15-Jan-2011
|| જય લક્ષ્મીનારાયણ ||
સમુહ લગ્ન સમિતિની તા. ૧૮.૧૦.૨૦૧૦ની, મથલ પાંજરા પોલમાં યોજાયેલ મિટિંગ વખની સાચી ઘટના….
ત્યાં પ્રમુખ સાહેબણી દરખાસ્ત હતી કે… આ વર્ષેથી સમુહ લગ્નમાં સતપંથીઓના લગ્ન નહિ કરાવા જોઈએ. છોકરો કે છોકરી સતપંથી હોય, તો તેવાં લગ્ન નહિ કરાવા. તેમની વાતને સર્વે હાજર રહેલ સભ્યોએ Co-operate કર્યું. વિરોધ કરવામાં બે વ્યક્તિ હતા..
૧. રસલીયા ગામના શ્રી દેવજી રામજી ભાવાણી, હાલે સુરત (કેન્દ્રિય સમાજના ઉપપ્રમુખ), અને
૨. તેમનાજ ગામના શ્રી લાલજી શિવજી ભાવાણી (કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી), તેવો પણ હાલે સુરત રહે છે.
તેવોએ પોતાના મંતવ્યો આપ્યા કે આ બહું ઉતાવળ થાય છે, એક બાજુ આપણે નામો નોંધાઈ લીધા છે એટલે આપણે એમાંથી ચલિત ના થવું અને એક વરસ આપણે જેમ કરતા આવ્યા છીએ તેવી રીતે ચાલું રાખવું.
ત્યારે સમુહ લગ્ન સમિતિના ૧ મેમ્બર અને મથલની પાંજરા પોલ ના પ્રમુખ, જંજય વાળા શ્રી કાંતિલાલ વીરજી ધોળુ, એમણે છોખા શબ્દોમાં ઉપરોક્ત બન્ને વ્યક્તિઓને જણાવી દીધું કે તમે સમાજના હોદેદારો થઈને આવી વાત કરો છો? એક બાજુ તમે નખત્રાણા બેઠા બેઠા ફતવા જાહેર કરો છો કે આ સમાજ ફક્ત સનાતાનીઓ ની છે, અને એની રૂએ સતપંથીઓ આપણાથી અલગ છે. અને એજ સમાજના હોદેદાર, તમે, બીજી બાજુ આ રીતનું વર્તન કરો છો? તમને શરમ જેવું કઈ છે કે નહિ? એમના આવા કડક અને સ્પષ્ટ વકતવ્યથી ઉપરોક્ત બન્ને વ્યક્તિ દિગ્મૂઢ થઈ ગયા.
આ પરિસ્થિતિ જોઈને શ્રી કાન્તિભાઈએ મિટિંગમાં જાહેર કર્યું કે આ બન્નેના વિચાર સાથે સહમત હોય એવા અહિયા કેટલા છે. બધાય નકારમાં જવાબ આપ્યો અને કાન્તિભાઈએ તરતજ મંત્રીશ્રીને આદેશ કર્યો કે આ ઠરાવ સર્વાનુમતે પાસ થયો લખી મીનીટ બુક પૂરી કરો. અને બીજું કઈ કામ ન હોય તો સભાને પૂરી જાહેર કરો.
મુખ્ય મુદ્દો: ઉપરોક્ત જણાવેલ આ બન્ને સજ્જનો…
૧. રસલીયા ગામના શ્રી દેવજી રામજી ભાવાણી, હાલે સુરત (કેન્દ્રિય સમાજના ઉપપ્રમુખ), અને
૨. તેમનાજ ગામના શ્રી લાલજી શિવજી ભાવાણી (કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી), તેવો પણ હાલે સુરત રહે છે.
… ને આપણે મવાળ વાદી તરીકે વર્ણાવીએ તો કઈ ખોટું છે?
લી.
મવાળ સામે જુવાળ ટીમ
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/7yc4iopiey1zik155gds