Series 74 – પીરાણામાં હિંદુ – મુસ્લિમની એકતાના નામે છૂપું ધર્મ પરિવર્તન / Religious Conversion in name of Hindu-Muslim Unity – Pirana

04-Aug-2018

ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર”

લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.

છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો – સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું છે કે પીરાણા સતપંથ પર લોકોની શંકા કુશંકાઓ સાચી હતી.

તે સમય, એટલે વર્ષ ૧૯૯૧ના અરસામાં જ્યારે પહેલીવાર આ લેખ પ્રકાશિત કરવામાં આવેલ હતો, ત્યારે તે સમયના પીરાણાના ગાદીપતિ શ્રી કરસન કાકાએ આપેલ વક્તવ્યોના આધારે આ લેખ તૈયાર કરેલ છે.

આ લેખને સરળતાથી સમાજવ માટે છ (૬) ભાગમાં વિભાજીત કરીને વાંચવા જેવો છે. આ લેખની કોપી આ સાથે જોડેલ છે, જેમાં ઉપર જણાવેલ છ (૬) ભાગોને લાઈન પાડીને તારવેલા છે.

Part 1: હિંદુ દીકરીના લગ્ન એક મુસલમાન છોકરા સાથે થાય અને એ પણ ઘરવાળાઓથી ચોરી છુપી કોર્ટમાં થાય. ઈમામશાહના દરગાહની માનતા કરવાથી બન્ને ઘરવાળાઓ આ સંબંધને સ્વીકારી લે. ભાગેડુ લગ્નની વાતને પ્રોત્સાહન આપતી વાતો કરેલ છે. એટલે વિચારી લેજો, અગર તમે પીરાણા સાથે સંબંધિત છો તો, કદાચ કાલે તમારા દીકરા દીકરીઓ આવું કરે અને તેમાં કંઈ ખોટું થાય, તો તેના જવાબદાર પીરાણા સતપંથ હશે. શું તમારા દીકરા/દીકરીને અન્ય ધર્મમાં છોકરા/છોકરી સાથે પરણવા માંગો છો?

Part 2: ઈમામશાહ મૂળ ઈરાનના મુસલમાન છે. હિંદુ ધર્મ અને મુસલમાન ધર્મને મિશ્રિત કરી તેમણે એક નવો પંથ એટલે પીરાણા સતપંથ ધર્મ સ્થાપ્યો હતો. એટલે સાબિત થાય છે કે સતપંથ ધર્મ એ હિંદુ ધર્મથી જુદો છે. ઈમામશાહના મુખ્ય સાથીદાર અબ્દુર રહીમ બાવા હતા. (જેણે હાજર બેગ / હાજર રફીક કહેવામાં આવે છે અને તેમની કબર ઈમામશાહની કબર સામે છે.)

Part 3: પગમાં બેડિયું પહેરવાની પ્રથા પાછળ કેટલો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ છે, જે ઘણી વખત કુરિવાજ હોવા છતાં પણ સ્વીકાર્ય છે, તે આહીં જાણવા મળે છે.

Part 4: આજકાલ છાપાઓમાં ઢોંગી બાબાઓ અને ફકીરોની જાહેરાતો જોવા મળે છે, જેમાં મંત્રો અને કલમોથી દોરા-ધાગાઓ, વશીકરણ, ચમત્કાર, અટકેલા કામો પુરા થવા, લગ્ન સમસ્યા, બાળક, ધંધો વગેરેની સમસ્યાઓનો ઈલાજ કરી આપવાની ખાત્રીઓ આપતી જાહેરાતો જોવા મળે છે, તે પ્રમાણેની શ્રદ્ધાના નામે ચમત્કારોના દમ પર ઈમામશાહ બાવા ફળે છે, તેવી મન લુભામાની વાત કરેલ છે. નબળા મનના માણસો, સરળ સ્વભાવના માણસો આવી વાતોના શિકાર સહેલાઈથી બનતા હોય છે અને તેના તરફ અકર્ષાઈ જતા હોય છે. ઈતિહાસ કહે છે પોતાના ભોળા ભાઈઓ આવી ભ્રામક અને લુભામણી વાતોમાં ફસાઈ ન જાય અને વટલાઈન જાય એટલા માટે તેમના વટલેલ સતપંથી ભાઈઓને ઊંઝાથી ગામ અને દેશ બહાર કરેલ હતા, જે હાલ કચ્છમાં વસે છે.

Part 5: પીરાણામાં, નિષ્કલંકી નારાયણ (જે ઇસ્લામના ધર્મ ગ્રંથોમાં બતાવેલ એક મુસલમાન દેવ એટલે હજરત મૌલા અલી છે, તેનું નામ છે. નોંધ હિંદુ ધર્મ ગ્રંથોમાં નિષ્કલંકી નારાયણનો ક્યાંયય નામ નથી) ની પૂજા/બંદગી કરવામાં આવે છે. હિંદુ ધર્મને ખતમ કરવા બધુજ કરી છૂટેલો ક્રૂર અને કુખ્યાત ઔરંગઝેબે પીરાણામાં દીવા માટે પૈસા આપવાનું શરુ કરેલ. (પીરાણાના ખર્ચ માટે લગભગ ૪૦ વીઘા જમીન પણ આપેલ છે.) ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર માટે ઔરંગઝેબએ આ કામ કરેલ છે અને તે કામ આજે પણ ચાલુ છે.

Part 6: હિંદુ અને મુસ્લિમની એકતાની આદર્શવાદી વાતોના નામે હિંદુઓને પીરાણા સતપંથ તરફ આકર્ષિત કરી, તેમના મનમાં હળવેથી મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવવા પાછળનો હેતુ હોવાનું આ પાર્ટ વાંચવાથી જણાઈ આવે છે. કેમ ન હોય? કારણકે વિશ્વભરના મહાન શોધકર્તાઓ, યુનીવર્સીટીઓ, સરકારી દસ્તાવેજો, કોર્ટના જજમેન્ટો જેવા અસંખ્ય અન્ય દસ્તાવેજો અને પુરાવાઓ એવું કહે છે કે સતપંથ ધર્મની સ્થાપના પાછળની રણનીતિ માત્ર એટલી હતી, કે હિંદુ દેવી દેવતાઓનો ઉપયોગ કરી, હિંદુઓને સતપંથમાં આકર્ષીત કરી, તેમના મનમાં મુસલમાન ધર્મ પ્રત્યે નરમ ભાવ પૈદા કરી, મુસ્લિમ ધર્મને ધીરે ધીરે શ્રેષ્ઠ બતાવી, તેમણે સમય અંતરે મુસલમાન બનાવી નાખવાની છે. આજ રણનીતિ પ્રમાણે ચાલીને સિંધ અને કચ્છના ઘણાં હિંદુ લોહાણા સમાજો આજે પોતાને ખોજા મુસલમાન તરીકે ઓળખાવે છે.

Conclusion: ઉપર જણાવેલ મુદ્દાઓથી તમે સમજી શકો છો કે, પીરાણા સતપંથના વિષે છાપેલ આ લેખથી સ્પષ્ટ સાબિત થાય છે કે સતપંથની સ્થાપનાના ઉદ્દેશ હતા કે હિંદુઓને વટલાવી મુસલમાન બનાવવાના. તે ઉદ્દેશને આગળ ધપાવવાનું કામ આજે પણ ચાલુ છે. સમય અને સંજોગ પ્રમાણે વટલાવવાની પ્રક્રિયામાં થોડો ફેર છે, હેતુ ફેર નથી. બાહ્ય રૂપે મોટા ભાગે હિંદુ દેખાવ અપનાવેલ છે, પણ અંતરીક રીતે ઇસ્લામનું જે બીજ છે, તેને મજબૂતાઈથી પકડી રાખવામાં આવેલ છે.

                1.       ઈમામશાહને હિંદુ મહારાજ બતાવશે, પીરાણાને પ્રેરણા પીઠ બતાવશે, કરસન કાકાને કરસનદસ મહારાજ નામ આપશે, સતપંથને સતપંથ-સનાતન ધર્મ કહશે, પીરાણામાં જગ્યા જગ્યાએ ઓમ લખશે, હિંદુ દેવી દેવતાઓના ચિત્રો દોરશે, એક સાચા હિંદુ કરતા પણ વધારે કટ્ટર હિંદુ હોવાનો ઢોંગ કરશે, પણ તે બધુજ માત્ર હિંદુ સમાજને છેતરીને તેમની તરફ આકર્ષવા માટે છે.

                 2.       એક વખત આકર્ષાઈને આવે ત્યારે તેમને અટકાવી રાખવા, ઈમામશાહ બાવાના ચમત્કારો, ઈમામશાહ ફળે છે, અધૂરા કામો પુરા થાય છે, તેવી સતત કરેલ વાતોના દમ પર ઉભી કરેલ એક મોટી માયા જાળ બનાવી રાખવી.

                  3.       અને સતપંથમાં ફસાયેલ લોકો પાસે ધર્મના નામે ખુબ મોટા, દસોન્દ રૂપે વર્ષના આવકના ૧૦% રૂપિયા પડાવી લેવાની સજ્જડ વ્યવસ્થા છે.

માટે દરેક વ્યક્તિ જે સતપંથને હિંદુ ધર્મ માનીને તેની સાથે જોડાયલો હોય, અથવા તો જોડવા માંગતો હોય, તેવ વ્યક્તિને અમારા દ્વારા સાવચેત કરવાનો આ નમ્ર પ્રયાસ છે, અન્ય કંઈ નથી.

Real Patidar

Direct Download:

https://ia802900.us.archive.org/4/items/series74/Series74-ReligiousConversionInNameOfHindu-MuslimUnity-Pirana-D.pdf

Leave a Reply

One thought on “Series 74 – પીરાણામાં હિંદુ – મુસ્લિમની એકતાના નામે છૂપું ધર્મ પરિવર્તન / Religious Conversion in name of Hindu-Muslim Unity – Pirana”