17-Nov-2010
|| જય લક્ષ્મીનારાયણ ||
લક્ષ્મીનારાયણ સનાતન હિતચિંતકભાઈનો નીચે જણાવેલ ઈમૈલનો (જેણે એ ઈમૈલના વાંચ્યો હોય, તેમણે પહેલાં નીચેનો ઈમૈલ વાંચવાનો અનુરોધ છે) વધુ ખુલાસો કરતા જણાવાનું છે કે;
નીચે જણાવ્યા ઈમૈલ પ્રમાણે, મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને (સતપંથ સમાજ ના પ્રમુખ) વાંઢાય ઉમિયા માતાજીના મંદિરમાં જોઈને આપણી સમાજના લોકો અને ખાસકરીને યુવાન ભાઈયોની લાગણીઓને દુભાઈ હતી. સનાતની ભાઈઓ એ જે આસ્થા નું સ્થાન સતપંથ ધર્મ થી અલગ થઈ ને કર્યું હતું, તે સ્થાને સતપંથ ધર્મ પર્મુખની હાજરી કેમ સહી લેવાય. અને તે પણ હાલમાં સમાજમાં સનાતનીઓને સતપંથથી બચાવી રાખવાની હવા ચાલતી હોય ત્યારે, તો કોઈ પણ સ્વાભિમાની માણસ આવું સહન નાજ કરે. સનાતનીઓની લાગણીઓ પર જાણે કુલડીથી જાનલેવા પ્રહાર થયો હોય. આવા સંજોગોમાં ત્યાં હાજર રહેલા ભાઈઓ અને યુવાનોએ માંગણી કરી કે મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને મંદિરમાં થી બહાર નીકળી જવાનું આદેશ આપવામાં આવે.
મંદિરના યાવાસ્થાપકો અને હોદેદારો પાસેથી સંતોષ કારક પ્રતિસાદના મળવાના કારણે, લોકોનો આક્રોશ વધી ગયો. લોકોનો ઉગ્ર આક્રોશની ભયંકર જવાળાને મંદિરના, વ્યવાથાપકો અને હોદેદારો તરફથી ઉચિક કાર્યવાહી ના કરવાના રૂપે, જાણે તે જવાળામાં પેટ્રોલ હોમી દીધું હતું. લોકોને એમ લાગ્યું કે જેમ પોતાનું ઘર બચવા, પોતાના ઘરમાં, બહારથી ઘુસી આવેલ અજાણ વ્યક્તિને જેમ ધક્કા મારીને કાઢવામાં આવે, તેમ આ કામ તેમણે પોતાના હાથેજ કરવું પડશે.
બીજી બાજુ નિર્માણ થથી પરિસ્થિતિને જોઈને મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીની પણ હાલત બહુજ ખરાબ થઈ ગઈ હતી. પસીનો વહેતો તો થઈજ ગયો હતો. લોકોના એક મોટા ટોળાએ રતનશી લાલજીને બધી બાજુથી ઘેરી લીધું હતું. આવા પરિસ્થિતિમાં કોઈ અણબનાવ ના બની જાય અને પરીસ્થીતિને કાબુમાં રાખવા માટે, ત્યાં હાજર રહેલા યુવક સંઘના અને સમાજના આગેવાનો દ્વારા સુજ બુજ થી કામ લીધું. મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને સુરક્ષિત મંદિર પરિસરના દરવાજાના બહાર સુધી મૂકી દેવામાં આવ્યા અને લોકોનો આક્રોશને શાંત કરવામાં તેમણે એક નીર્ધાયક ભૂમિકા ભજવી હતી.
લોકોનો મનની જ્વાળા જયારે બહાર નીકળે છે, ત્યારે એ જ્વાળામાં કોણ ભસ્મ થઈ જય એનો કોઈ ભરોસો ના થાય.
Real Patidar
www.realpatidar.com
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/7nd5nokkst