docs/ge_2_-minutes_book_06_07-jun-1951_-suggesting/1?mode=a_p
Update 2017-01-14: https://archive.org/details/rpge002
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/24qux1aak8