Series 63 – Namaz in Imam Shah Dargah / ઈમામશાહની દરગાહમાં નમાઝ

Series 63 -Paper Cuttingઆજની એટલે, તા. ૦૭-૦૭-૨૦૧૬ની, ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિમાં ૧૪માં પાના ઉપર મુસલમાનો દ્વારા ઈદ માનવના ખબર છાપેલ છે. જુવો જોડેલ એ લેખનો ફોટો. તેમાં અમદાવાદની વિવિધ મસ્જીદોમાં નમાઝનો સમય જણાવેલ છે. મહત્વની વાત અહીં એ છે કે અમદાવાદની મસ્જીદોમાં પીરાણાની ઈમામશાહની મસ્જીદમાં પણ નમાઝનો સમય જણાવેલ છે, જે સવારના ૦૮:૫૫ નો છે.

માટે જે સતપંથી મુસલમાન ભાઈઓ / મૂળ મુસલમાન ભાઈ / ઈમામ શાહના સાચા રૂપને જાણીને તેના અનુયાયી બન્યા છે, તેમને ઈદ મુબારક.

પણ જે લોકો ઈમામ શાહને હિંદુ ધર્મના પ્રચારક તરીકે માને છે, તેને ખરે ખર આંખ ઉગાડવાની જરૂર છે. શું એ ભાઈઓ પોતાનેજ એક સવાલ ન કરી શકે કે…. જો ઈમામશાહે હિંદુ ધર્મનો પ્રચાર કર્યોજ હોય, તો પહેલાં તો પોતે એ ધર્મ પાળે અને કમ સે કમ તેના પોતાના વંશજોને પણ એજ ધર્મ પળાવે. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે ઈમામશાહના વંશજો તો હમેશા મુસલમાન ધર્મજ પાળતા આવ્યા છે. આનો અર્થ એમ થાય કે ઈમામશાહે મુસલમાન ધર્મનોજ પ્રચાર કરેલ છે.

હાલમાં સતપંથના અનુયાયીઓની મોટી સંખ્યા પોતાને મુસલમાન તરીકે ઓળખાવવા તૈયાર નથી. આ વાત હાલના સતપંથ ધર્મના પ્રચારકો ખુબ સારી રીતે જાણે છે. માટે તેઓની મજબૂરી છે કે સતપંથ ધર્મને હિંદુ ધર્મનો ભાગ બતાવો. માટે ઈમામશાહને મહારાજ બનાવ્યા અને તેમને હિંદુ રૂપ આપ્યું.

તમે પોતે વિચારો કે કોઈ દિવસ અકબર કે બાબરને હિંદુ કહેવામાં આવ્યા? ના… તો પછી ઈમામશાહને હિંદુ મહારાજ જેવા ઉપનામો આપીને આ લોકો શું કરવા માંગે છે? સ્વાભાવિક છે કે આપણને છેતરવા જ. એ લોકોને પોતાની દુકાન ચલાવી છે અને આપના ધર્માદાના પૈસાથી જલસા કરવા છે. માટે હવે આપ પોતે વિચારો કે હજી કેટલા દિવસ આપણે છેત્રાશું? આવીજ રીતે છેતરાઈરીને હિંદુમાંથી ખોજા, વોહરા અને મોમના થઇ જવાના ઘણા દાખલાઓ છે. કેટલા દિવસ આપણે સચ્ચાઈથી મોઢું ફેરવતા રહેશું? દુનિયા ઈમામ શાહની કબરને દરગાહ જ માને છે, તો પણ તેને સમાધિના નામે આપણે જ છેતરાઈ છીએ. દુનિયા છેતરતી નથી. સતપંથને હિંદુ ધર્મ તરીકે માનનારા લોકો જ છેતરાય છે, તે નક્કી વાત છે. માટે આજે જો આપણે હિમ્મત નહિ કરીએ તો આવતી કાલે આપણી પીઢી આપણને કદી માફ નહિ કરે.

સતપંથના પ્રચારકોની પોલ ખોલનાર લોકોને ગમે તેમ ચીતરશે. તમને ગમે તેવી લાલચ આપશે. સતપંથ ધર્મ ફળે છે ને હિંદુ ધર્મ નથી ફળતો તેવી વાહિયાત વાતો પણ કરશે. તો એ વાત સાચી હોત તો પાકિસ્તાન અને ભારત સાથે આઝાદ થયાં છે, આજે ભારત દુનિયાની ટોચ પર છે જયારે પાકિસ્તાન દિવસો દિવસ ખાડામાં ઉતરતું જાય છે. માટે ખોટી લાલચો, અમરાપુરી/સ્વર્ગની લુભામાની વાતોમાં ન ફસાજો. પોતે અને પોતાના પરિવારને ગૌરવથી જીવવું હોય તો તે માટે યોગ્ય વિચાર પોતેજ કરજો, અને સાચા હિંદુ ધર્મને ઓળખજો….

એજ નમ્ર વિનંતી સહ.

રીયલ પાટીદાર


Download:

 

https://archive.org/details/Series63

Leave a Reply

6 thoughts on “Series 63 – Namaz in Imam Shah Dargah / ઈમામશાહની દરગાહમાં નમાઝ”