તા. ૨૫-૧૧-૨૦૧૭
જય લક્ષ્મીનારાયણ,
સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે.
તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં.
પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ.
હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે.
પાટીદાર સંદેશના તંત્રીઓ પાસે, ઊંઝાના વડીલોની માફક, આપણી સનાતન સમાજના આગેવાનો જે આશા રાખે છે, તેમાં તેમનો સહયોગ સાચા Spirit થી મળતો રહેશે તેવી આશા રાખીએ છીએ. આને આપણી જ્ઞાતિ સંપૂર્ણ રીતે એક થઇ, સનાતન હિંદુ ધર્મ પાળતી થઇ જાય, તેવા કાર્યોને વધુ વેગ આપતા પ્રોતસાહન વધારતા લેખો પાટીદાર સંદેશના માધ્યમથી લોકોને મળે તેવી આપણા સર્વેથી લાગણી અને માંગણી રહેશે. સમાજ ધાર્મિક રીતે શુદ્ધ સનાતની બને અને સંગઠિત થાય તેવી આપણી મા ઉમિયા પાસે પ્રાર્થના.
લી.
રીયલ પાટીદાર
Download: https://archive.org/details/rpoe68