OE 43 -No Confidence against Nirman Samiti of Mandvi Hostel / માંડવી હોસ્ટેલની નિર્માણ સમિતિ વિરુધ અવિશ્વાસ ઠરાવ

OE 43 -Patidar Sandesh on Nirman Samiti

04-Apr-2012
|| Jay Laxminarayan ||    || જય લક્ષ્મીનારાયણ ||

તમને ખ્યાલ હશે કે ગત ૨૫-૦૩-૨૦૧૨ના બિદડા ખાતે, ૫૦૦૦થી માં મોટી જંગી જન મેદાની વચ્ચે, શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ જે માંડવી વિભાગના ૨૨ ગામોથી બનેલ છે, તે સમાજે માંડવી હોસ્ટેલની નિર્માણ સમિતિ, સંચાલન સમિતિ અને માંડવી ઝોનના પ્રમુખ ના વિરોધનમાં અવિશ્વાસ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો.

તે પાછળના કારણો શું હતા?
શા માટે તેમણે તમના નેતાઓ પર અવિશ્વાસ જાગ્યો?
એવું તો તેમના પર શું અન્યાય થયો હતો?

… આવા સવાલોનો જવાબ આપણને મળશે શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રીનો તારીક  ૨૮-૦૩-૨૦૧૨નો કેન્દ્રિય સમાજને ઉદ્દેશીને લખેલો પત્રમાં, જે નીચે પ્રમાણે છે.

(Update 2017-01-14: https://archive.org/details/OE043)

ઉપર જણાવેલ પત્રમાં પૂરી ઘટના ક્રમ લખેલ છે, જે વાંચવાથી મેઘજી જેઠા અને તેમની પૂરી ટીમની કરતુ લોકો સામે આવી જાય છે. તેમની કથની અને કરણીમાં ફરક છે તે પણ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે. જેવી રીતે પહેલાં સમૂહ લગ્ન સમિતિના લોકોને વિશ્વાસમાં રાખ્યા અને પાછળથી દગો આપ્યો તે ખરે ખર અવિશ્વસનીય છે. કેવળ એટલું નહિ, પણ કેન્દ્રિય સમાજને પણ ધોખો આપ્યો છે. આ બધી વિગત ઉપર જણાવેલ પત્રમાં તમો વાંચી શખ્સો. નિર્માણ સમિતિએ સનાતનીઓના વિરુધનું કામ કર્યું છે તેવું આ પત્રમાં ચોખ્ખે ચોખ્ખે દેખાઈ આવે છે. જૂની સમૂહ લગ્ન સમિતિ (જે સતપંથ તરફી છે) તેને છાવરનાનું દુશકૃત્ય કર્યું છે. કેન્દ્રિય સમાજની ઉપરવટ જઈને નિર્માણ સમિતિએ કેન્દ્રિય સમાજના આદેશનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના કાર્ય ક્ષેત્ર બહાર જઈને નિર્ણયો લીધા છે.  આવા કૃત્યો કર્યા બાદ સામાન્ય પ્રજા માનસમાં કે અરેરાટી ફેલાઈ હશે તે ફક્ત કલ્પના કરી શકાય.

અમોને પાછળણી જાણવા મળ્યું છે કે તા. ૦૨-૦૪-૨૦૧૨ની કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી અને હોદેદારોની મિટિંગ હતી તેમાં ઉપર જણાવેલ પત્ર પર ખુબ ચર્ચા થઈ અને અંતે સર્વાનુમતે નિર્માણ સમિતિને બરખાસ્ત કરવનો નિર્ણય લેવાયો છે. તેમજ માંડવી ઝોનના પ્રમુખનું રાજીનામું પણ લેવાનો નિર્ણય લેવાયો છે. તે અંગેની કારણ ધર્શાવ નોટીસ બહાર પાડવામાં આવશે.

ત્યાર બાદ, તા.૩૦-૦૩-૨૦૧૨ના બીજો પત્ર સંસ્કાર ધામને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે.

(Update 2017-01-14: https://archive.org/details/OE043)

આ પત્રમાં સનાતન ધર્મના હિતનું રક્ષણ ન કરી શકનારા લોકોને સમાજમાં અગ્ર સ્થાન આ આપવાની ખાસ વિનંતી કરેલ છે. તેમના ધનજી ગોવિંદ સેંઘાણી (મંગલ ડાડા) અને કેશુભાઈ પરાસિયાના નામ મુખ્ય છે. એવું જાણવા મળ્યું છે કે આ પત્રના આધારે સંસ્કાર ધામે મંગલ ડાડા વગેરેને અગ્ર સ્થાન ન આપવાનું નિર્ણય લીધેલ છે.

Update: તા. ૧૦-૦૪-૨૦૧૨ના પાટીદાર સંદેશના પાનાં ૪૨ પર ઉપર જણાવેલ વિગત સાથે સુસંગત સમાચાર છાપેલ છે. તે સમાચાર પણ ઉપર જણાવેલ ફાઈલમાં જોડેલ છે.

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:

https://archive.org/details/OE043

Leave a Reply

6 thoughts on “OE 43 -No Confidence against Nirman Samiti of Mandvi Hostel / માંડવી હોસ્ટેલની નિર્માણ સમિતિ વિરુધ અવિશ્વાસ ઠરાવ”