11-Jan-2011
From: Rameshbhai Vagadiya rameshbhaivagadiya@gmail.com
Date: 2011/01/11
Subject: ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ના વડીલ મણીભાઈ પટેલ ‘મમ્મી’ નો પીરાણા સતપંથ બાબત મત તેમના મુખેથી
To: Editor Patidar Sandesh <info@patidarsandesh.org>, Editor Patidar Saurabh <patidarsaurabh@yahoo.co.in>, Editor Uma Darpan <umadarpan@rediffmail.com>, Real Patidar Groups <realpatidar@googlegroups.com>
કચ્છ કડવા પાટીદાર સનાતની ભાઈ બહેનો જોગ,
તા.૧.૦૮.૨૦૦૯ ના દિવસે હું અને હિંમતભાઈ પહેલી વખત મુંબઈથી કચ્છ જવા નીકળ્યા ત્યારે સનાતન ધર્મ બાબતે કેન્દ્રીય સમાજમાં જાગૃતિ લઇ આવવી છે એવો વિચાર મનમાં ભલે હતો પણ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આટલી જલ્દી સનાતની જ્ઞાતિમાં જાગૃતિ લઇ આવશે એવો વિચાર નોતો કર્યો. પણ હા, વિશ્વાસ જરૂર હતો કે જ્ઞાતિમાં સનાતન ધર્મ બાબતે જાગૃતિ જરૂર આવશે.
આ ધર્મ જાગૃતિ – કેન્દ્રિય સમાજ જાગૃતિ અભિયાનમાં ના ધારેલ વ્યક્તિઓનો સાથ મળ્યો. તે સર્વેનો ઉલ્લેખ અત્યારે કરવા નથી માગતો. પણ એમાંની એક વ્યક્તિ અમોને એવી મળી કે જેને આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ માટે ભારોભાર માન છે. આ વ્યક્તિને આપણી જ્ઞાતિના, આપણી સમાજના ઈતિહાસનું એટલું બધું જ્ઞાન છે કે આપણું માથું એમના ચરણોમાં આપ મેળે નમી જાય. સાથે સાથે એ વાતનું દુખ પણ થાય કે આપણા જ અમુક ભાઈઓ જે વરસોથી આપણી કેન્દ્રિય સમાજમાં ટ્રસ્ટી – હોદ્દેદાર થઇ બેઠા છે તેમને જ્ઞાતિના, સમાજના સાચા ઈતિહાસની ખબર નથી.
આ વ્યક્તિ બીજી કોઈ નહિ પણ તે મહાપુરુષ મણીભાઈ પટેલ કે જેઓ તેમના હુલામણા નામ “મમ્મી” તરીકે ઓળખાય છે. જેઓની જહેમતથી ગત વરસે ઊંઝા ગામમાં ૪૫ લાખ વિશ્વના કડવા પાટીદારો ભેગા થઇ શક્યા. આ મહા પુરુષને તા. ૦૯.૦૨.૨૦૧૦ ના દિવસે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું. હું, હિંમતભાઈ અને પ્રેમજીભાઈ સત્પંથ બાબતે તેમને મળવા ગયા હતા. ૪-૪ કલાકનો સમય તેમની સાથે ગાળ્યો. પીરાણા સત્પંથ બાબતે તેમનો શું સ્પષ્ટ અભિગમ છે તે અમે જાણી શક્યા. સ્વર્ણિમ મહોત્સવ વખતે તેઓ શ્રી એ નખત્રાણામાં ભાષણ પણ આપ્યું. બુદ્ધિ જીવીઓ સમજી શક્યા હશે કે તેઓ શ્રી એ પીરાણાના કાકાને શું સંદેશ આપ્યો ? પીરાણા સત્પંથ બાબતે આપણી કેન્દ્રીય સમાજ આટલી બધી નિષ્ક્રિય કેમ છે તેનું દુખ તેઓશ્રી ને તે વખતે લાગ્યું.
અમારી હાજરીમાં જ આ મહાપુરુષે કેન્દ્રીય સમાજના માજી પ્રમુખ શ્રી વાલજીભાઈ વાડિયાને તેમજ હાલનાં પ્રમુખ શ્રી રામજીભાઈ કરમશીને ફોન ઉપર જે ભલામણો આપી તે અહી સલગ્ન કલીપ દ્વારા સાંભળી શકશો. પાટીદાર સંદેશના તંત્રીશ્રીઓને આ કલીપ ખાસ સંભળાવવાની જરૂર છે. આ પાટીદાર સન્દેશના તંત્રીઓ સમજ્યા વગર અસ્પષ્ટ મંતવ્યો આપીને જ્ઞાતિને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેઓને આ કલીપ ખાસ સંભળાવવાની જરૂરત છે.
બીજી વિગતો બીજી કોઈક વખત.
એજ તમારો વિશ્વાસુ
રમેશભાઈ વાગડિયા
બેંગલોર ૨૪.૧૨.૨૦૧૦
Manibhai’s Speech: http://www.youtube.com/watch?v=j6qcdV5ug-A
Download / Print / View full article, attachments [Best Option]:
Text: http://www.box.net/shared/dnadprn2du
Download Video/Audio: http://www.youtube.com/watch?v=j6qcdV5ug-A