તા.૨૪-૦૫-૨૦૧૬ પ્રસંગ: શ્રીમદ્ ભાગવત દશાવતારનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૧૬ થી ૨૪-૦૫-૨૦૧૬ સ્થળ: ગામ દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ, ગુજરાત વક્તા: શ્રી જનાર્ધન મહારાજ – ગામ ફેજપુર (મહારાષ્ટ્ર) મુખ્ય ભાગ: પીરાણા સતપંથના અનુયાયીયો દ્વારા હાલમાં શ્રીમદ ભાગવત દસતાવાર કથાનું આયોજન થઇ રહ્યું છે. જેની આમંત્રણ પત્રિકા ગામો ગામ બાંટવામાં આવેલ છે. આ પત્રિકાના એક પાનાં ઉપર ઈમામશાહનું નામ અથર્વવેદ સાથે જોડેલ છે. (સંપૂર્ણ આમંત્રણ પત્રિકા આ લેખ સાથે જોડેલ છે.) આમંત્રણ પત્રિકાનું પાનું: આમ તો અન્ય ત્રણ વેદો સાથે કોઈ ન કોઈ ઋષિઓના નામો જોડેલ છે, પણ અથર્વવેદ સાથે એક મુસ્લિમ વ્યક્તિનું નામ એટલે કે ઈમામ શાહ જોડવાથી હિંદુ સમાજમાં મોટો ખળભળાટ મચેલો છે. ૧. તો ચાલો આપણે જોઈએ કે અ ખળભળાટ પાછળ શું કારણો હોઈ શકે? આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવો હોય તો આપણે સતપંથની સ્થાપના, ઈમામ શાહનો ઈતિહાસ અને સતપંથના ધાર્મિક શાસ્ત્રો જાણવો પડશે. તેમજ વેદો ક્યાંથી આવ્યા તે પણ જાણવું પડશે. આ વિષય આગળ વધારવાથી પહેલાં આપણે પીરાણા […]
shah
To View and Download / જોવા અને ડાઉનલોડ કરવા માટે: https://archive.org/details/Series60 https://app.box.com/s/ggzjhkc07jrajgwe4r10kl9epac2fhwv 11-Apr-2015 જય ઉમિયા મા હાલમાં સતપંથ સમાજની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ નજર કરીઓ તો જણાશે કે નિષ્કલંકી નારાયણની કથાઓ પર તેઓ જોર આપી રહ્યા છે. અને સાથે સાથે કહેવાતા માં ઉમિયાના મંદિરો પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. આવી પરીસ્થીથીમાં સહેજ છે કે આ નિષ્કલંકી નારાયણ કોણ છે અને તેમની સાથે આ કહેવાતા ઉમિયામાં નું નામ કેવી રીતે જોડવામાં આવે છે? તેની જિજ્ઞાસા સર્વેને થાય અને થવી જોઈએ. અમોને પણ થઇ અને સત્ય જાણવા માટે કરેલ પ્રયાસોના કેવા આશ્ચર્ય અને ચિંતા જનક પરિણામ મળ્યા, તે જનતા સામે મુકવામાં આવે છે. અમોએ શરુઓ કરી હિંદુ ધર્મના શાસ્ત્રો થી. અને તેની સાથે અમો મળ્યા હિંદુ ધર્મના સાધુ સંતો ને. અંતે અમોને જાણવા મળ્યું કે હિંદુ ધર્મના શાસ્ત્રોમાં નિષ્કલંકી નારાયણ નામનો કોઈ અવતાર જ નથી. ત્યારે અમોએ સતપંથ ધર્મના શાસ્ત્રોમાં જોવાનું શરુ કર્યું. ત્યારે અમારા હાથમાં સતપંથ ધર્મના દસવાતર (આ […]
પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી તા. ૧૭-૦૨-૨૦૧૫ (મહાશિવરાત્રી) પાટીદાર સંદેશ માસિકના ૧૦-ફેબ્રુઅરી-૨૦૧૫ના અંકના પાના ક્ર ૪૩ પર પાટીદાર સંદેશના શ્રી વિશ્રામ રતનશી રૂડાણીનો લેખ છાપેલ છે. તે લેખમાં સનાતનીઓ અને સતપંથીને જાણવા જોગ ખાસ ૭ મુદ્દાઓ છે. જે નીચે પ્રમાણે છે. તે પહેલા એ લેખની અહીં જોડેલ છે, જેમાં એ ૭ મુદ્દાઓના (પોઈન્ટના) સંદર્ભો દર્શાવેલ છે. પોઈન્ટ ૧: બન્ને પક્ષકરોને શા માટે સમાધાન કરવાનું કહો છો… સમાજની મિલકત ચોરી કરનારને જ માત્ર કહો કે ચોરેલી મિલકત પાછી આપી દે, સમાધાન થઇ જાય, બીજું કરવાનું શું હોય? પોઈન્ટ ૨: આપણું લખાણ વાંચવાથી એવું જણાય છે કે તમારી જે એકતા/સમાધાન અંગેની સલાહ છે એ ફક્ત સનાતનીઓ જ ધ્યાનમાં લેવાની હોય, તેમ એમને ઉદ્દેશીને જ લખવામાં આવેલ છે. સતપંથીઓને શા માટે સલાહ નથી અપાતી કે તેઓ ગેર માર્ગે છે અને સમાજની મુખ્ય ધારામાં ભળવા માટે સતપંથ સમાજ બંદ કરી સતપંથનો ત્યાગ કરી અને સનાતની ધારામાં ભળી જાય. કેન્દ્રિય […]
તા. ૧૪-૦૨-૨૦૧૫ ઈમામ શાહ દરગાહ અથવા પીરાણાની દરગાહને… ગુજરાત સરકાર મુસલમાન દરગાહ છે તેવું માને છે. હાલમાં ગુજરાત સરકારે ત્રણ મુસલમાન દરગાહઓને તેમના ધાર્મિક કાર્યો માટે નાણાકીય મદદ આપવાનું નક્કી કરેલ છે. તેમાં ઈમામ શાહની પીરાણા સ્થીત દરગાહ શામેલ છે. જેથી સમજાય છે કે ગુજરાત સરકાર પીરાણાને મુસલમાન ધર્મ સ્થાનક તરીકે ગણે છે…. તો જે લોકો, ઈમામ શાહ બાવાને ખોટી રીતે… મહારાજ / બ્રાહ્મણનો દીકરો / હિંદુનો દીકરો વગેરે… બનાવી રહ્યા છે તે ખોટા છે, એ સાબિત થાય છે. વધુ માહિતી માટે અહિં જોડેલ ટાઇમ્સ ઓફ ઇંડિયા છાપામાં આપેલ તા ૨૫.૧૨.૨૦૧૪ના આ લેખને જુઓ… Real Patidar https://archive.org/details/Series59
Update: 14-Jan-2017 – Changed links of attachments to archive.org 25-Jan-2015 સમાજ વિરૂદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ Download / Print / View full article, attachments [Best Option]: https://app.box.com/s/1m5pk0g9xltozoo1olyyglgw4wpyojak https://archive.org/details/realpatidar_oe61 ઘણા સમયથી આપણે પાટીદાર સંદેશના તંત્રી લેખો પર નજર કરતા આવ્યા છીએ. તંત્રી લેખોના સંદેશાઓ પર ધ્યાન આપીએ તો સમજાશે કે તેમાં મુખ્ય ચાર મુદ્દાઓ હોય… પોતાની જ માલિકી અને સંચાલન હેઠળના સામાયીકમાં, પોતાના મોઢે, પોતાના જ વખાણ હોય છે. ભાગેડુ લગ્ન અને સગપણ સમસ્યાને જેમ તેમ કરીને ખોટી રીતે વિકરાળ સ્વરૂપ આપવાનો નાકામ પ્રયાસ કરેલ હોય. હાલની કેન્દ્રિય સમાજની ગરિમાને નુકસાન કરતું, તેમજ સમાજ અને મહિલા સંઘના નેતાઓની ક્ષમતા પર આશંકા વ્યક્ત કરતું અને તેમની ગરિમા ઓછી કરતું યુક્તિ-પૂર્વકનું લેખન હોય. યુવાસંઘ માટે પહેલા વખાણ હોય અને પછી તેમને પોતે ખોટી રીતે ઊભી કરેલ કહેવાતી વિકરાળ સમસ્યાનો ઉકેલ લાવવાની ભલામણ રૂપી ભ્રામક વાત કરીને યુવાસંઘને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો હોય. અને જો છેલ્લે જગ્યા બચે તો નાની મોટી બીજી વાતો […]