04-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || તા. ૦૨-૦૨-૨૦૧૧ (02-Feb-2011) ના અમદાવાદ હોસ્ટેલ જમીનના કૌભાંડ માં સંડોવાયેલા શ્રી દામજીભાઈ ગોગરી અને તેમના સતપંથી સાથીદારો દ્વારા થાણા (મુંબઈ) માં (All Heavens Banquet Hall, Flower Valley Complex, Eastern Express Highway, Thane West) સવારના ૯:૦૦ વાગેથી ૨:૦૦ વાગે સુધી, કહેવતો બીનસાંપ્રદાયિક ત્રીજો મોરચો ઉભો કરીને (સમસ્ત ક.ક.પા. ફાઉન્ડેસન, અહ્મ્દાવાદ નામની નવી સંસ્થા ઉભી કરીને) પૈસા ભેગા કરવા માટે મિટિંગ બોલાવેલી હતી. જેમાં સતપંથી ભાઈઓમાં મુખ્ય એવા ભાઈલાલભાઈ કે. પટેલ, હાલે અમદાવાદ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. આ ભાઈલાલભાઈ, સતપંથીઓનું “માસ્ટર માઈન્ડ” (Master Mind) કહો કે પછી “થીંક ટેંક” (Think Tank) કહો, તેમાંથી એક છે. સતપંથીઓના અન્ય માસ્ટર માઈન્ડ ગણાતા એવા વકીલ શ્રી સુરેશભાઈ કે ધોળુ સાથે ભાઈલાલભાઈ મળીને ત્રીજો મોરચો ઉભો કર્યો છે, જેનાથી સતપંથીઓના હિતનું રક્ષણ સહેલાઈથી કરી શકાય. આ સંસ્થા આપણી કેન્દ્રિય સનાસ્થાની પ્રતિસ્પર્ધી સંસ્થા તરીકે ઉભી કરવામાં આવી છે. આ સંસ્થા ને સાથ આપવું એટલે આપણી કેન્દ્રીય સંસ્થા સાથે દગો કરવા બરાબર […]
kutch
02-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || નીચે જણાવેલ અહેવાલ, એક પ્રખર સનાતનીભાઈ દ્વારા મોકલવામાં આવેલ છે. જણાવતા અત્યંત આનંદ થાય છે કે તા. ૩૦.૦૧.૨૦૧૧ ના પવિત્ર દિવસે સાબરકાંઠા ઉત્તર ઝોન અને દક્ષીણ ઝોન અને યુવા સંઘ સાબર ઝોન સાથે મળી ને “સમાજે પાટીદાર” નામે એક કાર્યક્રમ યોજેલ. આ કાર્યક્રમ માં ૬ થી ૭ હજાર સનાતની ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ માં હિંમત ભાઈની ટીમ સાથે પહેલી વાર કેન્દ્રીય સમાજ તેમજ યુવા સંઘના ટોચના હોદ્દેદારોએ ભાગ લીધો હતો . એટલુંજ નહીં સમસ્ત કડવા પાટીદારો ના સર્વેસવા વડીલ શ્રીમાન શ્રી કેશવલાલ શેઠ અને મણીભાઈ “મમી” પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકો સમક્ષ હિંમતભાઈ અને તેની ટીમના અભિયાનને પહેલી વખત જાહેર માં કેન્દ્રીય સમાજના ટોચ ના અધિકારીઓએ તેમના કાર્યની સરાહના કરી હતી. તેથી એવું ચોખું દેખાઈ આવે છે કે આ સનાતની જાગૃતિ અભિયાન ને હવે કોઈ સત્પંથી રોકી શકવા નું નથી. ઉપસ્થિત મહાનુભવોમાં નીચેના ભાઈઓ હાજર રહ્યા હતા અને વારાફરતી તેઓએ પોતાના મંતવ્યો આપ્યા […]
27-Jan-2011 FYI, નીચેનો ઈમૈલ વાંચો. Real Patidar www.realpatidar.com From: Kavita Patel kavitapatel909@gmail.com Date: 2011/1/27 Subject: કોલ્હાપુર ના સત્પનથી વડીલ શ્રી વીરજીભાઈ લાધાભાઇ ભાદાણી સત્પનથી ગઢ માં ગાબડું To: Maval Juval , Real Patidar , pradeepnathani@gmail.com સર્વે જ્ઞાતિજનોને જય લક્ષ્મીનારાયણ, સત્પનથી વડીલ શ્રી વીરજીભાઈ લાધાભાઇ ભાદાણી કોલ્હાપુર વાળા ના સત્પનથી ગઢ માં ગાબડું મવાળ સામે જુવાળ વાળા અભિયાન માં મને ફરી પાછું લખવાનું મન થાય છે. મને ઈમૈલ થી ખબર મળ્યા પ્રમાણે; ૧. સત્પંથના ખાં ગણાતા દેસલપારના શ્રી વીરજી લધા ભાદાણી ના ગામ કોલ્હાપુર મધ્યે તા. ૨૬.૦૧.૨૦૧૧ ના દિવસે શ્રી કોલ્હાપુર કચ્છ કડવા પાટીદાર સનાતન મિત્ર મંડળ હેઠળ એક ઐતિહાસિક સભા કોલ્હાપુર સમાજવાડીમાં જ બોલાવવા માં આવી હતી. ૨. આ સભામાં હાજર સભ્યોની સહી વાળું એક રજીસ્ટર રાખવા માં આવ્યું હતું. તેમાં સૌ સનાતાનીઓએ સહીઓ કરી હતી. એક વખત સહીઓ થઇ ગયા પછી એક બાંહેધરી પત્રની રજૂઆત થઇ હતી અને હાજર સભ્યોને પૂછવા માં આવ્યું હતું કે જેને આ રજીસ્ટરમાં સહી કરી […]
20-Jan-2011 || જય લક્ષ્મીનારાયણ || તાજેતરમાં સમાજનો જે વાચક વર્ગ છે એમને મહદ અંશે એવી ખાત્રી થઈ ગઈ છે, કે આપણી સમાજનું કહેવાતું મુખ પત્ર “પાટીદાર સંદેશ” એ ફક્ત જન્મ મરણના ફોટાંઓ અને જાહેર ખબરથી ભરેલું જોવા મળે છે. આ મેગેઝિનમાં એક બુદ્ધિ જીવ વર્ગ કે પછી જિજ્ઞાસુ વર્ગને લાભ થાય એવા કોઈ લેખો જોવા મળતા નથી. છેલા કેટલાય વર્ષોથી આ પરંપરા ચાલુ છે. આ પત્રમાં આપણી સમાજમાં બનતા ઘણા એવા વિવાદાસ્પદ બનાવો કે ઘટનાઓ વિષયે સત્ય હકીકતો પ્રકાશિત કરવાની ઉણપ સ્પષ્ટ વાચક વર્ગને દેખાય છે. જુદા જુદા લોકો દ્વારા આ બાબત અંગે ઘણી વખત પાટીદાર સંદેશના મેનેજમેન્ટના સભ્યોનું ધ્યાન દોરાવવામાં આવેલ છે. છતાં તેઓએ પોતાની કાર્ય શૈલીમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી. ઘણી વખત તેમના લખાણો, ખાસ કરીને તંત્રી લેખ વગેરે, બનેલ ઘટનાઓ પુરતો અભ્યાસ કર્યા વગર મનસ્વી રીતે લખી નાખવામાં આવેલ છે. દાખલા તરીકે, તાજેતરમાં જે સતપંથ અને સનાતનનો વિવાદ ચાલી રહ્યો છે, તે અંગે જીણવટ ભર્યું અવલોકન […]
17-Jan-2011 From: Laxminarayan Sanatan Hitchintak sanatanhitchintak@gmail.com Date: 2011/1/17 Subject: દક્ષીણના સનાતાનીઓએ સતપંથ નો ગઢ હવે જીત્યો To: realpatidar@googlegroups.com, Pradeep Nathani pradeepnathani@gmail.com Cc: Nitesh Chhabhaiya, Khanti Satpanthi nitesh.chhabhaiya@gmail.com ખબર આવ્યા છે આનંદ ના. તે પણ દક્ષીણ ભારત માં થી. ટરા રા રા રા…….ટરા રા રા રા …….. સર્વે સનાતની ભાઈ-બહેનો. ગણા દિવસના સનાતાનીઓના પ્રયત્નો પછી એક સફળતા મળી છે સનાતાનીઓને તે પણ દક્ષીણ ભારતમા કે જ્યાં મુમના સત્પન્થીઓનો ગઢ છે. સનાતાનીઓએ બરાબરનું બાકોરું સત્પન્થીઓના ગઢમા પાડ્યું છે. વાત એમ છે કે; ૧. દર વરસની જેમ આ વરસે પણ આખા તામીલનાડ અને કેરાલાના જ્ઞાતિ બંધુઓની સામાન્ય સભા કુમ્ભકોણમમાં ઉતરાયણના દિવસે મળેલ હતી. ૨. આ સભામાં દક્ષીણ ભારતના એક એક સત્પનથી ત્યાં હાજર રહ્યા હતા બૈરી – છોકરાં સહીત. આગલા દિવસે એટલે તા.૧૪.૦૧.૨૦૧૧ના દિવસે કારોબારી સભામાં સનાતાનીઓ એ સત્પન્થીઓ ઉપર હાવી થઈને પુરવાર કર્યું હતું કે પાખંડી પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને લાયક ધર્મ નથી. ને કેન્દ્રીય સમાજના આદેશોને આપણે ચુસ્તપણે પાલન કરવું પડશે એવું નક્કી થયું હતું. […]