તા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે. તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં. પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ. હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે […]
sanatan
28-Jul-2017 જય લક્ષ્મીનારાયણ, આ ઇમેલ સાથે, ક.ક.પા.(USA) સમાજના માજી પ્રમુખ અને પ્રખર મહિલા નેતા, શ્રીમતી રૂક્ષમણીબેન નાકરાણી તથા યુવાસંઘના માજી પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ધનાણીની સતપંથ વિષે થતી ચર્ચાની ઓડીઓ ફાઈલ જોડેલ છે. આ ચર્ચામાં વચ્ચે વચ્ચે અમુક અન્ય ભાઈઓના અવાજો પણ સંભાળવા મળે છે, તેમાં CA ભવનભાઈ લીંબાણી, તેમજ દામોદરભાઈ કચ્છી છે. આ ચર્ચામાં રૂક્ષ્મણીબેન પોતાના દાદા, દાદી તેમજ તેમના પિતાને લઈને સતપંથ વિષેના પોતાના અનુભવો અને વિચારો રજુ કરેલ છે, જે દરેક મહિલાઓએ અનુસરવા જેવા છે. શ્રીમતી રૂક્ષ્મણીબેનની રાજા લઈને, શ્રી ગૌરાંગભાઈના અનુરોધથી, તેમને સૂચિત કરીને, તેમના મિત્રોએ આ ઓડીઓ રેકોર્ડીંગ મોકલેલ છે અને વિનંતી કરેલ છે કે આ રેકોર્ડીંગને જન જન સુધી પોહ્ચાડવામાં આવે. (ઉપર બતાવેલ બટન પર ક્લિક કરો….) Real Patidar Download: https://archive.org/details/rpoe67
04-Apr-2013 || જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં સમાન વિચારધારાવાળી સર્વે સનાતની સમાજને એક સુત્રે બાંધવાના ઉમદા હેતુથી “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈ”ની સ્થાપના તા.૨૩-૦૧-૨૦૧૩ના થઇ ગયેલ હતી. આ સમાજની પહેલી કારોબારીની નિમણુંક અને પહેલી સામાન્ય સભા અને સ્નેહ મિલનનો કાર્યકમ ખુબજ દબદબો મચાવે તેવી રીતે ૩ દિવસ દરમ્યાન ઘાટકોપર, ડોંબીવલી અને થાણા મધ્યે મુખ્યતઃ માનવામાં આવ્યો. આ સમાજ કેવળ સનાતની લોકો દ્વારા સનાતનીઓના હિત માટેજ બનાવામાં આવેલ છે. આ સમાજ સતપંથ ધર્મને સનાતન ધર્મનો ભાગ ગણતી નથી. એટલા માટે સતપંથીઓ આ સમાજના સભ્ય બની શકશે નહિ. આ પ્રસંગનો અધિકૃત અહેવાલ જે સમાજે બહાર પાડેલ છે, તે અહીં નીચે જોડેલ છે. રીયલ પાટીદાર. ૦૨-૦૪-૨૦૧૩ || જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિ, એક ઇતિહાસ સર્જાયો સંસ્કારધામથી મુંબઈ આવેલ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના રથની યાત્રા અને સામાજિક સભાનો અહેવાલ શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈની સ્થાપના પ. પુ સંત શ્રી ઓધવરામ મહારાજશ્રી ની નિર્વાણ તિથિ […]