Series 71 -Pirana Sandal Ceremony 2017 / પીરાણા સંદલ ક્રિયા ૨૦૧૭

15-Jan-2018

પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહમાં દર વર્ષે, ઈરાનથી ઇસ્લામનો પ્રચાર કરવા આવેલ સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ, ઉર્ફે ઈમામશાહ બાવાની કબર ઉપર લાગેલ માટીની બદલવામાં આવે છે. આ ક્રિયાને સૈય્યદ  ઈમામશાહ બાવાના વંશજ સૈય્યદોના હાથે કરવામાં આવે છે. જેણે સંદલ ક્રિયા કહેવામાં આવે છે.

દર વર્ષની જેમ, વર્ષ ૨૦૧૭માં આ ક્રિયા ૨૧-૦૬-૨૦૧૭ ના કરવામાં આવેલ હતી. તેનો વિડીયો અહીં જોડેલ છે અને આપ જોઈ શકો છો…..

[archiveorg series71 width=480 height=360 frameborder=0 webkitallowfullscreen=true mozallowfullscreen=true]

Youtube Link: https://www.youtube.com/watch?v=f53mZw7H60s&feature=youtu.be

પરંપરા એવી છે કે કબરને ઠંડી રાખવા માટે માટીનો લેપ કરવામાં આવે છે. આ લેપમાં કરબલા (ઇરાક દેશમાં આવેલ એક શહર, જ્યાં, શિયા મુસલમાનના સર્વોચ્ચ, હઝરત મૌલા અલીના દીકરા ઈમામ હુસૈનની શહાદત થયેલ હતી), એટલે એ જગહની માટીને સુગંધિત સંદલના સાથે અન્ય વસ્તુઓ સાથે મેળવીને એક લેપ તૈયાર કરવામાં આવે છે.

ઈમામશાહ દરગાહના “ઉર્સ” ના દિવસે ઈમામશાહના વંશજ સૈય્યદો, કબર ઉપર લાગેલ જુના લેપને ધોઈને કાઢી નાખે. એ ધોઈલી કબર ઉપર ઉપર બતાવેલ પ્રમાણે બનાવેલ નવો લેપ લગાડવામાં આવે છે.

પરંપરા પ્રમાણે ધોયેલી જૂની માટીને એક તરફ ભેગી કરવામાં આવે છે. પાણી અને માટીના આ લેપને સુકાવી તે જૂની માટીની નાની નાની ગોળીઓ બનાવામાં આવે છે. આ ગોળીઓને અમીની ગોળી અથવાતો પાવળની ગોળી કહેવામાં આવે છે. આ ગોળીઓને સતપંથના ધાર્મિક સ્થળોમાં મોકલવામાં આવે છે.

સતપંથના ખાનાઓ, જેણે ઘણા લોકો નિષ્કલંકી મંદિર તરીકે ઓળખે છે, તેમાં આ ગોળીઓને પાણીમાં પીગળાવી દેવામાં આવે છે. આવી રીતે “પાવળ”નું પાણી તૈયાર કરવામાં આવે છે. જે કોઈ મુરીદ સતપંથના ધાર્મિક સ્થળમાં જાય, ત્યારે તેને પાવળનું પાણી પીવા માટે આપવામાં આવે છે.

આ ક્રિયામાં હિંદુ અને મુસલમાન સાથે મળીને મનાવે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઈમામશાહની કબર સામે બેસીને મૌલા અલીને ઉદ્દેશીને શિયા મુસલમાનોની પ્રથા પ્રમાણે કવ્વાલી ગાવામાં આવે છે. અજમેર દરગાહમાં પણ આ રીતે આવીજ કવ્વાલી ગાવામાં આવે છે.

હાલ વિડીયોમાં આપ ઈમામશાહના દરગાહની સામે આવેલ હઝાર બેગની કબર પાસે બેસીને ઈમામશાહને ઉદ્દેશીને કવ્વાલી ગાવામાં આવે છે, તે જોઈ શકો છો.

આ સાથે જોડેલ વિડીઓ દવારા આપ આ કાર્યક્રમની ઝલક જોઈ શકાય છે.

અમારા સુંધી ઇમેલ મારફતે વિડીયો મોકલનાર ભાઈ/બહેનને ખુબ ખુબ ધન્યવાદ

લી.

Real Patidar / રીયલ પાટીદાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *