દિનાંક: ૨૬-ઓકટોબર-૨૦૨૨
તાજેતરમાં, દિનાંક ૧૭ થી ૧૯ ઓકટોબર ૨૦૨૨ દરમિયાન, તમે પીરાણામાં વિષ્ણુના દશાવતારની મૂર્તિઓની કહેવાતી સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ ના સમાચારો સાંભળ્યા હશે.
ત્યાં એવો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કે પીરાણામાં ક્રાંતિકારી બદલાવો કરવામાં આવી રહ્યા છે. અને મુસલમાની તત્વોને દૂર કરવા માટે કમર કસી છે. માટે સતપંથ છોડવાની કોઈ જરૂર નથી. સતપંથ હિન્દુ ધર્મ જ છે. જુઓ RSS, BJP, VHP વગેરેના નેતાઓ અને સાધુ-સંતો પણ અમને સહયોગ આપી રહ્યા છે.
- તમને કદાચ ઈમામશાહની દરગાહમાં લઈ જઈને એવું પણ કહેવામાં આવ્યું હશે કે જુઓ ઈમામશાહની કબર પહેલાં જનીમથી ૧.૫ ફૂટ ઊંચી હતી, હવે માત્ર થોડા ઇંચજ ઉપર રહી છે. થોડા દિવસો પછી એને પણ દફનાવી દેશું.. વગેરે વગેરે, એક સામાન્ય હિન્દુને ગમે એવી વાત કરી હશે.
- કદાચ તમે પીરાણા ના ગયા હો, તો હવે તમને આમંત્રણ આપવામાં આવશે કે પીરાણાના ક્રાંતિકારી કામો જુવો.. કેવ-કેવાં મોટ-મોટાં કામ કર્યા છે. એક વખત જોશો તો તમારા બધાજ પ્રશ્નોના જવાબો મળી જશે.
- પીરણાની દરગાહ મુસલમાનોના હાથમાં જતી ના રહે એટલા માટે અમે બહુ પ્લાનિંગ અને યોજના પૂર્વક કામ કરી રહ્યા છીએ.. આવીને જોશો તો ખબર પડશે. તમે અમને સાથ સહકાર આપો. સતપંથની નિંદા ના કરો વગેરે વગેર…
- વર્ષ ૧૯૯૨માં એવી વાત કરવામાં આવી કે સતપંથના મૂળ શાસ્ત્રો મુગલ રાજ્ય વખતે બદલી નાખ્યા હતા, તે હવે અમે પાછા ઓરિજનલ શાસ્ત્ર લાવ્યા છીએ.
- અમે કેટલા બિચારા.. એક બાજુ મુસલમાનોથી લડવું અને બીજી બાજુ હિન્દુઓથી લડવું પડે છે.
આવી બધી ભ્રામક વાતોથી સ્વાભાવિક છે કે…
- સતપંથના ઇતિહાસથી અજાણ અને
- કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં થતી હિલચાલથી અજાણ
.. વ્યક્તિઓ જરૂર ધોખો ખાઈ જાય. માટે આ લેખ તૈયાર મારવામાં આવેલ છે.
હવે સાચી હકીકત શું છે એ જાણીએ..
હવે.. જે તમને નથી કહેવામાં આવતું, જે હકીકત છે.. એ તમને જાણવું.
તે માટે પહેલાં આપણે એ જોઈએ કે.. શું સતપંથમાં મૂર્તિ પૂજાની અનુમતિ છે?
તમને આશ્ચર્ય થશે કે જવાબ છે.. ના. આર, અનુમતિ છોડો, ઊલટું મૂર્તિ પૂજા કરવા પર સંપૂર્ણ “નીશેદ” છે એટલે કે “મનાઈ” છે.
આના હું તમને પાંચ (૫) પુરાવાઓ આપીશ.
1. પીરાણાના આધ્યા એવા કરસન કાકાની કોર્ટમાં એફિડેવિટ એટલે કે સોગંદનામું:
અમદાવાદ ગ્રામ્ય ના. મે. સીવીલ જજ : સી ડી સાહેબની કોર્ટમાં, મિરઝાપુર અમદાવાદ (કેસ ક્રમ: દી. મુ. ૧૫૩ સને ૧૯૯૪)માં પીરાણાના તત્કાલીન ગાદીપતિ કાકા, કરસનકાકા ગુરુ સવજીકાકાએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, તેના પેજ ૨ માં સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે.. એમના જ શબ્દો અહીં ટાંકેલ છું..
“ઈમામશાહ બાવાએ સતપંથી ધર્મમાં મૂર્તિ પૂજા નીષેદ કરેલ છે.”
આ એફિડેવિટ/સોગંદનામુંની નકલ અહીં જોડેલ છે.
https://archive.org/download/series86/2-Affidavit-Karsan-Kaka-Murti-or-Idol-Puja-NOT-allowed.pdf
2. પીરાણા સંસ્થાનો તારીક ૨૭-૧૧-૨૦૧૬ નો ઠરાવ:
ઈમામશાહની દરગાહની દેખરેખ કરતી મુખ્ય સંસ્થા “ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થા કમિટી” પીરાણા, નો તારીક ૨૭-૧૧-૨૦૧૬ નો ઠરાવ, કરેલ છે, જેમાં સ્પષ્ટ જણાવેલ છે કે.. ઠરાવના શબ્દો અહીં ટાંકેલ છે..
“સતપંથમાં મૂર્તિ પૂજા અસ્થાને છે.”
આ ઠરાવની નકલ અહીં જોડેલ છે.
3. સતપંથ શાસ્ત્ર:
ઉપર ક્રમ ૨ માં જે ઠરાવ જણાવેલ છે, એજ ઠરાવની શરૂઆતમાં જ જણાવેલ છે કે
“લેખક કાસિમઅલી દૂરવેશઅલી મુ. પીરાણા દ્વારા લખેલ “સતપંથ શાસ્ત્ર” અને મોક્ષ ગતિનો સાચો માર્ગ નામના પુસ્તકમાં પાના નં ૫૨ થી ૧૬૩ સુધી દશ અવતારનું વર્ણન કરેલ છે. સદર પુસ્તક સંવત ૨૦૧૦ સને ૧૯૫૪ માં મુદ્રક: પુરષોત્તમદાસ શંકરદાસ પટેલ. મુદ્રસ્થાન: ઉત્કૃષ્ટ મુદ્રણાલય: ગાંધીરોડ, અમદાવાદ. લખેલ ગ્રંથમાં સતપંથી સેવકને ભગવાનના થઈ ગયેલ નવ અવતારને નમન કરવાનું તેમજ અવતાર ધારણ થનાર નિષ્કલંકી નારાયણ ભગવાનનું પૂજન કરવાનું જણાવેલ છે.“
આ પુસ્તકના જે પાનાઓમાં સતપંથના (હિન્દુના નહીં) ભગવાન વિષ્ણુના દશાવતારનું વર્ણન સેયદ ઈમામશાહ બાવાએ કરેલ છે, એ પાનાઓ અહીં જોડેલ છે.
એ પાનાઓમાં નોંધ પાત્ર મુદ્દાઓ આ પ્રમાણે છે;
ક્રમ | પાના | વિગત | લીટી |
1. | ૧૩૦ | બુદ્ધ અવતાર, મુસલમાની રૂપે લીધો | ૪ |
2. | ૧૩૨ | બ્રહ્માએ નબી મુહમ્મદનો અવતાર લીધો | ૭૨ |
3. | ૧૩૨ | પાણી પથ્થર પૂજે તે પાવન નહીં થાય | ૮૧ |
4. | ૧૫૦ | મલેચ્છ (મુસલમાન) રૂપે વિષ્ણુ માનીએ | ૬૫૩, ૬૫૫ |
5. | ૧૫૨ | તમે યજ્ઞ કરો ગૌમેધ આજ (ગૌ હત્યા) | ૭૩૮ |
6. | ૧૫૫ | પાંડવે તો માંડયો છે યજ્ઞ ગૌમેધ (ગૌ હત્યા) | ૮૦૭ |
7. | ૧૬૧ | કલિયુગમાં પથ્થર દેવની પૂજા રે થાએ, તે સર્વે પૂજા ભૈરવ ભૂત લઈ જાય | ૯૭૪ |
8. | ૧૬૩ | નકલંકી અવતાર – બેઠા છે અરબ દેશ | ૭ |
9. | ૧૬૩ | ગુરુ બ્રહ્મા – તે કલિયુગમાં પીર શમ્સ અવતાર | ૯ |
10. | ૧૬૮ | નબી મુહમ્મદ રસુલ એ પીર ઈમામશાહ અવતાર લીધો | ૧૩૭ |
11. | ૧૮૫ | જે કોઈ ઈંઆ પથ્થર મૂર્તિ બહુ પૂજા કરે, તે બોહોત પૂજા પાખંડે દેવળ દેશમાં ધરે | ૬૧૪ |
12. | ૧૮૫ | જે ઈંઆ સૂતે પાત્રીને પથ્થર મુરતીની પૂજા કરે, તે ત્યાં સવાપોર લગી છાતી ઉપર લઈને ફરે | ૬૧૭ |
13. | ૧૯૨ | એ નબી મહમ્મદને સતે કરી માનો સમવેદ કુરાને બાંદયા બંધ | ૬૭૫ |
14. | ૧૯૩ | તહાં ખુદાતાલા કાજી થાશે ને મહમ્મદ હોંશે વજીર | ૭૯૫ |
15. | ૧૯૩ | ત્યારે દાસમુરુપ ત્યાં નકલંકી નારાયણ સાર, ત્યાં દેવેધર્યાં શ્રી મૌલા મૂર્તજાઅલી અવતાર | ૭૯૬ |
16. | ૧૯૩ | શાહ મૌલા મૂર્તજાઅલી ના માતા-પિતા અને પત્નીનું પરિવારનું વર્ણન | ૭૯૮ થી ૮૦૧ |
ઉપર જણાવેલ પાનાઓને આ લેખ સાથે જોડેલ છે.
https://archive.org/download/series86/4-Pages-from-Satpanth-Shastra-Yane-Moksh-Gatino-Sacho-Marg.pdf
આ પુસ્તક એટલે “સતપંથ શાસ્ત્ર” યાને મોક્ષ ગતિનો સાચો માર્ગ સંપૂર્ણ પુસ્તક આ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકશો..
https://archive.org/details/1954SatpanthShastraYaneMokshGatinoSachoMarg47TSD
4. ઈમામશાહની શિક્ષાપત્રી:
ઈમામશાહ રચિત શિક્ષાપત્રીની કલમ ૫૪ માં ચોખ્ખું જણાવેલ છે કે..
“.. પ્રાણી પથ્થરની પૂજા ન કરવી” – કલમ ૫૪
હવે કદાચ તમને એવું બહાનું આપવામાં આવે કે અમે પથ્થરની પૂજા કરતા નથી, અમે મૂર્તિની પૂજા કરીએ છીએ.. વગેરે વગેરે.. તો શું સમજવું એ તમારી વિવેક બુદ્ધિ ઉપર છે. ઈમામશાહએ શિક્ષાપત્રીમાં જે ભાવથી લખ્યું છે એ મૂર્તિ પૂજાના સંદર્ભમાં છે, એ સ્પષ્ટ સમજાય છે. અને વધારામાં “પ્રાણી” શબ્દમાં ગાય પણ આવી જાય. એટલે ગાયની પણ પૂજા ના કરવી એવું જણાવેલ છે.
5. સતપંથના પ્રચારક સાધુઓના વિડીયો અને સતપંથની મહિલાઓ ગાતી ગીનનો
હજી ભરોશો આ આવતો હોય, તો જુઓ આ વિડીયો.. જેમાં ત્રણ ભાગ છે..
- અલી = નિષ્કલંકી નારાયણ
- અલી = વિષ્ણુ
- ગોરવાણીની ગીનાન – કડી નં ૪ – “અથર્વવેદમાં એમ ભાંખીઆ, સબ હિન્દુ હોંશે મુસલમાન”
આ વિડિયો પણ અહીં જોડેલ છે.
https://archive.org/download/series86/5-Series-86-Video-Only.mp4
આ બધું વાંચીને જો તમને ગુસ્સો આવે તો એનું કારણ હું નથી, આ દસ્તાવેજો છે. જે તમે પોતે જોઈ લેજો, અને તપાસી લેજો. મારુ કામ માત્ર તમારી સામે સચ્ચાઈ રજૂ કરવાનું છે. કોઈ વિરોધ કરવાથી પહેલાં એટલું વિચારજો કે પહેલાં હું સતપંથના શાસ્ત્રો પોતે વનાચી લઉં, ક્યાંક સતપંથના સાધુઓ મને ખોટે રસ્તે તો લઈ નથી જતા ને.
હાલ જે ૫૪ કુંડી યજ્ઞનો કાર્યક્રમ થયો, ત્યારે તમે જોયું હશે કે એક સાધુ જે ક. ક. પા. કણબીના પૈસાઓથી ખૂબ લાભ લે છે અને સતપંથીઓમાં એને લઈને ખૂબ અસંતોષ છે, એ સાધુ કણબીઓ એક ના થાય એના માટે વાહરે ઘડીએ કાર્યક્રમની વચ્ચે કણબીમાં એકતા ના થાય, એટલા માટે સાચી ખોટી વાત કરતો હતો. કારણ કે જો કણબી એક થઈ જશે તો એની આવક અટકી જશે. આવા સાધુઓ થી બચવાની સખત જરૂરત છે. કારણ કે..
સતપંથમાં મૂર્તિ પૂજા પર નિષેદ એટલે મનાઈ છે. તો પછી પીરણામાં મૂર્તિઓ કેમ?
- તમે જ વિચારો કે એક બાજુ જાહેરમાં એવું કહેવામાં આવે છે કે સતપંથ હિન્દુ બની રહ્યો છે, જ્યારે અંદરથી સતપંથ પૂર્ણ મુસલમાન શાસ્ત્રો સાથે વળગી રહ્યો છે.
- સતપંથમાં ઇસ્લામી બીજ એટલે કે..
- સતપંથના શાસ્ત્રો
- ઈમામશાહ
- નિષ્કલંકી નારાયણ
- પીરાણાની દરગાહ
ને એકદમ પકડી રાખે છે. જો સતપંથ સાચે હિન્દુ ધર્મ હોય, તો શા માટે સતપંથના શાસ્ત્રોને રદ્દ કરી મૂળ હિન્દુ શાસ્ત્રો નથી અપનાવતું. એમાં તો કોઈ મુસલમાન વિરોધ ના કરી શકે. તો પછી અટક્યું શું? ક્યાંક ઇસ્લામ પ્રત્યેની છૂપી નિષ્ઠા દેખાય છે. આને કહેવાય ઇસ્લામમાં અલ-તાકીયા. બહારથી હિન્દુ હિન્દુ કહેવું, પણ અંદરથી મુસલમાન માટે વફાદાર રહેવું. આ અલ-તાકીયા સતપંથમાં ખૂબ વપરાય છે, વર્ષો થી.
હાલનો એક દાખલો આપું… થોડા જ દિવસ પહેલાં કોઈ હિન્દુએ માત્ર મુસલમાનની યૂટ્યૂબ ચેનલમાં સતપંથની સચ્ચાઈ દુનિયા સામે રજૂ કરતું ઇન્ટરવ્યૂ દીધું, તો એ ખોટી વાત થઈ ગઈ. અને અહીં પૂરે પૂરા મુસલમાનના બનાવટી શાસ્ત્રો સતપંથમાં અધિકૃત રીતે ચલાવાય છે, તો એ કેમ બરબાર થઈ ગયું? બંને વચ્ચે ફરક શું છે? પેલા ભાઈએ હિંમત પૂર્વક મુસલમાનની ચેનલમાં જઈને હિન્દુ તરફી વાત કરી અને બીજી બાજુ પીરાણાવાળાઓ હિન્દુઓને મુસલમાની શાસ્ત્રો ભણાવે છે. આ અંતર છે. આ છે અલ-તાકીયાનો વધુ એક દાખલો.
જો પીરાણા સતપંથવાળા સાચે હિન્દુ હોય, તો સતપંથના શાસ્ત્રોને ત્યાગી દેવાનું પહેલું પગલું તો ભરીને બતાવો. ત્યાં સુધી સતપંથના અનુયાયીઓ છેતરાય છે, એ ચોખ્ખી રીતે દેખાઈ આવે છે.
Real Patidar / રિયલ પાટીદાર