11-Mar-2013 || જય લક્ષ્મીનારાયણ || હવે અધિકૃત રીતે અમજના બૌધિક વર્ગે (ડોક્ટરો) પણ સનાતન ધર્મ વિષે ચોખવટ કરી નાખી છે. મળેલ ખબર પ્રમાણે, મોડાસામાં પાટીદાર મેડીકોસના સનાતની ડોક્ટરોએ સતપંથી ડોક્ટરો સાથે મળીને કાર્યક્રમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેઓએ નક્કી કર્યું કે અગર કાર્યક્રમ નહિ થાય તો કોઈ વાંધો નથી પણ સત્પનથીઓ સાથે કાર્યક્રમ નથી કરવો. હવે સનાતન ધર્મ જાગૃતિ બૌધિક વર્ગમાં ફેલાઈ રહી છે. તેનો ખરે ખાર અનેરો આનંદ છે. Real Patidar https://archive.org/details/OE052
Other Emails
15-Jan-2013 || જય લક્ષ્મીનારાયણ || ગત તા.૦૬-૦૧-૨૦૧૩ના માંડવી હોસ્ટેલ મધ્યે, સમાજનું સંપ, સંગઠન અને એકતાને તોડનાર એવું પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ જે સરસ્વતી સન્માન કાર્યક્રમ રાખેલ હતો, તે કાર્યક્રમ સામે ચેરીટી કામીસ્નરનો સ્ટે (રોક) આદેશ હતો. તેમ છતાં તે કાર્યક્રમ યોજીને પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ સમાજની એકતા, સંપ અને સંગઠન તોડવાનું કામ કરેલ છે. આવા કામોનો વિરોધ માંડવી વિસ્તારના લોકોએ એજ કાર્યક્રમ દરમ્યાન કરેલ જે તમે નીચે આપેલ વીડિઓમાં જોઈ શકશો… Video 1: Video: https://realpatidar.com/yt-video/mandvihostel1 Real Patidar
06-Jan-2013 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (એટલે કે કેન્દ્રિય સમાજ) ની માંડવી હોસ્ટેલ પર નિર્માણ સમિતિના અમુક ભાઈઓ દ્વારા માંડવી હોસ્ટેલની મિલકતને અન્ય ટ્રસ્ટ (એટલે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ) માં ફેરવવાનું જે કાવતરું કર્યું છે, અને તે કાવતરાના અંગે, તેઓ આજે માંડવી હોસ્ટેલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ કરવાના હતા. આ કાર્યક્રમને ચેરિટિ કમિસનારએ રોક લગાડેલ છે. વધુ જાણકારી માટે જુઓ નીચે. આપણી સનાતની સમાજની એકતા ને નુકસાન પોહચડવા વાળા લોકો, જે જેઓ સતપંથીઓનો સાથ લઈને આપણાં બધાજ લોકો સાથે દગો કરી રહ્યા છે, તેવા મવાળોને આ એક મોટો ફટકો છે. આ પ્રસંગે થયેલ અમુક રસમય કિસ્સાઓ આ પ્રમાણે સાંભળવામાં આવ્યા છે કે જ્યારે શ્રી શિવદાસ ગોવિંદ છાભૈયાને સ્ટે ઓર્ડર ની કોપી આપવા કોઈ ગયું ત્યારે બધી વાત સમજ્યા બાદ ત્યારે સહી કરવાની વારી આવી, ત્યારે તેઓએ નાટક કર્યો. તેમને ખોટા બહાનાની આડ લઈને કહ્યું કે મને દેખાતું નથી. જો તે સાચા હોત, […]
26-Dec-2012|| જય લક્ષ્મીનારાયણ || || સનાતન ધર્મની જય || ભાઈઓ, કેન્દ્રિય સમાજને અને ખાસ કરીને સનાતની સમાજને તોડવાનું જે કાવતરું, એકતા મંચના નામે થયું હતું (https://realpatidar.com/a/oe47) અને તેને ભારતભરની સમસ્ત સમજોએ વખોડી કાઢ્યું હતું, તે કાવતરામાં શામેલ લોકોએ કેવા જુઠ્ઠાણા ચલાવ્યા હતા અને આપની સમાજના લોકોને ભરમાવાની કોશિશ કરેલ હતી, તેનું ચિત્ર ખોલે છે આ “એકતા મંચની પોલ” નામનો વિડિયો. આ વિડિયોને તમે અહીં જોઈ શકો છો. આ વિડિયોમાં એકતા મંચના હિમાયતી દરેક વકતાઓના જુઠ્ઠાણા પોઈન્ટ-ટુ-પોઈન્ટ કુલ્લા કરે છે. Video 1 of 2: https://realpatidar.com/yt-video/ektamanchpol1 Video 2 of 2: https://realpatidar.com/yt-video/ektamanchpol2 જરૂરત છે સમાજને તોડવા વાળા આવા મવાળોને ઓળખવાની અને તેમના દ્વારા થતાં પ્રયાસોની…
(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદ બાબતે હાલમાં અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ મું પીરાણા, અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તેમાં સાધુ સંતો દ્વારા સતપંથને ટેકો આપી રહ્યા છે. કોઈ પણ અન્ય ધર્મી લીકોને સનાતન હિંદુ ધર્મમાં ભેળવવા માટે થતા પ્રયત્નોને બિરદાવવા જોઈએ. સંત સમિતિ દ્વારા સતપંથને હિંદુ ધર્મમાં ભેળવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો થઇ રહ્યા છે. આટ આટલા પ્રયત્નો પછી પણ જોઈતી સફાળા કેમ નથી મળી? કોઈ તેમનો ગેર ઉપયોગ તો નથી કરતોને? બે-બે દાયકાઓનો વિશાળ સમય અંતર પછી સતપંથી લોકોના વ્યવહારમાં કેટલો ફરક પડ્યો છે? ૧) સતપંથીઓ દ્વારા હિંદુઓને તોડવાના પ્રયત્નો: આપ જાણતા હશો કે સતપંથના અનુયાયીઓનો મુખ્ય અને બહુજ મોટો વર્ગ કચ્છ કડવા પાટીદારનો (ક.ક.પા.) છે. આવા સાધુ સમ્મેલનના કારણે સમસ્ત ભારતના કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથી ભાઈઓ, તેમના ચોખ્ખા સનાતની ભાઈઓને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ […]