04-Feb-2011
|| જય લક્ષ્મીનારાયણ ||
તા. ૦૨-૦૨-૨૦૧૧ (02-Feb-2011) ના અમદાવાદ હોસ્ટેલ જમીનના કૌભાંડ માં સંડોવાયેલા શ્રી દામજીભાઈ ગોગરી અને તેમના સતપંથી સાથીદારો દ્વારા થાણા (મુંબઈ) માં (All Heavens Banquet Hall, Flower Valley Complex, Eastern Express Highway, Thane West) સવારના ૯:૦૦ વાગેથી ૨:૦૦ વાગે સુધી, કહેવતો બીનસાંપ્રદાયિક ત્રીજો મોરચો ઉભો કરીને (સમસ્ત ક.ક.પા. ફાઉન્ડેસન, અહ્મ્દાવાદ નામની નવી સંસ્થા ઉભી કરીને) પૈસા ભેગા કરવા માટે મિટિંગ બોલાવેલી હતી.
જેમાં સતપંથી ભાઈઓમાં મુખ્ય એવા ભાઈલાલભાઈ કે. પટેલ, હાલે અમદાવાદ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. આ ભાઈલાલભાઈ, સતપંથીઓનું “માસ્ટર માઈન્ડ” (Master Mind) કહો કે પછી “થીંક ટેંક” (Think Tank) કહો, તેમાંથી એક છે. સતપંથીઓના અન્ય માસ્ટર માઈન્ડ ગણાતા એવા વકીલ શ્રી સુરેશભાઈ કે ધોળુ સાથે ભાઈલાલભાઈ મળીને ત્રીજો મોરચો ઉભો કર્યો છે, જેનાથી સતપંથીઓના હિતનું રક્ષણ સહેલાઈથી કરી શકાય. આ સંસ્થા આપણી કેન્દ્રિય સનાસ્થાની પ્રતિસ્પર્ધી સંસ્થા તરીકે ઉભી કરવામાં આવી છે. આ સંસ્થા ને સાથ આપવું એટલે આપણી કેન્દ્રીય સંસ્થા સાથે દગો કરવા બરાબર છે. સાથે સાથે દામજીભાઈ ગોગરી નું છેલું સમાજની સામાન્ય સભાનું વક્તવ્ય કોણ ભૂલી શકે કે જેમાં તેમણે ભર સભામાં સમાજને ચેલેંજ આપી છે કે તમારાથી જે થાય ઈ કરી લો.
આ વાતની પુરેપુરી જાણકારી હોવા છતાં, ઉમિયા માતાજી મંદિર સંસ્થા ના પ્રમુખ, શ્રી રવિલાલ કેસરા રામજીઆણી અને મુંબઈ સમાજના એક ટ્રસ્ટી શ્રી રવિલાલ શિવગણ પોકાર, ઉપર જણાવેલ પ્રમાણેની મિટિંગમાં હજાર રહ્યા હતાં. આવા લોકો દેખાવ તો સનાતનીનો કરે છે પણ અંદરથી સતપંથી સાથે ભળેલા છે. આવા લોકો આપણી સમાજનો વિશ્વાસ ખોઈ બેઠા છે. રવિલાલ કેસરા જેવા નબળા અને માવળ નેતા આપણી “સનાતની” સમાજ દ્વારા (કેન્દ્રિય સમાજ દ્વારા નહિ), ઓધવરામ મહારાજની પ્રેરણા થી, ઉભી કરેલી સંસ્થાના પ્રમુખ તરીકે શું લાયક વ્યક્તિ છે?
શું શ્રી રવિલાલ કેસરા અને રવિલાલ શિવગણના રાજીનામાં તરતજ લઈ લેવાં (માંગી લેવાં નહીં, પણ લઈ લેવાં) ના જોઈએ?
માવળ સામે જુવાળ ટીમ
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/bdd0n951fbctkpggj0mz