GE 12 – How was Paval and Ami Tablet made / અમીની ગોળી અને પાવળ બનાવવાની રીત

24-Dec-2010

From: Mohanlal Patel; teaktimber1990@gmail.com
Date: 2010/12/24
Subject: વંચાયા વગરના ઇતિહાસના પાનાઓમાંનું એક પાનું,
To: realpatidar@googlegroups.com

નીતેશ ભાઈ તથા તમારા સાથીઓ…. તમો વાત-વાતમાં પૂછો છો કે આપણા વડીલો કોણ હતા?આપણા શુરધનો કોણ હતા? ખેતાબાપા કોણ હતા?અરે અમો પણ કહીએ છીએ કે એ બધા ખાનાપંથી હતા.શુરધનો ગાયો કે નીયાણી ને ઉગારવા બલિદાનો આપ્યા હોય છે.તેથી તેમની ખાંભી પૂજાય છે.ખેતાબાપની ખાંભી ન પૂજાય.તેઓ એક સંત હૃદય હતા. તેમની વધારેમાં વધારે કબર પૂજા થાય કે તેમના નામે,તેમની યાદમાં આશ્રમ બનાવી લોકોપયોગી કામો થાય.તેમની નિશ્રામાં જઈએતો શાંતિનો અનુભવ થાય.બીજું નિતેશભાઈ ધર્મના માટે ફના થઇ જવાવાળાની પણ ખાંભી પૂજાય છે.મહમદ ગજની જેવા યવનો હિન્દુઓને લુંટવા કેઅભક્ષ્ય ખોરાક ખવરાવી, સુનત કરાવી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવતા ત્યારે તેમની સામે લડી ફના થઇ જવાવાળાઓની ખાંભીઓ સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે જોવા મળે છે.આવી ખાંભીઓ આપણી જ્ઞાતિમાં ક્યાંય જોવા મળતી નથી.નજ જોવા મળેને કારણકે આપણી પાસે હતું શુ તે યવનો લુટે.ને આપણે અડધા મુસલમાન થઇ ગયા હતા તેથી જબરજસ્તી ધર્મ પરિવર્તનનો સવાલ જ ઉભો થતો નહતો.આપણા વડીલો ને શુરધનો પીરાણાપંથી હતા તે સાચું પણ આપણી જ્ઞાતિમાં ઈમામસા પ્રવેશ્યો નહતો ત્યારે આપણે કોણ હતા?ને કયો ધર્મ પાળતા હતા?તેનો જરા વિચાર તો કરો નીતેશભાઈ.

ઈમામસા ને તેના વંશજો આપણી જ્ઞાતિને પુરેપુરી મુસ્લિમ બનાવવાની ભરપુર કોશિશકરીચુક્યા છે.આપણી જ્ઞાતિના એક વડીલ,નામે શિવજી માવજી.તેઓ ચુસ્ત ખાના પંથી હતા. તેઓએ તેમના ગામમાં ખાનું ઉભું કરવા માતબર રકમનું દાન પણ કરેલું.તે જમાનામાં તેઓએ ત્રણ-ત્રણ વખત ગાડા જોતરી પીરાણાની યાત્રા કરી હતી.તેઓ ગૌ-વંશનો એટલો આદર કરતાકે ગાડું હાકવાવાળો હોયતો ગાડા પર બેસતા નહિ બળદો પર પોતાનો વધારાનો બોજ ન નાખતા.તેઓ છેલી વખત ગયાહતા ત્યારે કાળજું કંપી જાય તેવો અનુભવ થયો.તેવખતે રહેવા માટે આજના જેવા ગેસ્ટ-હાઉસો નહતા.તેઓ ગાડાને ઉભું રાખી તેની ઉપર મોદ નાખી ટેન્ટ જેવું બનાવી તેમાં સુતા.રાત્રીના ત્રીજા પહર વખતે તેઓ ટેન્ટમાં સુતાતા ત્યારે એક વાછરડાના ભામ્ભરવાનો અવાજ સાંભળ્યો.જેમ માની ગોદમાં સુતેલું બાળક સળવળે ને માં જાગી જાય તેમ તે વડીલ પણ જાગી ગયા.ને અંધારું હોવા છતાં પણ અવાજ આવતો હતો તે દિશામાં ગયા.ત્યાં રહેલા માણસના હાથમાં રહેલી મસાલના પ્રકાશમાં જોયું કે વાછરડાનું ગળું કાપી તેનું લોહી અને ચરબી ગમેલામાં ભરતા હતા.પછી તે ગમેલામાં રહેલું લોહી ને ચરબી થી બે માણસોએ ઈમામસાની કબર પર લેપ કર્યો નેપછી કબર ધોઈ.ધોવાયેલી કબરનું પાણી કબરની અજુ-બાજુ રહેલી માટીમાં પ્રસરી ગયું.અને પછી તે માટીની ગોળીઓ બનાવી.ને આવી ગોળીઓ કચ્છમાં રહેલા ખાનાઓમાં મોકલાતી ખાનામાં એ ગોળીઓને ફરી પછી પાણીમાં ઓગાળી પાવળ તરીકે પીવાતી. આપણને ભષ્ટ કરવા સૈયાદોએ શુ નથી કર્યું?

પછી તે વડીલ તાબડતોબ પોતાને ગામ પાછા ફર્યા. ને પોતાના બે પુત્રોને હકીકત જણાવી આદેશ આપ્યો કે હવે ખાનામાં જવાની જરૂર નથી.જાઓ તો પાવળ ન પીતા.ને બને પુત્રોએ તેમ કર્યું.પાવળ નો અનાદર થતો જોઈ મુખી ધુંવા-ફૂવાં થહી ગયો કે જાણે મોટો ગુનો કરી નાખ્યો હોય.ને ગામના ગેઢેરાઓ મળી ન્યાય દીધો કે આ અપરાધ બદલ ખોબો થાળ કરવી. તેઓ નામંજુર કરતાં કહ્યું કે માણાની થાળ કરશું પણ અપરાધ બદલ ખોબો થાળ તો શુ મુઠી ભાર થાળ પણ નહિ કરીએ.આથી ગેઢેરાઓનુંસ્વમાન ગવાયું ને તે પાચાડાની નાત તેડાવી એલાન કર્યું કે આ પરિવારને નાત-બહાર કરવામાં આવે છે.તેથી આ પરીવાર સાથે સબંધ રાખવાવાળો નાતનો અપરાધી ગણાશે ને તેને દંડ થશે.તેથી સગપણો તૂટી ગયા, ભાયાતોએ મો ફેરવી લીધું,વાડીએ મજુરી કરવા આવતું નહિ.નાતે બધી તરફથી કનડગત શુરુ કરી દીધી.અસહકાર વધતો જ ગયો.છતાં પણ આ ગોવંશ પ્રેમી પાછા ખાનામાં ગયા નહિ.કારણકે પીરાણે જોએલું દૃશ્ય આંખ સામે તરવરતું હતું.
|| ન નિશ્ચિતાર્થાત્ વિરમન્તિ ધીરા: ||

નિતેશભાઈ આવા અનુભવો આપણા શુરધનોને કે ખેતાબાપા ને થયા નહિ હોય નહિ તો તેઓ પણ હિંદુ ધર્મને નામે ફના થઇ ગયા હોત.આપણા આધ્ય સુધારક નારણબાપાને અને આપણી જ્ઞાતિને બીજી જ્ઞાતિઓ વાળા મુમના તરીકે ઓળખતા તે આઘાતથી સત્પન્થને તિલાંજલિ આપી. આપણા બીજા સુધારક બાપા કેશરા-પરમેશ્વરાને શું અનુભવ થયો કે તેમને સત્પંથ છોડી સ્વામી-નારાયણ એવો હિંદુ ધર્મ અપનાવ્યો?
તે હવે પછી ક્યારેક જોઈશું.
—————————————————————————-

———- Forwarded message ———-
From: SHANTILAL POKAR <slpokar@gmail.com>
Date: 2010-12-25 11:28 GMT+05:30
Subject: Re: વંચાયા વગરના ઇતિહાસના પાનાઓમાંનું એક પાનું ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
To: realpatidar@googlegroups.com

જય માતજી
મોહનભાઈ
 
 નીતેશ અને એની ટીમ સત્યને ક્યારે પણ નહી સ્વીકારે ,અને એક મુસલમાન ઇમામશા ને ખોટી રીતે હિંદુ ધર્મ ના પ્રચારક સાબિત કરવા સો વખત ખોટું બોલશે, અમારા ગામ માનકુવા ના એક ભાઈ પણ પોતે પીરાણા ને માનતા અને અને એમના પિતાજી તો ખાના ના પુજારી હતા, એમને એક ભાઈએ કહેલ કે પીરાણામાં ઇમામશા નિ કબર પર અમુક દિવસે ગાય કે એના વાછરડા નિ બલી ચડાવે છે અને  ગાય નું લોહી ઇમામશા નિ કબર પર ચડાવી અને કબર નિ આજુબાજુ લોહી વાડી માટી જમાં કરી અને એ માટી નિ ગોળી બનાવી ને કચ્છ માં ખાના માં મોકલીને કણબી ભાઈયો ને પાવડ માં પીવડાવે છે. અને એ કબર પાસે ગાયનું લોહી ચડાવતી વખતે કોઈ કણબી ભાઈ ને જવા દેતા નથી , તો જો મુસલમાન જેવો લિબાસ પહેરીને જાય તો જોવા મળે . અને એક દમ સીધા સાદા પ્રેમજી ભાઈ ધાર્મિક ભાઈ સત્ય જાણવા જીવના જોખમે ખાત્રી કરી આવ્યા અને પછી એ ભાઈને મળ્યા અને બિચારા કહે હું તો વટલાઈ ગયો તો હવે શું પ્રાયશ્ચિત કરું. તો એ ભાઈ એ એમને સલાહ આપી કે વાલદાસ બાપુ નિ સલાહ લે અને પ્રેમજી ભાઈ વાલદાસ બાપુની સલાહ મુજબ હરિદ્વાર થોડા દિવસ સાધુ સંતો નિ સેવા કરી અને વાલદાસ મહારજ પાસે કંઠી પહેરી ,અને લક્ષ્મીનારાયણ ધર્મ અંગીકાર કરેલ. એ ભાઈ મુંબઈ ડોમ્બીવલી માં રહેછે, નામ નથી લખતો કારણકે એ ભાઈ સીધા સાદા છે, અને મેહનત મજુરી કરી કમાઈ ખાય છે. અને એમને કોઈ ખોટી રીતે ના રંજાડે એટલા માટે નામ નથી લખેલ. પણ એ ભાઈ ક્યારે પણ ખોટું નહી બોલે, એની મને ખાત્રી છે. આવા તો ગણા ભાઈયો ના અનુભવ હસે પણ એ ભાઈયો ને બીક લાગતી હોય કેમકે ખાના વાળા ના કારસ્તાન જગ જાહેર છે.અને એ માથાકૂટ થી દુર રહેવા માંગતા હોય એ સ્વભાવિક છે.
—————————————————————————————————-

Attachment: http://issuu.com/patidar/docs/ge_12_-how_was_paval_and_ami_tablet_made_-pde/1?mode=a_p


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/39lisyq1zq

https://archive.org/details/rpge012

Leave a Reply

One thought on “GE 12 – How was Paval and Ami Tablet made / અમીની ગોળી અને પાવળ બનાવવાની રીત”