OE 54 -Patidar Sandesh – Anti Social activities right under its nose/પાટીદાર સંદેશની નાકના નીચે સમાજ વિરોધી કામ

23-Mar-2013 ||  જય લક્ષ્મીનારાયણ  || પાટીદાર સંદેશની નાકના નીચે થતું સનાતન સમાજ વિરોધી કામનું કૌભાંડનો પર્દા ફર્શ થયો છે. આમાં પાટીદાર સંદેશના એક ઉચ્ચ પદાધિકારી – સીધી રીતે – સંડોવાયલા હોવાના પુરાવા મળતા, તેમના પાસેથી માફી પત્ર લઇને તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું. અમદાવાદ હોસ્ટેલ જમીન કાંડના મુખ્ય સૂત્ર સંચાલક અને કેન્દ્રીય સમાજમાં મંચ ઉપરથી સમાજને ધમકી આપનાર અને સમાજને તુચ્છ ગણાવનાર એવા દામજીભાઈ ગોગરીના ભાઈ, ગોવિંદભાઈ ગોગરી પોતે સંડોવાયલા છે. ગોવિંદભાઈ ગોગરી પાટીદાર સંદેશનું સંચાલન કરતી સંસ્થા પાટીદાર યુથ સોસાયટીના મંત્રી હતા. તેઓએ પાટીદાર સંદેશનું નરોડા કાર્યાલયમાંથી પાટીદાર સંદેશના ગ્રાહકોની યાદી અને તેમના સરનામાઓની યાદી  ચોરી કરીને સમાજ વિરોધી પુસ્તક – સમાજમાં ભક્તિની ક્રાંતિ – છપાવનાર લોકો સુધી પોહ્ચાડ્યા. લોક મુખે એમ સંભાળવા મળે છે કે આ પુસ્તક છાપવા પાછળ દામજીભાઈ ગોગરીનો મુખ્ય માણસ છે. પણ હું અત્યારે આ વાતની પુષ્ટિ નથી કરી શકતો. ઘટનાની તપાસ કરતા પાટીદાર સંદેશના કરતા-ધરતાને જયારે પૂરી જાણ થઇ ત્યારે, એક મીટીંગ બોલાવી, જેમાં […]

OE 53 -Teachers/Professors i.e., Saraswat Parivar have cut relations Satpanth / ટીચર-પ્રોફેસર એટલે સરસ્વત પરિવારે પણ સતપંથ સાથે સબંધ કાપી નાખેલ છે.

૧૨-૦૩-૨૦૧૩ ||  જય લક્ષ્મીનારાયણ  || સનાતની ડોક્ટરો દ્વારા સતપંથી ડોક્ટરો સાથે સબંદ કાપી નાખવાના સમાચાર વેગથી ફેલાતાજ આપણા ખાસ આધારભૂત સુત્રોથી જાણકારી આપવામાં આવેલ છે કે આપણા સમાજના ટીચર/પ્રોફેસર એટલે કે સરસ્વત પરિવારએ તો બહુ પહેલાંજ એટલે લગભગ સ્વર્ણિમ મહોત્સવના સમયથીજ સતપંથીઓ સાથે બધાજ સબંદ કાપી નાખ્યા છે. તેઓએ છેલ્લા ત્રણેક વર્ષથી સતપંથીઓ સાથે કોઈ કાર્યક્રમ કર્યો નથી. અને ભવિસ્યમાં ક્યારે પણ કરવાના નથી, તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. સરસ્વત પરિવારના સનાતની ટીચર/પ્રોફેસર જેવા ઉમદા વ્યવસાયના લોકોમાં બહુ પહેલેથી જાગૃતિ આવી ગઈ છે, તે બદ્દલ તેમને ખુબ ખુબ અભિનંદન અને આભાર. આપણને આ જાણકારી આપવા બદ્દલ સરસ્વાત પરિવારના ભાઈઓનો ખુબ ખુબ ધન્યવાદ. Real Patidar https://archive.org/details/OE053

OE 52 -Sanatani Doctors cut relations Satpanthi Doctors / બૌધિક વર્ગ (ડોક્ટરો) સતપંથ સાથે સબંધ કાપવા લાગ્યા.

11-Mar-2013 ||  જય લક્ષ્મીનારાયણ  || હવે અધિકૃત રીતે અમજના બૌધિક વર્ગે (ડોક્ટરો) પણ સનાતન ધર્મ વિષે ચોખવટ કરી નાખી છે. મળેલ ખબર પ્રમાણે, મોડાસામાં પાટીદાર મેડીકોસના સનાતની ડોક્ટરોએ સતપંથી ડોક્ટરો સાથે મળીને કાર્યક્રમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેઓએ નક્કી કર્યું કે અગર કાર્યક્રમ નહિ થાય તો કોઈ વાંધો નથી પણ સત્પનથીઓ સાથે કાર્યક્રમ નથી કરવો. હવે સનાતન ધર્મ જાગૃતિ બૌધિક વર્ગમાં ફેલાઈ રહી છે. તેનો ખરે ખાર અનેરો આનંદ છે. Real Patidar https://archive.org/details/OE052

OE 51 -Saraswati Sanman -Protest against Patidar Sarvoday Trust / સરસ્વતી સન્માન કાર્યક્રમમાં પાટીદાર સર્વોદય ટ્રસ્ટનો વિરોધ

15-Jan-2013 || જય લક્ષ્મીનારાયણ || ગત તા.૦૬-૦૧-૨૦૧૩ના માંડવી હોસ્ટેલ મધ્યે, સમાજનું સંપ, સંગઠન અને એકતાને તોડનાર એવું પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ જે સરસ્વતી સન્માન કાર્યક્રમ રાખેલ હતો, તે કાર્યક્રમ સામે ચેરીટી કામીસ્નરનો સ્ટે (રોક) આદેશ હતો. તેમ છતાં તે કાર્યક્રમ યોજીને પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ સમાજની એકતા, સંપ અને સંગઠન તોડવાનું કામ કરેલ છે. આવા કામોનો વિરોધ માંડવી વિસ્તારના લોકોએ એજ કાર્યક્રમ દરમ્યાન કરેલ જે તમે નીચે આપેલ વીડિઓમાં જોઈ શકશો… Video 1: Video: https://realpatidar.com/yt-video/mandvihostel1 Real Patidar

OE 50 -Stay against Patidar Sarvoday Trust’s Prize Distribution Function / પાટીદાર સર્વોદય ટ્રસ્ટનું ઈનામ વિતરણ કાર્યક્રમ પર સ્ટે

06-Jan-2013 ||  Jay Laxminarayan  ||   ||  જય લક્ષ્મીનારાયણ  || અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (એટલે કે કેન્દ્રિય સમાજ) ની માંડવી હોસ્ટેલ પર નિર્માણ સમિતિના અમુક ભાઈઓ દ્વારા માંડવી હોસ્ટેલની મિલકતને અન્ય ટ્રસ્ટ (એટલે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ) માં ફેરવવાનું જે કાવતરું કર્યું છે, અને તે કાવતરાના અંગે, તેઓ આજે માંડવી હોસ્ટેલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ કરવાના હતા. આ કાર્યક્રમને ચેરિટિ કમિસનારએ રોક લગાડેલ છે. વધુ જાણકારી માટે જુઓ નીચે. આપણી સનાતની સમાજની એકતા ને નુકસાન પોહચડવા વાળા લોકો, જે જેઓ સતપંથીઓનો સાથ લઈને આપણાં બધાજ લોકો સાથે દગો કરી રહ્યા છે, તેવા મવાળોને આ એક મોટો ફટકો છે. આ પ્રસંગે થયેલ અમુક રસમય કિસ્સાઓ આ પ્રમાણે સાંભળવામાં આવ્યા છે કે જ્યારે શ્રી શિવદાસ ગોવિંદ છાભૈયાને સ્ટે ઓર્ડર ની કોપી આપવા કોઈ ગયું ત્યારે બધી વાત સમજ્યા બાદ ત્યારે સહી કરવાની વારી આવી, ત્યારે તેઓએ નાટક કર્યો. તેમને ખોટા બહાનાની આડ લઈને કહ્યું કે મને દેખાતું નથી. જો તે સાચા હોત, […]