15-Jun-2018જય સનાતન Let us see the reasons behind why Kadva Patidars had to settle in dry Kutch leaving behind the fertile lands of Unjha and northern Gujarat. ઊંઝા અને ઉત્તર ગુજરાતની ફળદ્રુપ ધરતી છોડી કડવા પાટીદારો કચ્છની સુખી ધારામાં શા માટે આવા? આવો જાણીય તેના પાછળના કારણો. How and when Bhagwan Shri Laxminarayan was accepted as their primary deity? Also let us see how Kutch Kadva Patidar community embraced Sanatan Hindu religion after completely abandoning Satpanth religion.ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ કેવી રીતે સ્વીકારવામાં આવ્યા? અને જોઈએ કે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સતપંથ ધર્મને સંપૂર્ણ પણે ત્યાગીને સનાતન હિંદુ ધર્મનો અંગીકાર કેવી રીતે કરવામાં આવ્યો. Let’s see all this information portrayed in the Laxminarayan Gatha drama played at Kotda Jadodar village.કોટડા જડોદર ગામમાં ભજવવામાં આવેલ લક્ષ્મીનારાયણ ગાથા નામક એક નાટકમાં આ સંપૂર્ણ માહિતીઓ જોઈએ. Archive.org: https://archive.org/details/series73 or Youtube: https://realpatidar.com/yt-video/series73 Real Patidar
04-Mar-2018 કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મમાં વાળવાના પ્રયત્ન રૂપે જ્ઞાતિના આગેવાન વડીલ શ્રી વિશ્રામ નાકરાણી બાપાને જ્ઞાતિએ આપેલ વચન (ગોકળિયું એટલે શ્રી કૃષ્ણ જન્માસ્ઠામીને ન છોડવાનું અને માંસાહાર ન ખાવાનું વચન) ને જાણે સર્વે ભૂલીજ ગયા હતા, ત્યારે ઈ.સ. ૧૭૬૮માં જન્મેલા ગામ નેત્રાના નરવીર શ્રી કેશરા તેજા સાંખલા ઉર્ફે કેશરા પરમેશ્વરાએ પીરાણા સતપંથ ધર્મના પ્રપંચમાંથી જ્ઞાતિને છોડાવી સનાતન ધર્મના પવિત્ર માર્ગે વાળવાનો પ્રયત્ન કરેલ હતો. તેમના આ પવિત્ર પ્રયાસોના રૂપે તેઓ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઘણાં ગામોના લોકોને સનાતન ધર્મના એક સંપ્રદાય એટલે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વાળવા સફળ થયા. પરિણામે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સત્સંગી સમાજ ઉભો થયો. સનાતન ધર્મ પ્રત્યેનું સ્વાભિમાન જાળવવા અને પીરાણા સતપંથ ધર્મમાં સત્સંગ સમાજ પાછો વળી ન જાય તે ઉમદા હેતુથી સત્સંગી સમાજે પીરાણા સતપંથ ધર્મ વાળાઓ સાથે ખાનપાન આદિ તમામ વ્યવહારો વર્ષો પહેલાજ છોડી દીધેલ છે. તેમ છતાં, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી બનતા સાધુઓને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવતા નોહતા. આ અંગેની પીડા […]
15-Jan-2018 પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહમાં દર વર્ષે, ઈરાનથી ઇસ્લામનો પ્રચાર કરવા આવેલ સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ, ઉર્ફે ઈમામશાહ બાવાની કબર ઉપર લાગેલ માટીની બદલવામાં આવે છે. આ ક્રિયાને સૈય્યદ ઈમામશાહ બાવાના વંશજ સૈય્યદોના હાથે કરવામાં આવે છે. જેણે સંદલ ક્રિયા કહેવામાં આવે છે. દર વર્ષની જેમ, વર્ષ ૨૦૧૭માં આ ક્રિયા ૨૧-૦૬-૨૦૧૭ ના કરવામાં આવેલ હતી. તેનો વિડીયો અહીં જોડેલ છે અને આપ જોઈ શકો છો….. Youtube Link: https://realpatidar.com/yt-video/series71 પરંપરા એવી છે કે કબરને ઠંડી રાખવા માટે માટીનો લેપ કરવામાં આવે છે. આ લેપમાં કરબલા (ઇરાક દેશમાં આવેલ એક શહર, જ્યાં, શિયા મુસલમાનના સર્વોચ્ચ, હઝરત મૌલા અલીના દીકરા ઈમામ હુસૈનની શહાદત થયેલ હતી), એટલે એ જગહની માટીને સુગંધિત સંદલના સાથે અન્ય વસ્તુઓ સાથે મેળવીને એક લેપ તૈયાર કરવામાં આવે છે. ઈમામશાહ દરગાહના “ઉર્સ” ના દિવસે ઈમામશાહના વંશજ સૈય્યદો, કબર ઉપર લાગેલ જુના લેપને ધોઈને કાઢી નાખે. એ ધોઈલી કબર ઉપર ઉપર બતાવેલ પ્રમાણે બનાવેલ નવો લેપ લગાડવામાં આવે છે. પરંપરા પ્રમાણે ધોયેલી […]
તા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે. તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં. પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ. હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે […]
Update: 23-Oct-2017 આપણી કેન્દ્રિય સમાજ એટલે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આપેલ આ ચુકાદાને તેમના મુખપત્ર “સનાતન ધર્મ પત્રિકા” માં પ્રકાશિત કરેલ છે. જે કલર કોપી હોવાથી અહીં પણ જોડવામાં આવેલ છે. Real Patidar Date: 12-Oct-2017 RealPatidar.com વેબસાઈટ પર આપણે હમેશાથી જે વાત કરતા આવ્યા છીએ કે સતપંથના જે ચાર પાયાઓ છે, જેમાં છે; ઈમામશાહ નિષ્કલંકી નારાયણ સતપંથ, અને પીરાણા આ ચાર પાયાઓથી જ્યાં સુધી સતપંથમાં ફસાયલ લોકોને દુર નહી કરાય, ત્યાં સુધી લોકો પીરાણા સતપંથ થી છૂટી નહી શકે. આ અંગે આગાઉ માહિતી જે વેબસાઈટ પર મુકેલ છે, તેમાં… Series 68 – Moksh Via Islam (https://realpatidar.com/a/series68) Series 34 – Satya Prakash -A book on history of Pirana Satpanth (https://realpatidar.com/a/series34) Series 64 – Satpanth Dasavatar – Clarification (https://realpatidar.com/a/series64) માહિતીઓમાં ભારપૂર્વક જણાવેલ છે કે ઉપર બતાવેલ ચાર પાયાઓ ઉપર પીરાણા સતપંથ ધર્મ ઉભો છે. તારીખ ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ-સનાતન વિવાદ […]