03-Sep-2019 થોડા દિવસ પહેલાં શ્રી ચંદુકાકા દ્વારા એક વિડીયો સંદેશ બહાર પાડવામાં આવેલ હતો, જેમાં તેઓ સતપંથ અંગે અમુક રજુઆતો કરેલ છે, જે લોકોને ભરમાવતી હોઈ, તેની પાછળની સત્ય સચ્ચાઈ દુનિયા સામે રજુ કરતો આ વિડીયો છે. https://archive.org/details/oe70_20190904 Real Patidar
08-Nov-2018 સતપંથ ધર્મના કારણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં વારંવાર ઉભી થતી મુશ્કેલીઓથી જ્ઞાતિ જનોને મુક્ત કરવા વિશ્વભરના કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે “કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા” દ્વારા તા. ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના સ્પષ્ટ ચુકાદો આપવામાં આવેલ છે, જેના પ્રમાણે દરેક કડવા પાટીદારને કાયમ માટે સતપંથ ધર્મ છોડી દેવાનું છે. સંપૂર્ણ ચુકાદો તમે અહીં વાંચી શકો છો… https://realpatidar.com/a/series70 સતપંથ સમાજ દ્વારા ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવાની સાથે ચુકાદાનું અપમાન કરવાના કારણે, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ દ્વારા સતપંથ ધર્મ પાળતા જ્ઞાતિ જનો સાથે બધાજ ધાર્મિક અને સામાજિક સંબંધો કાયમ માટે કાપી નાખવામાં આવેલ છે. આ અંગે તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના વિશેષ સભા બોલવામાં આવેલ હતી અને તેમાં ઠરાવો કરવામાં આવેલ હતા, જે અહીં જોડેલ છે. [pdf-embedder url=”https://realpatidar.com/wp-content/uploads/2018/11/2018-08-27-Gnati-Sudhar-Tharav-1.pdf”] તેવીજ રીતે તા. ૦૭-નવેમ્બર-૨૦૧૮ ના જાહેર સમાચાર પત્રોમાં એક મહત્વની જાહેરાત પણ આપવામાં આવેલ છે, જે અહીં જોડેલ છે. [pdf-embedder url=”https://realpatidar.com/wp-content/uploads/2018/11/Khulasa.pdf”] લી. રીયલ પાટીદાર Full Download: https://archive.org/details/series76
21-Aug-2018 આપ ઘણા સમયથી, realpatidar.com વેબસાઈટ પર મુકેલા સજ્જડ પુરાવાઓ મારફતે જોતા, વાંચતા તેમજ જાણતા થઇ ગયા છો કે “સતપંથ” ધર્મ એ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી મુસલમાન બનવવાનું કામ સહેલું કરવા માટેનું એક યંત્ર છે. આપણે જાણ્યું કે સતપંથમાં અડધા હિંદુ અને અડધા મુસલમાની તત્વો ભેળવીને એક સામાન્ય હિંદુ માટે મુસલમાન ધર્મ સમજવું અને સ્વીકારવું સહેલું કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ઘણી હિંદુ જ્ઞાતિઓ શિકાર બની. તેમનાની એક મુખ્ય જ્ઞાતિ છે લોહાણા જ્ઞાતિ. આ હિંદુ લોહાણા જ્ઞાતિ કેવી રીતે સતપંથ ધર્મના માધ્યમથી ધીરે ધીરે સંપૂર્ણ મુસલમાન ધર્મ પાળતી થઇ, એ વાત ઉપર એક સંશોધનકાર / શોધકર્તાએ એક પુસ્તક પ્રકાશિત કરેલ છે, જેમાં આ અંગે સંપૂર્ણ વિગતો આપેલ છે. આ પુસ્તકનું નામ છે, “એ મોડર્ન હિસ્ટરી ઓફ ઈસ્માઈલીસ” (A Modern History of the Ismailis). આ પુસ્તકનું પાંચમું ટોપિક છે “ફ્રોમ સતપંથી ટુ ઈસ્માઈલી મુસ્લિમ” (From Satpanthi to Ismaili Muslim) જેમાં લેખક “અસાની” ખુબ ઊંડાણથી આ સંપૂર્ણ પ્રક્રિયા લોકો સમકક્ષ મુકેલ […]
04-Aug-2018 ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર” લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો – સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું […]
Date: 24-Jul-2018 એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ… સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે. આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે. પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે. હાલમાં થોડા દિવસ પહેલાજ કચ્છ ગામ દુર્ગાપુર નિવાસી, શ્રી અર્જણ કરસન ધોળુ ગુજરી ગયા. તેઓના શરીરને અગ્નિદાહ દેવાના બદલે દફનાવવામાં આવ્યું. આ ઘટના મહત્વની હોવાના ચાર મુખ્ય કારણો છે. ૧) ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયની ગત સામાન્ય સભામાં સતપંથના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી રતનશી લાલજી વેલાણી એ મંચ ઉપરથી […]