Series 23 – Dasond -Wrong meaning on Satpanth’s website / દસોન્દનો ખોટો અર્થ સતપંથના વેબસાઈટ પર મુક્યો છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org


27-Sep-2010
|| Jay Laxminaryan || || જય લક્ષ્મીનારાયણ ||

નિતેશભાઈના કુકર્મ ની વધુ બે નમૂનાઓ તમારી સામે મુકું છું.
સાચા સત્પનથી ભાઈઓ ચેતો આવા ખોટા માણસ થી.
નિતેશભાઈ ના કુકર્મનો નમુનો નીચે પ્રમાણે છે:

“દસોન્દ”નું અર્થ: દસોન્દનો અર્થ (મતલબ) આપણે સહુ જાણીએ છીએ. પોતાની વાર્ષિક કમાઈનો દસમો ભાગ ને દસાઉંસ કે દસોન્દ કહેવાય છે.
સતપંથ ધર્મ માં (ઇમામુદ્દીન (ઈમામ શાહ) / નર મોહંમદ શાહ ના સમય થી) દરેક અનુંયાયોને (માનસિક રીતે દબાણ આપીને) તેમની પાસેથી દર વર્ષે દસોન્દ લેવામાં આવે છે.
સતપંથ ધર્મનો મૂળ આધાર દસોન્દ આપમાં છે. ઘણા બધા પુસ્તકો અને પીરાણાના કોર્ટ કેસોમાંઆ વાતનો ચોખો ઉલ્લેખ છે. આ તો જગ જાહેર વસ્તુ છે.
આપણા વડીલો પાસેથી આપણે આ વાત ઘણી વખત સાંભળી પણ છે.

આવી દીવા જેવી વાતનો કેવો ખોટો મતલબ, નીતેશભાઈએ તેમની વેબસઈટ પર મુક્યો છે તે હવે જુવો.

નિતેશભાઈની વેબસાઈટ પ્રમાણે:
“મળૂ બધં ના અંદર બતાવયું છે કે ૧ શ્વાસ લઇને એની ૧ ક્ષણ થાય ,૬ શ્વાસની ૧ પળ થાય, ૬૦ પળનિ ૧ ઘડી થાય અને ૬૦ ઘડીનો ૧ દિવસ અને રાત થાય આને ગણુાકાર(૧x૬x૬૦x6૦= ૨૧૬૦૦)કરીએ તો ૨૧૬૦૦ થાય અને મણસ ૧ દિવસમાં ૨૧૬૦૦ શ્વાસ લે છે. હવે આ ૨૧૬૦૦ નો દશમો ભાગ દશૌદ કહેવાય” (સ્ક્રીન શોટ આ ઈમૈલ સાથે જોડેલ છે.)

લોકોને કેટલું બેવકૂફ બનાવાય છે. આ વાત કદાચ હમણાં આપણે નાની લાગશે, પણ ભવિષ્યમાં અજાણ લોકો આને સાચું માની ને આમાં ફસાઈ જાય તેમ પૂરે પૂરી શક્યતા છે.

જે ભાઈઓ સતપંથને હિંદુ ધર્મ તરીકે માનતા હોય (કારણ કે સતપંથને હિંદુ થી અલગ ધર્મ માનનાર લોકોને કોઈ ફરક પડશે નહીં અને તેમની પાસે સતપંથ છોડીને બીજે જવાનો માર્ગ પણ નથી) તેમણે નિતેશભાઈને પૂછવું જોઈએ કે શા માટે દસોન્દનો આવો ખોટો અર્થ બતાવ્યો છે? મને ખાતરી છે કે તમને આનો સંતોષકારક જવાબ નહિજ મળે.

જે સતપંથી ભાઈઓ નિતેશભાઈને સાથ આપે છે, તેવો પાપના ભાગીદાર છે. પાપના ભાગીદાર ના બનો અને નિતેશભાઈ નો સાથ છોડી દો.

ઉપર જણાવેલ નમૂનાઓ પરથી પાછું પુરવાર થઈ જાય છે કે નિતેશભાઈ તદ્દન ખોટા માણસ છે અને નિતેશભાઈ ની કોઈ પણ વાતનો કોઈ ભરોસો થઈ શકે તેમ નથી.
એટલે પાછું કહું છું કે નિતેશભાઈ તાકિયા પળે છે એ પણ સાબિત થાય છે. અને તાકિયા પાળતા માણસ ને ખોટું બોલવાની અને ખોટા કામ મારવાની છૂટ સતપંથ ધર્મ માં આપેલી છે.

મેં સતપંથ ધર્મની ક્યારેય ટીકા કરી નથી. સતપંથ ને હિંદુ ધર્મથી જુદું ધર્મ સમજીને સતપંથ પાળનાર લોકોને હું હમેશાં વંદન કરતો રહ્યો છું. હું ફક્ત અને ફક્ત સચ્ચાઈ લોકો સામે રાખવાનો પ્રયત્ન કરતો રહ્યો છું અને રહીશ. અને સચ્ચાઈએ છે કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી. મારા આ કાર્યને ધર્મની નિંદા કોઈ પણ એન્ગલથી ના કહી શકાય.

આ ઈમૈલને અહીં પણ વાંચી શકશો…

https://archive.org/details/Series23-dasond-wrongDefinitionOnSatpanthWebsite

http://issuu.com/patidar/docs/series_23_-dasond_-wrong_definition_on_satpanth_we/1?mode=a_p

Real Patidar / ખરો પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/tfag089knk

Leave a Reply