hindu

150 posts

OE 23 – Pune Samaj Constitution -Satpanthis cannot become members / પુણે સમાજ બંધારણ – સતપંથીઓ મેમ્બર નહિ બની શકે

09-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || થોડા દિવસ પહેલાં, પુણે સમાજે પોતાના સમાજનું બંધારણમાં ચોખવટ કરતો સુધાર કર્યો અને તે પ્રમાણે ચોખવટ કરી નાખી કે સતપંથ ધર્મમાં માનનારાઓ આ સમાજના સભ્ય નહિ બની શકે. ઘણી સમાજોના બંધારણમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે ફક્ત સનાતન ધર્મ પાળનાર લોકોજ તેના મેમ્બર બની શકશે. પણ પુણે સમાજે જે એક કદમ આગળ વધીને વધુ ચોખવટ કરી નાખી કે પીરાણા સતપંથને માનનાર અને તેની વિધિઓ કરનાર લોકો, એ સમાજ ના સભ્ય બની શકશે નહીં. તે બંધારણના અમુક મુખ્ય પાના આ ઈમૈલ સાથે જોડેલાં છે. અને વધુમાં આહી પણ જોઈ/વાંચી શકો છો…. Update 2017-01-14: https://archive.org/details/OE023 આવું ચોખે ચોકો ખુલાસો કોઈ બંધારણમાં હોય તેવું બંધારણ મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યું છે. પુણે સમાજ અને તેના હોદેદારો ને આવા ચોખવટ વાળા બંધારણ પાસ કરાવવા બદ્દલ તેમનો આભાર અને તેમણે અભિનંદન. Real Patidar www.realpatidar.com Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/h3qom2mrfc https://archive.org/details/OE023

Series 24 – Persons and reasons behind embracing Laxminaryan Sect / લક્ષ્મીનારાયણ સંપ્રદાય અપનાવવા પાછળના કારણો અને લોકો

Update: 13-Jan-2017 – Changed links to archive.org 07-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || આપણો સમાજે પીરાણા સતપંથ ધર્મ ત્યાગ્યો, તો ત્યાર પછી લક્ષ્મીનારાયણ ભગવાન કેવી રીતે આપણા ઈસ્ટ દેવ બન્યા? આપણા માં થી ઘણા લોકો ને આ વાતની જાણ નથી. ઘણા લોકો તો એમજ સમજે છે કે આપણા સમાજમાં પીઢીઓ થી લક્ષ્મીનારાયણ ભગવાન પુજાય છે. આ વાત નો ખુલાસો આપતું રમેશભાઈ માવજીભાઈ વગાડીયનું આ તા. ૨૨-૦૮-૨૦૧૦ ના દેશલપર (વાંઢાય) માં આપેલ ભાષણ ને ધ્યાન થી વિશ્લેષણ (Analyse) કરશો તો જાણશો. રમેશભાઈનું ભાષણ, અને તેમના દ્વારા રજુ કરેલ મહત્વના મુદ્દાઓને હાયલઇટ કેરીને આ ઈમૈલ સાથે જોડેલ છે. જરૂરથી વાંચશો. લખેલું (બોલેલું) ઓછું છે પણ ઘણું બધું વાંચવાનું (સમજવાનું) છે. આ ઈમૈલ અને ભાષણ તમે આહી પણ વાંચી શકશો…. https://archive.org/details/Series24-PersonsAndReasonsBehindEmbracingLaxminarayanSect રમેશભાઈએ તેમના ભાષણ માં જે રતનશી ખીમજી ખેતાણી બાપા ના પ્રતિમા (પુતળું) આપણ સંસ્કાર ધામ માં મુકવાની જે વાત રજુ કરી છે, તે વાત ને મારો જોરદાર ટેકો છે અને… … વિનંતી કરું છું […]

GE 9 – Agni Sanskar – Samadhi – Dafan Vidhi -Difference / અગ્નિ સંસ્કાર – સમાધી – દફન વિધિ વચે ફરક

05-Oct-2010 From: Mohanlal Patel teaktimber1990@gmail.com Date: 2010/10/5 Subject: [RP Group] AGNISANSKAR To: realpatidar@googlegroups.com ઇસ્લામ પ્રેરિત ખાનાપન્થીઓ દફન વિધિ ને હિંદુ સંસ્કારમાં પ્રતિપાદિત કરવા મથી રહ્યા છે,ને વેદોના મંત્રો ને મન ઘડિત અર્થો કરીને લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે. હિંદુઓ ક્યારેપણ દફનવિધિને અનુમોદન અપાતાનથી.સિવાય કે અતિત જ્ઞાતિ [ગોસાઈ ].હિંદુઓમાં કોઈકોઈહલકી વર્ણ ના લોકો દફનવિધી કરે છે.મુસલમાનોનું જોર હતું ત્યારે આ હલકી કોમ આપણી જેમ તેમનાથી દબાયેલી હતી.ને આપણી જેમ તેઓમાં પણ મુસ્લિમ આચારો રહી ગયા છે હવે આપણને નક્કી કરવાનું છે કે આપણને ઉચ્ચ ખુમારીવાળી જ્ઞાતિમાં ખપાવવું છે કે સરકારી બ્રાહ્મણ એવી હલકી કોમમાં ખપાવવું છે દફન વિધિનેપ્રમણિત કરવાસંતો મહંતો ની સમાંધીઓના દાખલાઓ આપીને જ્ઞાતિજનો માં ગેર સમજણ ઉભી કરી રહ્યા છે.સંતો કે સિદ્ધ પુરુષો ને ઈચ્છા મૃત્યુ હોય છે.તેઓએ પોતાના પ્રાણ ને વશ કરેલો હોય છે.પોતાના પ્રાણને બ્રહ્માંડ માં મૂકી દે છે, એટલે કે પોતાના મસ્તિષ્કમાં ઉપરના ભાગમાં મૂકી દે છે. તેમના મસ્તિષ્કમાં પ્રાણ હોવાથી તેમને અગ્નિ સંસ્કાર અપાતો નથી. […]

Series 23 – Dasond -Wrong meaning on Satpanth’s website / દસોન્દનો ખોટો અર્થ સતપંથના વેબસાઈટ પર મુક્યો છે.

Update: 13-Jan-2017 – Changed links to archive.org 27-Sep-2010 || Jay Laxminaryan || || જય લક્ષ્મીનારાયણ || નિતેશભાઈના કુકર્મ ની વધુ બે નમૂનાઓ તમારી સામે મુકું છું. સાચા સત્પનથી ભાઈઓ ચેતો આવા ખોટા માણસ થી. નિતેશભાઈ ના કુકર્મનો નમુનો નીચે પ્રમાણે છે: “દસોન્દ”નું અર્થ: દસોન્દનો અર્થ (મતલબ) આપણે સહુ જાણીએ છીએ. પોતાની વાર્ષિક કમાઈનો દસમો ભાગ ને દસાઉંસ કે દસોન્દ કહેવાય છે. સતપંથ ધર્મ માં (ઇમામુદ્દીન (ઈમામ શાહ) / નર મોહંમદ શાહ ના સમય થી) દરેક અનુંયાયોને (માનસિક રીતે દબાણ આપીને) તેમની પાસેથી દર વર્ષે દસોન્દ લેવામાં આવે છે. સતપંથ ધર્મનો મૂળ આધાર દસોન્દ આપમાં છે. ઘણા બધા પુસ્તકો અને પીરાણાના કોર્ટ કેસોમાંઆ વાતનો ચોખો ઉલ્લેખ છે. આ તો જગ જાહેર વસ્તુ છે. આપણા વડીલો પાસેથી આપણે આ વાત ઘણી વખત સાંભળી પણ છે. આવી દીવા જેવી વાતનો કેવો ખોટો મતલબ, નીતેશભાઈએ તેમની વેબસઈટ પર મુક્યો છે તે હવે જુવો. નિતેશભાઈની વેબસાઈટ પ્રમાણે: “મળૂ બધં ના અંદર બતાવયું છે કે ૧ શ્વાસ […]

OE 22 – Virani Gadh -Mandvi Taluka -1 family quits Satpanth and embraces Sanatan Dharm / વિરાણી ગઢ -માંડવી તાલુકો -૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ સ્વીકાર્યો

19-Sept-2010 || જય લક્ષ્મીનારાયણ || આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે વિરાણી નાની (ગઢ) ગામમાં ૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે. આ ૧ પરિવારોની વિગત આ પ્રમાણે છે; નાનજી કેશરા ભગત -ડોમ્બીવલી – મુંબઈ -સભ્યોની સંખ્યા: ૧૦ ઉપર જણાવેલ પરિવારને તેમની આસ્થા અને નિષ્ઠા સનાતન ધર્મ પર હમેશ માટે રહશે તેવી બહેન્દરી અને વિશ્વાસ સમાજના વડીલોને આપ્યો છે. ટૂંકમાં તેવોએ બહેન્દરી પત્ર પણ સહી કરીને સમાજને સોપ્રત કરશે. સનાતન સમાજ અને ઉપર જણાવેલ ૯ પરિવારોના તમામે તમામ સભ્યોને ખુબ ખુબ ધન્યવાદ. માં લક્ષ્મી તેમના પર કૃપા કરશે એવી આશા વ્યક્ત કરું છે. Real Patidar Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/6bqzr6o2cq https://archive.org/details/OE022