02-Feb-2011
|| જય લક્ષ્મીનારાયણ ||
નીચે જણાવેલ અહેવાલ, એક પ્રખર સનાતનીભાઈ દ્વારા મોકલવામાં આવેલ છે.
જણાવતા અત્યંત આનંદ થાય છે કે તા. ૩૦.૦૧.૨૦૧૧ ના પવિત્ર દિવસે સાબરકાંઠા ઉત્તર ઝોન અને દક્ષીણ ઝોન અને યુવા સંઘ સાબર ઝોન સાથે મળી ને “સમાજે પાટીદાર” નામે એક કાર્યક્રમ યોજેલ. આ કાર્યક્રમ માં ૬ થી ૭ હજાર સનાતની ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા.
આ કાર્યક્રમ માં હિંમત ભાઈની ટીમ સાથે પહેલી વાર કેન્દ્રીય સમાજ તેમજ યુવા સંઘના ટોચના હોદ્દેદારોએ ભાગ લીધો હતો . એટલુંજ નહીં સમસ્ત કડવા પાટીદારો ના સર્વેસવા વડીલ શ્રીમાન શ્રી કેશવલાલ શેઠ અને મણીભાઈ “મમી” પણ ઉપસ્થિત રહ્યા હતા.
લોકો સમક્ષ હિંમતભાઈ અને તેની ટીમના અભિયાનને પહેલી વખત જાહેર માં કેન્દ્રીય સમાજના ટોચ ના અધિકારીઓએ તેમના કાર્યની સરાહના કરી હતી. તેથી એવું ચોખું દેખાઈ આવે છે કે આ સનાતની જાગૃતિ અભિયાન ને હવે કોઈ સત્પંથી રોકી શકવા નું નથી. ઉપસ્થિત મહાનુભવોમાં નીચેના ભાઈઓ હાજર રહ્યા હતા અને વારાફરતી તેઓએ પોતાના મંતવ્યો આપ્યા હતા
૧. કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ કરમશી નાકરાણી – આજની સભાના અધ્યક્ષ
૨. કેન્દ્રિય સમાજ ના ઉપ-પ્રમુખ શ્રી મનસુખભાઈ રૂડાણી
૩. પ્રખર સનાતની શ્રી હિંમત ભાઈ રતનશી ખેતાણી
૪. પ્રખર સનાતની શ્રી રમેશભાઈ માવજી વાગડિયા
૫. પ્રખર સનાતની શ્રી પ્રેમજીભાઈ કેશરાણી
૬. પ્રખર સનાતની શ્રી જયંતીભાઈ લાકડાવાલા
૭. પ્રખર સનાતની અને માજી ઉપ પ્રમુખ યુવા સંઘ – શ્રી રમેશભાઈ મુળજી ગોરાણી
૮. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના પ્રમુખ શ્રી કેશવલાલ શેઠ
૯. ઉમીયા માતાજી સંસ્થાન ઊંઝા ના વડીલ શ્રી મણીભાઈ “મમી”
૧૦. ઉમિયા માતાજી સંસ્થાન ના અગ્રણી શ્રી સીતારામભાઇ કેશરી,
૧૧. નવા તરવરિયા યુવા સંઘ ના પ્રમુખ સનાતની શ્રી ગૌરાંગભાઈ ધનાણી વગેરે વગેરે…..
આ સભાના આયોજકોએ કેન્દ્રિય સમાજની ૨૯ ઝોન માં થી કોઈએ ન કરી હોય એવી હિંમત કરીને ઠરાવો પસાર કર્યા અને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તાક્ષર પણ તે ઠરાવો ઉપર કરાવ્યા હતા.
શ્રી પ્રેમજીભાઈ કેશરાણી એ ધાર્મિક બાબતે સમાજ ની અત્યાર સુધીની ભૂમિકા શું રહી હતી તે વિષે જણાવ્યું હતું.
શ્રી રમેશભાઈ વાગડિયા એ જ્ઞાતિ અને સમાજનો ઘટના કર્મ જણાવ્યો હતો અને ધાર્મિક ક્ષેત્રે સમાજ ક્યાં ભૂલ્યો તે જણાવ્યું હતું. રમેશભાઈએ કેન્દ્રિય સમાજના પ્રમુખને સંબોધીને ખુલ્લમ ખુલ્લું કહ્યું હતું કે ” સમાજ ની કારોબારી માયેલા દુધ અને દહીંમાં પગ રાખવા વાળા ઓ થી હવે ડરતા નહીં. કંઈ પણ થશે તો અમે સૌ સનાતાનીઓ તમારી સાથે છીએ તમારી પડખે હમેશાં ઉભા રહેશું.
શ્રી હિંમતભાઈ એ કેન્દ્રિય સમાજ ની ધાર્મિક બાબતે સિદ્ધાંતિક જવાબદારીઓ ની છણાવટ કરતા કહ્યું હતું કે સમાજ કોને કહેવાય? સમાજ એને જ કહેવાય જ્યાં વ્યવસ્થિત લોકોનો જન સમુદાય એકજ ધર્મ પાળતો હોય, એકજ રીતિરિવાજ પાળતો હોય અને એકજ આચાર વિચારને વરેલો હોય.અન્યથા એ માત્ર જન સમુદાય જ કહેવાય. સમાજ કોઈ દિવસે ધર્મ નિર્પેક્ષ હોઈજ ન શકે.
શ્રી જયંતભાઈ લાકડાવાલા એ કેન્દ્રીય સમાજના અગ્રણીઓ હજી સુધી સત્પંથ ધર્મ પાળતા લોકોને કેન્દ્રીય સમાજ ન સમાવી શકે એવી ખુલ્લી સ્પષ્ટતા શા માટે સભ્યો ને લેખિતમાં નથી જણાવતા. તેઓએ એ પણ જણાવ્યું હતું કે કેન્દ્રિય સમાજ અને તેની અંતર્ગત આવતી ઝોનો અને તમામ ઘટક સમાજો ની કોઈ પણ સભાઓ માં સર્વ પ્રથમ આપણે સૌ સનાતાનીઓ છીએ એવા શબ્દો થી શુરુઆત કરશું તો આવતા સમય માં સનાતન ધર્મ ની મશાલ જાગૃત રહેશે. કેન્દ્રીય સમાજના સનાતન ધર્મ ના પ્રચાર પ્રસાર કાર્ય માં સનાતન યુવા સંઘનો કેવો રોલ રહેશે તે બાબતની છણાવટ કરી હતી.
શ્રી ગૌરાંગભાઈ ધનાણી એ યુવા સંઘ ની સ્થાપના વખતે ના મૂળભૂત ઉદ્દેશો માં સનાતન ધર્મ માટે યુવા સંઘ કટીબધ હતું – છે – અને રહેશે તેવી યુવા સંઘ તરફ થી બાન્હેધરીઓ આપી હતી.તેઓએ એક વાત ઉપર ખાસ ભાર મુક્યો હતો કે સનાતન ધર્મ બાબતે કેન્દ્રીય સમાજને આથવા તો તેની અંતર્ગત આવતી તમામ એ તમામ સંસ્થાઓ કે સમાજોએ તેની દરેક મીટીંગો માં કે કાર્યક્રમોમાં આપણો ધર્મ સનાતન ધર્મ છે એવો ઉલ્લેખ અચૂક કવાનો રહેશે જે થી આપણે આપણા ધર્મ ને ભૂલી ન જઈએ અને સત્પંથ તરફ આપણે અથવા તો આપણી ભાવી પેઢી ભૂલથી પણ ખેંચાઈ ન જાય.
મુખ્ય મહેમાન તરીકે આવેલા શ્રી મણીભાઈ ‘મમી’ એ તેમનું મંતવ્ય આપતા કહ્યું હતું કે સનાતન ધર્મ આપણો મૂળ ધર્મ છે અને ઉમિયા માતાજી આપણા કુળદેવી છે. આ ઈન્ટરનેટ ન યુગ માં હજી આપણ ને કેટલા સત્પન્થીઓ ને સમજાવવા પડશે કે સત્પંથ આપણી જ્ઞાતિનો ધર્મ નથી. ઉમિયા માતાજી સંસ્થાને તો છેક ૩૫ વરસ પહેલા ઠરાવ પસાર કરીને સ્પષ્ટતા કરી દીધી હતી કે પીરાણા સત્પંથ માં થી આપણા કડવા પટેલોને બહાર કાઢવા માટે આ સંસ્થા સર્વ પ્રયત્નો કરશે. હજી સુધી આ હિંમત ભાઈ ને અને રમેશભાઈને ભારતભરમાં કેટલી સભાઓ કરવી પડશે? જ્ઞાતિની અખંડતા રાખવી હશે તો નાનક્દાસને ફરી વખત હું વિનંતી કરુછું કે પીરાણું મુકવું પડે તો મૂકી દેજો, ગાદીનો ત્યાગ કરવો પડે તો કરી દેજો, પણ જ્ઞાતિને એક રાખવા માટે કેન્દ્રીય સમાજના સનાતની પ્રવાહ માં ભળી જજો.
શ્રી રમેશભાઈ ગોરાણી એ પોતની આગવી શૈલી માં બોલતા જણાવ્યું હતું કે આ મુમના ઓ નો આપણી કેન્દ્રિય સમાજ માં થી સફાયો હવે થવોજ જોઈએ. હવે તેઓને એકલ દોકલ ભેળવવાનું બંધ કરીએ નહીં તો આજે તેઓ સપોલીયું બનીને આપણા વચ્ચે બેસી જશે અને આવતી કાલે સાપ બનીને ફરી પાછી ફેણ મારશે.
જ્ઞાતિ શિરોમણી શ્રી રામજીભાઈ કરમશી નાકરાણી એ તેમના વક્તવ્યમાં પોતે પીરાણા ના નીશ્કલંકી ધામ નખત્રાણા ના ઉદ્ઘાટન માં ગયા હતા તે મારી ભૂલ હતી એવું જાહેર માં કબુલ્યું હતું. કદાચ મારી આ ભૂલને લીધેજ હિંમતભાઈ – રમેશભાઈ – પ્રેમજીભાઈ ને આ સનાતન જાગૃતિ અભિયાન ચાલુ કરવું પડ્યું હશે તો હું એનો નિમિત્ત બન્યો છું. અને સ્વર્ણિમ મહોત્સવ પહેલાં અને પછી સત્પંથી ભાઈઓ ની નકારાત્મક ગતિવિધિઓ ને લઈને કેન્દ્રીય સમાજને ઘણું બધું નુકશાન પહોંચ્યું છે અને તેથી આપણે ધર્મ બાબતે વધુ ને વધુ સંઘઠીત થઇ મજબુત થતા ગયા તે સારી વાત છે. હવે આપણને વધુ મજબુત થવું છે અને દરેક ઝોન અને ઘટક સમાજોએ કેન્દ્રીય સમાજના આદેશ મુજબ વર્તવાનું રહેશે અને તેમાં તે લોકોને કંઈ પણ તકલીફ પડે તો કેન્દ્રિય સમાજનો સંપર્ક તુરંત કરવાની હું ભલામણ કરું છું.
આ સાથે ઠરાવોની સ્કેન કરેલ કોપી પણ મોકલાવેલ છે.
Real Patidar
www.realpatidar.com
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/7ys1cqrukd