GE 11 – History of Sanatan Dharm in ABKKPS / અ.ભા.ક.ક.પા.સમાજ નો સનાતન ધર્મનો ઇતિહાસ

16-Nov-2010

From: Mohanlal Patel; teaktimber1990@gmail.com
Date: 2010/11/16
Subject: આપણે તથા આપણી સમાજ પાળતી સનાતન ધર્મ વિષે ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
To: realpatidar@googlegroups.com

આપણી સમાજ અને સનાતન ધર્મ

અંદાજે ૫૦૦ વર્ષોથી આપણી જ્ઞાતિ જે ધર્મ પાળતી આવતી હતી તે ઇસ્લામનો એક ફાંટો છે ને તે આપણને માટે લાયક નથી એમ ૨૦૦ વર્ષ પહેલાં કેશરા બાપાએ અને આશરે ૮૦ વર્ષ પહેલાં નારાયણ બાપાએ સમજાવ્યું ત્યારે આપણે જાગૃત થયા.પછી જ્ઞાતિ જનો ધીરે ધીરે મુસ્લિમ એવા સત્પંથ ધર્મને તિલાંજલી આપવા લાગ્યા.કેશરા બાપાએ સ્વામીનારાયણ હિંદુ ધર્મ અપનાવ્યો. કેશરા બાપા સાથે જ્ઞાતિના અમુક ભાઈઓએ તે ધર્મ અપનાવ્યો.ત્યાર પછી નારાયણ બાપાએ સત્પંથ છોડી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ આર્ય સમાજ એવો હિંદુ ધર્મ અપનાવી પવિત્ર થયા.તે વખતે લોકોમાં ઘણી જાગૃતિ આવવાથી પીરાણા પંથને છોડવા લાગ્યા.તેથી તનતોડ-પસીનો પાડી ઉપજવેલું, પોતાના છોકરાઓનાં મોમાંથી છીનવી ખાનામાં દશાન્ધ તરીકે જમા કરાવેલું ધાન અને ધન ઉપર પીરાણામાં બેસી તાગડધિન્ના કરતારહેલા સૈયદો,કાકાઓ તથા ગેઢેરાઓને પોતાનો ગરાસ લુટાતો દેખાયો.તેથી નારાયણ બાપા તેઓને આંખમાં કણાનીમાફક ખુંચતા ને તેમને હેરાન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું.તેમની ઉપર કોર્ટ કેસો કર્યા. તેમના ચારિત્ર્ય પર કાદવ ઉછાળ્યો.પણ જે થવાનું હતું તે થઈને જ રહ્યું.

મુસ્લીમ એવા પીરાણા પંથને છોડ્યા પછી બે વિકલ્પો હતા,એક સ્વામીનારાયણ ધર્મ અને બીજો આર્ય-સમાજ.આવી વિટંબણાઓ વચ્ચે અટવાતી રહેલી આપણી જ્ઞાતિને પાટીદારના વંશજ એવા ગુરુ પૂ.લાલરામ મહારાજના આદેશથી ઓધવરામ મહારાજે માર્ગ દર્શન પૂરું પડ્યું કે પોતાની આગવી ઓળખ માટે સનાતન ધર્મ અપનાવો.કારણકે સ્વામીનારાયણ સંપ્રદાયમાં કે આર્ય સમાજમાં અનેક જ્ઞાતિઓ આવેલી હોવાથી ત્યાં આપણી સ્વતંત્ર ઓળખ નહિ રહે.બીજી જ્ઞાતિઓના ઈશારે ચાલવું પડશે. સન ૧૯૪૫ ની આજુબાજુનાવર્ષોની સમાજની મિનીટ્સ બૂકોની મારફતે જણાયું કે તે વખતે સમાજનું નામ અખિલ કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ હતું. તેવખતની સનાતની સમાજે ઓધવરામજી મહારાજના આશીર્વાદથી ઈશ્વરરામજી મહારાજની તપો-ભૂમિમાં કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર બનાવ્યું. આજની વિટંબણા તો જુઓ, સનાતાનીઓએ બનાવેલા આ મંદિરમાં યવનો– કે જે ઇસ્લામ પ્રેરિત પીરાણાપંથને માનવાવાળા ટ્રસ્ટીઓ ને હોદ્દેદારો બની બેસી ગયા છે. ભાવિક પટેલ આવા સનાતનનું મહોરું પહેરેલા ટ્રસ્ટીઓ ને હોદ્દેદારોને શરીરના-પાછળના અમુક ભાગ પર લાત મારી ને કાઢવા પડશે.

અર્ધદગ્ધ,કબ્રસ્તાની પીરાણા પંથને છોડીને આવવાવાળાને એકજુટ રાખવા એક શ્રદ્ધાનું કેન્દ્ર ઉભું કરવું પડશે એવું ઓધવરામજી મહારાજને લગતા આપણી જ્ઞાતિ ગરીબ હોવાથી મા લક્ષ્મીના ઉપાસક બનાવી લક્ષ્મીનારાયણ ના મંદિરો બનાવવાનું સુચન કર્યું. તેના ફળ સ્વરૂપ પાટીદારોના ગામેગામ ખાનામાંથી એક ચમચીની આશા રાખ્યા વગર સ્વતંત્ર રીતે લક્ષ્મીનારાયણના મંદિરો ઉભા થયા.તેનાથી આપણી જ્ઞાતિએ પ્રચંડ આર્થીક પ્રગત્તિ હાંસલ કરી.આજે સત્પન્થીઓ કહેતા ફરે છે કે ઈમામશાને માનો પીરાણાની માનતા માનો કરોડપતિ બની જશો.અરે આપણા ૪૫૦ વર્ષના ઇતિહાસમાં પીરાણામાં અતુટ શાદ્ધા હોવા છતાં કોઈ કરોડપતિ થયું નહોતું,શીવાયકે સૈયદો,કાકાઓ કે ગેઢેરાઓ.આપણા કમનસીબકે ગામેગામ મંદિરો થયા પણ કેન્દ્રીય સમાજના સ્થાનમાં ક્યાંય શ્રદ્ધાનું કેન્દ્ર ઉભું ન થયું.તેથી સત્પન્થીઓં કેન્દ્રીય સમાજ ઉપર હાવી થઇ ગયા ને હોદ્દેદારોને લાલચ આપી ભય બતાડી પોતાના તાલ ઉપર નચાવતા રહેલા છે.ભાવિક પટેલ આપણી એટલે કે સનાતનીઓની સમાજ માં હોદ્દા ઉપર ચીટકેલા મોછ્છાઓએ સ્થાપિત પીરાણાપંથની નીકર પહેરેલા અમુક હોદ્દેદારોને ઉગાડા પાડી પીરાણા નો રસ્તો બતાવાવોજ પડશે. દશાન્ધ–વિશાંધથી ખદબદતું પીરાણું,,[ રૂપિયા એટલાબધા છે કે કોર્ટ કેસો કરવા,વકીલોને ફી આપવા,સામેવાળાના વકીલોને ફોડવા,જજોને ફોડવા,પોલીસોને ચારવા ગટરના પાણીની જેમ રૂપિયા વહાવતા રહેલા છે…] તમને મુબારક.વ્યસન-ફેસનથી મુક્ત તમારું પીરાણું તમને મુબારક.મહેરબાની કરી સનાતાનીઓની સમાજને અભાડાવો નહિ.દખલ ન કરો.

કેન્દ્રીય સમાજે બહાર પડેલ શ્વેત પત્ર અને સનાતની તરીકેની ઓળખ સાબિત કરાતો બાહેધરી પત્રથી ઘણા સત્પન્થીઓ સહીઓ કરીને સનાતની હોવાનો ડોળ કરશે.આજથી બે દાયકા પહેલાં ખાનાપન્થીઓને સગપણની સમસ્યા ઉભી થવાથી ગામેગામ સનાતાનીઓની સમાજમાં ૧૦૦ રૂપિયાની પાવતી ફડાવીને આપણને બેવકૂફ બનાવી ગયા.છેવટ સુધી તેઓની આસ્થા પીરાણામાંજ રહી છે.ભાવિક પટેલ આવા દૂધ ને દહીમાં પગ રાખવાવાળાની સામે તકેદારી રાખી સગપણ જોડવા નહિ અને સમાજમાં કોઈ હોદ્દા ઉપર બેસાડવા નહિ.આવતી સાતમ વખતે કેન્દ્રીય સમાજમાં હોદ્દેદારોની વરણી થવાની છે. ખાનાપન્થીઓ હોદ્દા પર બેસવા પુરેપુરી કોશિશ કરશે ત્યારે સનાતાનીઓએ જાગરુકતા કેળવવીજ રહી.

આપણી સમાજ રજીસ્ટર થઇ તેપહેલા સનાતનનો ધ્વજ લહેરાતો હતો તેવખતે નેથોડા વર્ષ સુધી સમાજની સનાતની તરીકેની ઓળખ રહી.પછી ધીરે ધીરે ભુંસાતી ગઈ. તેર ચૌદ વર્ષ પહેલાં સનાતાનીઓની સાચી ઓળખ અપાવવા,કેન્દ્રીય સમાજ સનાતાનીઓનું સાંભળતી ન હોવાથી સનાતાનીઓના હિતોનું રક્ષાણ કરવા અને સનાતન ધર્મનો પ્રચાર ને પ્રસાર કરવા કેન્દ્રીય સમાજની ઉપર વટ જઈને લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ઉભી થઇ.ત્યાં પણ હોદ્દાઓ ઉભા થયા.હોદ્દાની લાલચે ને ફંડની લાલચે હોદેદારો સત્પન્થીઓને પણ સમાવી લીધા.ને એ સમાજને અભડાવી નાખી. સનાતન ધર્મના પ્રચાર માટે હોદેદારોએ યોગ્ય વ્યક્તિની નિમણુંક કરવામાં પણ થાપ ખાઈ ગયા.જેને આપણા સમાજનો ઈતિહાસ જ ખબર ન હોય તે સમાજનો ઉદ્ધાર શું કરવાનો?

આ સમાજના શરૂઆતના વર્ષોમાં વિરાણીવાળા શાંતિદાશને ધર્મના પ્રચાર માટે દેશ આખામાં ફેરવ્યા.તેનેતો વ્યસન-ફેસનની વાતો જ કરી.મારી સમાજ સત્પંથ મુકીને સનાતનમાં કેમ આવી? આની પાછળ કોણે કોણે ભોગ આપ્યાને આ સમાજ શા માટે ઉભી કરવી પડી તે તો કહ્યું જ નહિ.અરે હોદેદારોએ શાન્તીદાશના આશ્રમનો ઇતિહાસ જોયો નથી.જોયો હોત તો પ્રચારમાં લઇ ગયા ન હોત.શાન્તીદાશના ગુરુ લક્ષ્મીદાશજી તેમના ગુરુ પ્રીયાદાશજી.તેઓનો આશ્રમ વિરાણીમાં છે.ધર્મ પરિવર્તનનો વાયરો વિરાણીથીજ ફુંકાયો હતો,તેનાથી પ્રિયદાશજી અવગત હતા.તેથી તેઓ શિષ્યત્વ સ્વીકારી, કંઠી બંધાવવાળાને પૂછાતા કે તું પવિત્ર થયો,શુદ્ધ-સનાતની થયો? પવિત્ર થયો હોય તોજ કંઠી બાંધતા.પછી લક્ષ્મીદાશજી આવ્યા.તે વખતે વાંઢાયમાં ઓધવરામજી મહારાજનો પ્રભાવ વધારે હોવાથી લક્ષ્મીદાશજી ની પાસે કંઠી બંધાવવાળામાં ઓટ આવવાથી તેઓ પીરાણાપન્થીઓને પણ કંઠીઓ બાંધવા લાગી ગયા.પછી તેમના શિષ્ય શાંતિદાશે પણ તેમ કર્યું.આબાજુ લક્ષ્મીનારાયણ સનાતન ધર્મવાળા ભારત ભરમાં ફેરવતા રહ્યા ને શાંતિદાસ સત્પન્થીઓને કંઠીઓ બાંધતો રહ્યો ને ચેલાઓ વધારતો રહ્યો. ગરજ સરી ત્યારે સત્પન્થીઓને ખોળે બેસી ગયો.

આજે પણ ગણા કહે છે, સમાજમાં ગુરુ જોઈએ.ઓધવરામજીના વખતમાં સમાજના ધુરીણોએ મહારાજને સમાજના ગુરુ બનવા વિનંતી કરી હતી. પણ મહારાજે કહ્યું હતું કે અત્યારે હું ગુરુ બનું પણ પછી કોણ અને કેવો આવે શું ખબર?બધા સારાજ હશે તેની શું ખાતરી.યોગ્ય ન આવે તો સમાજનું ધનોત-પનોત નીકળી જાય.તમારા સમાજમાં સૈયદો ને કાકાઓ ગુરુઓ હતાજ ને પછી સમાજની શું વલે થઇ તે બધાને ખબર છે.આપણા કડવા પટેલ ઉંજા સમાજનો કોઈ ગુરુ નથી,કોઈ સાધુ- સંતોના પડછાયામાં પણ નથી.છતાં પણ ગયા વર્ષે માતાજીનો ભવ્ય મહોત્સવ ઉજવ્યો.શીખ સંપ્રદાયમાં પણ વ્યક્તિ ગુરુ નથી.આપણી લક્ષ્મીનારાયણ સનાતન સમાજે શાંતિદાસને ગુરુ નીમ્યા ને શું પરિણામ આવ્યું? લોકોમાં લક્ષ્મીનારાયણ પ્રત્યે એક ટકો પણ શ્રદ્ધા વધી નહિ ને તસુભાર પણ સનાતન ધર્મ વિષે જાણવા ન મળ્યું.

૧૫-૧૬ મહિનાથી હિંમતભાઈ ખેતાણી,રમેશ વાઘગીયા,પ્રેમજી કેશરાણી વગેરે જેવાઓએ સનાતન ધર્મ જાગૃતિનું અભિયાન છેડ્યું પછી સમાજમાં શું પરિવર્તન આવ્યું એ સર્વ વિદિત છે.આ લોકોને કોઈ કોઈ કહે કે તમો બહુ સારું કરો છો.આવું કામ તો કરવું જ જોઈએ, આ લોકો તો કરે છે પણ તું શું કરે છે?ઘણા તો વળી શિખામણ આપે કે હવેતો સત્પનથીઓ સમાજ પર હાવી થઇ ગયા છે.તમારે ઘણું પહેલાં અભિયાન છેડવું હતું.આવા શિખામણ આપવાવાળાને લાફો ચોડી દેવો જોઈએ નાલાયક તું શું કરાતો હતો? તારી સમાજ નથી?પોતાની અને સમાજની ઓળખ મુમના થઇ જતી હતી ત્યાં સુધી ઘોડીયામાં સુતો હતો?

હવે ભાવિકભાઈ પટેલ એટલી ધર્મની જાગૃતિ આવ્યા પછી સનાતન ધર્મના વિચરો જાણ્યા પછી ધનવાન કે સત્તાવાન સત્પન્થી હોય તો તેમને મુમના કહેવાની હિમત કેળવવી પડશે.હોદ્દા પર હશે તો ઉતારવો પડશે.સત્પન્થીઓ સાથે સગપણ સબંધ તથા ધંધો ત્યજવો પડશે.ફાયદો થતો હોવા છતાં હવેચમાં પ્રોપર્ટી વસાવવી નહિ.કારણકે તેઓ દગો કરતાં ચુકશે નહિ.અખારતો મહમદ ઘોરીનીજ ઔલાદ છે.હિન્દુઓ સાલસ ને સહિષ્ણુ છે.આતંકવાદ એ ઇસ્લામનું ફરજન છે.કોઈ ઇસ્લામ વિષે સાચું બોલે તો તેને મારી નાખવાનો ફતવો બહાર પડે.ને અહી સમાજમાં કોઈ સાચું બોલે તો વકીલ-નોટીસો,પોલીસ-કેસો,કોર્ટ-કેસો થવા લાગી જાય છે પીરાણામાં રહી ગયેલા પટેલોમાં પટેલોનું લોહી વહે છે કે બીજાનું. કારણકે ઇસ્લામિક આતંકવાદીઓનું અને સત્પન્થીનું ધર્મ જનુન અને પીઠ પાછળ ઘા કરવાની પધ્ધતિ સમાન છે.

વધુ હવે પછી.

Attachment: http://issuu.com/patidar/docs/ge_11_-history_of_sanatan_dharm_in_abkkps/1?mode=a_p


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/aeklppo2hk

https://archive.org/details/rpge011

Leave a Reply