31-Jul-2013 || જય લક્ષ્મીનારાયણ || સતપંથના દલાલો તેમજ અમુક લોકો જેઓને ઈતિહાસ ખબર નથી કે જેઓ ઈતિહાસમાંથી પુરતી સીખ લીધી નથી તેવા લોકો વારે ઘડીએ કહેતા ફરતા હોય છે કે… ૧) આ ધર્મના જગડા ન ખપે. ૨) સમાજ અને ધર્મ અલગ છે. સમાજમાં ગમે તે ધર્મના લોકો આવી શકે. ૩) આપણે બધા ભેગા મળીને રહીએ છીએ તો શું વાંધો છે. ૪) સતપંથીઓને ભેગા રાખશું તો સુધારશે. … વગેરે વગેરે. હવે આવી વાત કરવા વાળાઓને ઘણી વખત કહેવામાં આવે છે કે ૫૦૦-૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં, જે લોકો સુધારવાના નથી તે લોકો હવે શું સુધારશે? હવે તો સતપંથીઓમાં ભણતર પણ આવી ગયું. એટલે હવે તેમને સમજવાની કોઈ જરૂર નથી. સમજશે ત્યારે એ લોકો આવી જશે. પણ અમુક લોકો આવું સમજવા તૈયાર નથી…. તો પછી જુવો પરિણામ શું આવી રહ્યું છે… માંડવી હોસ્ટેલ (સતપંથના માજી પ્રમુખ માંડવી હોસ્ટેલ મુદ્દા પર કેન્દ્રીય સમાજ વિરુદ્ધ સરકારી ઓફિસરોને મળતા ઘણી વખત જોવામાં આવેલ છે.) […]
Other Emails
14-Apr-2014 || જય લક્ષ્મીનારાયણ || હાલમાં સતપંથીઓ, સતપંથમાં પરણાવેલ દીકરીઓ, સતપંથ તરફી લોકો અને મવાળો – અલગ અલગ સમયે – અલગ અલગ જગ્યાએ – અલગ અલગ લોકોના મોઢે એકજ વાત સંભાળવા મળે છે. આ વાતથી સનાતની લોકોને અને ખાસ કરીને સનાતની બહેનોને ભાવુક કરીને નરમ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નોંધ પાત્ર વાત – ખાસ કરીને બહેનોએ નોંધ કરવી જોઈએ એવી વાત એ છે કે – આપણી સતપંથી બહેન, દીકરી કે નણંદ પણ સતપંથીઓની આ ચાલમાં શામેલ થઇને ભાવુક રીતે આપણને પીગળાવવાના પૂરે પુરા પ્રયત્નો કરી રહ્યા છે. તમે વિચારજો કે ક્યારે એ બહેન, દીકરી કે નણંદે કોઈ દિવસ સતપંથ છોડવાનો પ્રયત્ન કર્યો? હવે મૂળ વાત પર આવીએ. વાત એમ છે કે આ નવું પૈન્તરું શું છે? આ નવું પૈન્તરું છે કે સપંથમાં પરણાવેલ દીકરીઓ/બહેનોને ઢાલ બનાવીને વાપરવામાં આવી રહી છે. આવી બહેનોના મોઢે એવું કહેડાવે છે કે… ૧) અમારો શું વાંક? ૨) અમને અમારા વડીલોએ સતપંથમાં વાજતે ગાજતે […]
04-Apr-2013 || જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં સમાન વિચારધારાવાળી સર્વે સનાતની સમાજને એક સુત્રે બાંધવાના ઉમદા હેતુથી “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈ”ની સ્થાપના તા.૨૩-૦૧-૨૦૧૩ના થઇ ગયેલ હતી. આ સમાજની પહેલી કારોબારીની નિમણુંક અને પહેલી સામાન્ય સભા અને સ્નેહ મિલનનો કાર્યકમ ખુબજ દબદબો મચાવે તેવી રીતે ૩ દિવસ દરમ્યાન ઘાટકોપર, ડોંબીવલી અને થાણા મધ્યે મુખ્યતઃ માનવામાં આવ્યો. આ સમાજ કેવળ સનાતની લોકો દ્વારા સનાતનીઓના હિત માટેજ બનાવામાં આવેલ છે. આ સમાજ સતપંથ ધર્મને સનાતન ધર્મનો ભાગ ગણતી નથી. એટલા માટે સતપંથીઓ આ સમાજના સભ્ય બની શકશે નહિ. આ પ્રસંગનો અધિકૃત અહેવાલ જે સમાજે બહાર પાડેલ છે, તે અહીં નીચે જોડેલ છે. રીયલ પાટીદાર. ૦૨-૦૪-૨૦૧૩ || જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિ, એક ઇતિહાસ સર્જાયો સંસ્કારધામથી મુંબઈ આવેલ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના રથની યાત્રા અને સામાજિક સભાનો અહેવાલ શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈની સ્થાપના પ. પુ સંત શ્રી ઓધવરામ મહારાજશ્રી ની નિર્વાણ તિથિ […]
23-Mar-2013 || જય લક્ષ્મીનારાયણ || પાટીદાર સંદેશની નાકના નીચે થતું સનાતન સમાજ વિરોધી કામનું કૌભાંડનો પર્દા ફર્શ થયો છે. આમાં પાટીદાર સંદેશના એક ઉચ્ચ પદાધિકારી – સીધી રીતે – સંડોવાયલા હોવાના પુરાવા મળતા, તેમના પાસેથી માફી પત્ર લઇને તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું. અમદાવાદ હોસ્ટેલ જમીન કાંડના મુખ્ય સૂત્ર સંચાલક અને કેન્દ્રીય સમાજમાં મંચ ઉપરથી સમાજને ધમકી આપનાર અને સમાજને તુચ્છ ગણાવનાર એવા દામજીભાઈ ગોગરીના ભાઈ, ગોવિંદભાઈ ગોગરી પોતે સંડોવાયલા છે. ગોવિંદભાઈ ગોગરી પાટીદાર સંદેશનું સંચાલન કરતી સંસ્થા પાટીદાર યુથ સોસાયટીના મંત્રી હતા. તેઓએ પાટીદાર સંદેશનું નરોડા કાર્યાલયમાંથી પાટીદાર સંદેશના ગ્રાહકોની યાદી અને તેમના સરનામાઓની યાદી ચોરી કરીને સમાજ વિરોધી પુસ્તક – સમાજમાં ભક્તિની ક્રાંતિ – છપાવનાર લોકો સુધી પોહ્ચાડ્યા. લોક મુખે એમ સંભાળવા મળે છે કે આ પુસ્તક છાપવા પાછળ દામજીભાઈ ગોગરીનો મુખ્ય માણસ છે. પણ હું અત્યારે આ વાતની પુષ્ટિ નથી કરી શકતો. ઘટનાની તપાસ કરતા પાટીદાર સંદેશના કરતા-ધરતાને જયારે પૂરી જાણ થઇ ત્યારે, એક મીટીંગ બોલાવી, જેમાં […]
૧૨-૦૩-૨૦૧૩ || જય લક્ષ્મીનારાયણ || સનાતની ડોક્ટરો દ્વારા સતપંથી ડોક્ટરો સાથે સબંદ કાપી નાખવાના સમાચાર વેગથી ફેલાતાજ આપણા ખાસ આધારભૂત સુત્રોથી જાણકારી આપવામાં આવેલ છે કે આપણા સમાજના ટીચર/પ્રોફેસર એટલે કે સરસ્વત પરિવારએ તો બહુ પહેલાંજ એટલે લગભગ સ્વર્ણિમ મહોત્સવના સમયથીજ સતપંથીઓ સાથે બધાજ સબંદ કાપી નાખ્યા છે. તેઓએ છેલ્લા ત્રણેક વર્ષથી સતપંથીઓ સાથે કોઈ કાર્યક્રમ કર્યો નથી. અને ભવિસ્યમાં ક્યારે પણ કરવાના નથી, તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. સરસ્વત પરિવારના સનાતની ટીચર/પ્રોફેસર જેવા ઉમદા વ્યવસાયના લોકોમાં બહુ પહેલેથી જાગૃતિ આવી ગઈ છે, તે બદ્દલ તેમને ખુબ ખુબ અભિનંદન અને આભાર. આપણને આ જાણકારી આપવા બદ્દલ સરસ્વાત પરિવારના ભાઈઓનો ખુબ ખુબ ધન્યવાદ. Real Patidar https://archive.org/details/OE053