Series 25 – Narayan Ramji Limbani/Contractor’s Speech on Das Avtaar / દસ અવતાર પર નારાયણ બાપનું ભાષણ

** IMPORTANT ** ** અગત્યનું **

Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Narayan Bapa’s Speech on Das Avtaar -07-Oct-1922

Update: 13-Jan-2017 – Changed links to archive.org


04-Nov-2010
|| જય લક્ષ્મીનારાયણ ||

આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીએ સમાજમાં જાગૃતિ આણીને અને આપણી જ્ઞાતિના લોકોને મુસલમાન બનાવવાના કાવતરાથી બચાવીને પાછા હિંદુ ધર્મ તરફ વળવાનું ભગીરથ કામ કર્યું છે. આ કામ કરનાર વ્યક્તિએ, સમાજમાં, તે વખત ચાલતો ધર્મ (સતપંથ ધર્મ) નો પૂરે પોરો, ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો અને એકલા હાથે ચળવળ શુરૂ કરીને લગભગ પૂર્ણ સમાજને તેમના વિચારોથી સહમત કરાવ્યું હતું. નારાયણ બાપનું કામ અને તેમના જ્ઞાનની કદર તો આજના સતપંથીઓ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરેજ છે.

“પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” નામની પુસ્તક જયારે તેમણે બહાર પાડી, ત્યારે દુનિયાને અને તે સમયના ઘણા સતપંથીઓને સતપંથ ધર્મ અને તે ધર્મ ના સાહિત્યોની ખરા અર્થ માં જાણ થઈ. “લીવ્ડ ઇસ્લામ ઇન સાઉથ એશિયા” (Lived Islam in South Asia) નામ ના પુસ્તકમાં લેખકે એમ લખ્યું છે કે “… in his Pirana Satpanth ni pol (Ahmedabad, 1926) was actually one of the first authors to disclose to the outer world the secret doctrines and practices of the Imamshahis.” અનો સરળ ભાષામા અર્થ એમ થાય છે કે નારાયણ બાપાએ સતપંથ ધર્મ પર બહું ઊંડો અભ્યાસ કર્યો હતો અને દુનિયાને સતપંથ ધર્મ સ્થાપવાના પાછળના સાચો હેતુ લોકો સામે રજુ કર્યો હતો.

આ પ્રસંગે એક નોંધ લેવા જેવી વાત એ છે કે આજ સુધી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ફક્ત ત્રણ અધિવેશન થયા છે, પહેલું અધિવેશન ૦૮-૦૮-૧૯૨૦ ના કરાચીમાં, બીજું ૦૯-૧૦-૧૯૨૨ ના પાછું કરાચીમાં અને ત્રીજું ૧૮-૦૪-૧૯૨૪ ના ઘાટકોપર, મુંબઈમાં થયા છે. ત્યાર બાદના જે અધિવેશનો થયા છે એ “અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” ના છે, જ્ઞાતિના નહીં, જેમાં સતપંથ ધર્મ પાળનાર લોકોનો અધિકૃત રીતે સમાવેશ કરવામાં આવતો/થતો નથી.

નારાયણ બાપાએ આપણી જ્ઞાતિનો, કરાચીમાં, તા. ૦૭-૧૦-૧૯૨૨ ભરાયેલ, બીજા અધિવેશનના ભાષણમાં સતપંથ ધર્મને તજી દેવાનો ઠરાવ રજુ કર્યો હતો. એ ભાષણમાં તેમણે સતપંથ ધર્મના દસ અવતાર (હિંદુ ધર્મના નહીં) ના પાછળની વાસ્તુ હકીકત લોકો સામે રજુ કરી છે.

નારાયણ બાપાનું તે ભાષણના, શબ્દે શબ્દ, તમો ડૉ. મંગુભાઈ પટેલ દ્વારા લખેલ પુસ્તક “કડવા પાટીદાર પરિષદોમાં સુધારવાદી અભિગમ (૧૯૧૮ થી ૧૯૬૦)” માં વાંચી શકશો. ડૉ. મંગુભાઈ પટેલ એક પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ વ્યક્તિ છે. આપણી અનેક ઉપલબ્ધીઓમાં થી એક ગુજરાત યુનિવર્સિટી, ઇતિહાસ વિભાગ સાથે સંકળાયલા હોવાનું તેમજ પૂર્વ મંત્રી હોવાનું ગૌરવ આપણે પ્રાપ્ત છે.

નારાયણ બાપાના ભાષણમાં જાણવા જેવા અમુક મુદ્દો આ પ્રમાણે છે;
1.સતપંથ ધર્મો ઉદ્દેશ શું છે.
2.હિંદુઓના ભોળપણનો કેવો દુરઉપયોગ કર્યો અને હિંદુઓના શાસ્ત્રને કેવી રીતે વટલાવ્યા.
3.સતપંથનો અથરવેદ કઈ સાચો હિંદુઓનો અથરવેદ નથી.
4.દસમાં અવતારને “હજરત અલી” બતાવ્યો.
5.સતપંથ ધર્મમાં ભગવાનના દસ અવતાર કયા છે.
6.નકલંક નારાયણ અવતાર મુસલમાનો માં કેમ થયો.
7.નકલંક નારાયણ ભગવાનના માં-બાપ, પત્ની અને ગુરુ કોણ છે.
8.ઈમામ શાહે પોતાને નકલંક નારાયણ નો વંશજ બનાવી નાખ્યો.
9.ઈમામ શાહે પોતાને ઇન્દ્ર પણ બનાવી નાખ્યો.
10.સતપંથ ધર્મના દસ અવતાર ના પાછળ સત્ય શું છે અને જુઠું શું છે.
11.સતપંથ ધર્મના દસ અવતારના કથાનમાં (જુઠું પકડાય તેવા) કયા પોલ છે.
12.સતપંથ ધર્મને “સનાતન ધર્મ” માં ખપાવનો પ્રપંચ કેવો હતો
13.ઈમામ શાહના દીકરાને ભગવાન વિષ્ણુનો રૂપ બનાવી નાખ્યો.
ઉપર જણાવેલ મુદ્દો શિવાયના, પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે, આખો ઉગાડતી, ઘણી બધી વાતો, નારાયણ બાપનું ભાષણ વાંચવાથી સમજાશે.
નારાયણ બાપનું આ ભાષણ તમે જણાવેલ લીંક http://issuu.com/patidar/docs/series_25_-narayan_bapa_s_speech_on_das_avtaar_-07/1?mode=a_p પર વાંચી શકશો તેમજ આ ઈમૈલ સાથે જોડેલી ફાઈલમાં પણ વાંચી શકશો.

https://archive.org/details/Series25-narayanBapasSpeechOnDasAvtaar-07-oct-1922

મને ગર્વ છે કે નારાયણ બાપા જેવી મહાન વ્યક્તિ આપણા સમાજમાં જન્મી અને આપણા સમાજને અંધકારમાંથી કાઢીને સનાતન ધર્મના પ્રકાશમાં લઈ આવ્યા. આપણા સમાજ ખુબ નસીબદાર છે કે નારાયણ બાપા આપણા વચે થઈ ગયા. નારાયણ બાપાની, સતપંથ ધર્મને તજી દેવાની, ભલામણ માનીને આપણા વડીલોએ રચેલી હાલના સમાજનાજ કારણે, અન્ય જ્ઞાતિઓમાં, આપણી ઓળખ હિંદુઓમાં થઈ છે.

હજી પાછળ છૂટી ગયેલ સતપંથીઓ, બીનદબાવ અને શાંત મગજથી વિચારશે અને હિંદુ બનવું હશે તો જરૂર થી નારાયણ બાપનો અખંડ પ્રકાશ તેમના મનના ખૂણે ખૂણે શુધી પોહાચશે એવી મને આશા છે.

Real Patidar / ખરો પાટીદાર
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/edksp8zufr

Leave a Reply