22-Jan-2017
The video is bit lengthy i.e., about 53 mins long. But it’s interesting to learn how religious conversions are done and Muslim preachers disguise themselves as Hindu Sadhus.
આ “મોક્ષ વાયા ઇસ્લામ – સતપંથ ફિર બેનકાબ” હિંદી ભાષામાં ખાસ તૈયાર કર્યો છે કારણ કે ગુજરાતી સિવાયના અન્ય લોકો સુધી પણ બહુજ સચોટ રીતે, જરૂરી પુરાવાઓ સાથે, પરંતુ બને એટલા સંક્ષિપ્તમાં, સતપંથના પ્રચારકો દ્વારા આજ દિવસ સુધી ચલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાંઓને, ઉઘાડા પાડી સતપંથનો સાચો ઇસ્લામી ચેહરો બતાવી શકાય.
સતપંથી (કહેવાતા હિંદુ) સાધુઓ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સતપંથ મોક્ષ મેળવવાનો સાચો રસ્તો છે, એ પ્રચારના માધ્યમથી હિંદુઓને અંધારામાં રાખીને, તેમની શ્રદ્ધાથી ખિલવાડ કરીને, તેમને કેવી રીતે ઇસ્લામના રસ્તા પર ચાલતા કરે દેવામાં આવે છે, તેની સંપૂર્ણ વિગત આ વિડીયો ઉજાગર કરે છે.
ઈમામશાહ અને એમના દાદા પીર સદૃદ્દીન દ્વારા હિંદુ શાસ્ત્રોના આધારે તેમજ હિંદુ દેવી દેવતાઓની આડમાં, કેવી રીતે એક ઇસ્લામના દેવને, એટલે કે “નિષ્કલંકી નારાયણ”ને હિંદુ દેવ તરીકેનો પ્રચાર કરીને લોકોને ઇસ્લામ ધર્મના રસ્તા પર ચાલતા કર્યા છે. તેનો ચિતાર આ વિડીયો માં છે.
અહીં સતપંથના સાધુઓની સચ્ચાઈની કસોટી થવાની છે. કારણ કે આજથી લગભગ ત્રણ મહિના પહેલાં અમારા દ્વારા પીરાણાની ઈમામશાહની દરગાહનો છૂપો પણ ઇસ્લામી ચેહરો દુનિયાની સામે ખુલ્લો કરતો વિડીયો બહાર પાડવામાં આવેલ હતો. (જુવો https://www.realpatidar.com/a/series67). આ વિડીયો આવવાથી સતપંથના સાધુઓ અને પ્રચારકો દ્વારા આજ સુધી કરવામાં આવેલ જુઠ્ઠો પ્રચાર કે સતપંથ હિંદુ ધર્મ છે તે પ્રચારની પોલ ખુલી પડી ગઈ. અને લોકો સતપંથના સાધુઓ અને પ્રચારકો પર શંકા કરવા લાગ્યા. પોતાના પર લોકોનો ખોવાતા વિશ્વાસની પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે શ્રી જનાર્દન મહારાજે એવું લાગણી સભર વચન આપ્યું (વિડીયોમાં દેખાય છે) કે જો સતપંથમાં કંઇક ખોટું હોય અને હિંદુ ધર્મના વિરુદ્ધ કોઈ કૃત્ય કરવામાં આવતાં હોય તો તેઓ પોતાનું સંતત્વ ત્યાગીને સામાન્ય જીવન જીવશે. હવે આ વિડીયો દ્વારા સત્ય સમજાય છે કે સતપંથમાં હિંદુ ધર્મ વિરુદ્ધ કૃતિઓ થાય છે અને સતપંથમાં હિંદુ ધર્મ અને શાસ્ત્રોની દૃષ્ટિએ ઘણું બધું ખોટું થાય છે. માટે હવે શ્રી જનાર્દન મહારાજ જો ખરે ખર સાચા હોય તો, તરતજ, તેમણે પોતાના આપેલ વચન પર કાયમ રહી કાયમ માટે સંતત્વ છોડી સામાન્ય જીવન જીવવું જરૂરી બને છે.
તે સાથેજ સતપંથના લેભાગુ અને સ્વાર્થી પ્રચારકોને તેમણે આચરેલા જુઠ્ઠાણાઓનો જડબાંતોડ જવાબ આ વિડીયો આપે છે.
Full Video: https://www.youtube.com/watch?v=8IjIHFv4YXg
Video for WhatsApp: https://www.youtube.com/playlist?list=PLAfMk3ZWY1b9lihbPCo84oF2t9tbw9MgR
Real Patidar