samuh

2 posts

OE 43 -No Confidence against Nirman Samiti of Mandvi Hostel / માંડવી હોસ્ટેલની નિર્માણ સમિતિ વિરુધ અવિશ્વાસ ઠરાવ

04-Apr-2012|| Jay Laxminarayan ||    || જય લક્ષ્મીનારાયણ || તમને ખ્યાલ હશે કે ગત ૨૫-૦૩-૨૦૧૨ના બિદડા ખાતે, ૫૦૦૦થી માં મોટી જંગી જન મેદાની વચ્ચે, શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ જે માંડવી વિભાગના ૨૨ ગામોથી બનેલ છે, તે સમાજે માંડવી હોસ્ટેલની નિર્માણ સમિતિ, સંચાલન સમિતિ અને માંડવી ઝોનના પ્રમુખ ના વિરોધનમાં અવિશ્વાસ ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. તે પાછળના કારણો શું હતા?શા માટે તેમણે તમના નેતાઓ પર અવિશ્વાસ જાગ્યો?એવું તો તેમના પર શું અન્યાય થયો હતો? … આવા સવાલોનો જવાબ આપણને મળશે શ્રી કંઠી વિભાગ ક.ક.પા. લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રીનો તારીક  ૨૮-૦૩-૨૦૧૨નો કેન્દ્રિય સમાજને ઉદ્દેશીને લખેલો પત્રમાં, જે નીચે પ્રમાણે છે. (Update 2017-01-14: https://archive.org/details/OE043) ઉપર જણાવેલ પત્રમાં પૂરી ઘટના ક્રમ લખેલ છે, જે વાંચવાથી મેઘજી જેઠા અને તેમની પૂરી ટીમની કરતુ લોકો સામે આવી જાય છે. તેમની કથની અને કરણીમાં ફરક છે તે પણ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ આવે છે. જેવી રીતે પહેલાં સમૂહ લગ્ન સમિતિના લોકોને વિશ્વાસમાં રાખ્યા […]

OE 41 -Mandvi Taluka -Historical Decision -Relations Satpanth are permanently cut / માંડવી તાલુકા – ઐતિહાસિક નિર્ણય – સતપંથીઓ સાથે સબંધ કાપવામાં આવ્યા.

09-Nov-2011 || Jay Laxminarayan ||         ||    જય લક્ષ્મીનારાયણ   || || Jay Sanatan Dharm ||       ||   સનાતન ધર્મની જય   || આપણી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આવતા સમયમાં, એટલે ભવિષ્યમાં, નોંધ લેવા જેવું, બહુ મહત્વપૂર્ણ નિર્ણયો અને તે પ્રમાણેને પગલાં આજે લેવાયા છે. Today is a historical day. Today, very important decisions and accordingly steps, worth taking note in the future, were taken. માંડવી તાલુકાના આપણાજ ભાઈઓએ આજે ઐતિહાસિક કામ કર્યું છે. આજે માંડવી તાલુકામાં, સનાતની લોકોની પ્રચંડ હાજરી અને ગજબનો ઉમળકો જોવા મળ્યો. લોકોની ઉદારતા જોઈને ભલભલા લોકો અચંબા પડી ગયા. લોકોની હાજરી એટલી હતી કે, માંડવી હોસ્ટેલમાં બેસવાની જગ્યા પણ નહોતી. આપણા માંડવી તાલુકાના ભાઈઓએ આજે નવી “સનાતની” સમૂહ લગ્ન સમિતિ (“શ્રી કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, માંડવી કચ્છ, સમૂહ લગ્ન આયોજન સમિતિ”) રચી છે. માંડવી તાલુકામાં, આગાઉ ચાલતી જૂની સમૂહ લગ્ન સમિતિ, જેમાં સતપંથી લોકો […]