patidar

157 posts

OE 68 – Patidar Sandesh supports Sanatan Movement / પાટીદાર સંદેશ દ્વારા સનાતની મોહીમને ટેકો

તા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે. તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં. પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ. હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે […]

Series 70 -Umiya Mataji Unjha approves views of Real Patidar / ઉમિયા માતાજી ઊંઝા દ્વારા રીયલ પાટીદારને અનુમોદન

Update: 23-Oct-2017 આપણી કેન્દ્રિય સમાજ એટલે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આપેલ આ ચુકાદાને તેમના મુખપત્ર “સનાતન ધર્મ પત્રિકા” માં પ્રકાશિત કરેલ છે. જે કલર કોપી હોવાથી અહીં પણ જોડવામાં આવેલ છે. Real Patidar Date: 12-Oct-2017 RealPatidar.com વેબસાઈટ પર આપણે હમેશાથી જે વાત કરતા આવ્યા છીએ કે સતપંથના જે ચાર પાયાઓ છે, જેમાં છે; ઈમામશાહ નિષ્કલંકી નારાયણ સતપંથ, અને પીરાણા આ ચાર પાયાઓથી જ્યાં સુધી સતપંથમાં ફસાયલ લોકોને દુર નહી કરાય, ત્યાં સુધી લોકો પીરાણા સતપંથ થી છૂટી નહી શકે. આ અંગે આગાઉ માહિતી જે વેબસાઈટ પર મુકેલ છે, તેમાં… Series 68 – Moksh Via Islam (http://34.105.31.244/a/series68) Series 34 – Satya Prakash -A book on history of Pirana Satpanth (http://34.105.31.244/a/series34) Series 64 – Satpanth Dasavatar – Clarification (http://34.105.31.244/a/series64) માહિતીઓમાં ભારપૂર્વક જણાવેલ છે કે ઉપર બતાવેલ ચાર પાયાઓ ઉપર પીરાણા સતપંથ ધર્મ ઉભો છે.   તારીખ ૦૮-ઓક્ટોબર-૨૦૧૭ના ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ-સનાતન વિવાદ […]

OE 67 -KKP (USA) Samaj -Views of Women on Satpanth / ક.ક.પા. (USA) ના મહિલાઓના સતપંથ વિષે વિચારો

28-Jul-2017 જય લક્ષ્મીનારાયણ, આ ઇમેલ સાથે, ક.ક.પા.(USA) સમાજના માજી પ્રમુખ અને પ્રખર મહિલા નેતા, શ્રીમતી રૂક્ષમણીબેન નાકરાણી તથા યુવાસંઘના માજી પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ધનાણીની સતપંથ વિષે થતી ચર્ચાની ઓડીઓ ફાઈલ જોડેલ છે. આ ચર્ચામાં વચ્ચે વચ્ચે અમુક અન્ય ભાઈઓના અવાજો પણ સંભાળવા મળે છે, તેમાં CA ભવનભાઈ લીંબાણી, તેમજ દામોદરભાઈ કચ્છી છે. આ ચર્ચામાં રૂક્ષ્મણીબેન પોતાના દાદા, દાદી તેમજ તેમના પિતાને લઈને સતપંથ વિષેના પોતાના અનુભવો અને વિચારો રજુ કરેલ છે, જે દરેક મહિલાઓએ અનુસરવા જેવા છે. શ્રીમતી રૂક્ષ્મણીબેનની રાજા લઈને, શ્રી ગૌરાંગભાઈના અનુરોધથી, તેમને સૂચિત કરીને, તેમના મિત્રોએ આ ઓડીઓ રેકોર્ડીંગ મોકલેલ છે અને વિનંતી કરેલ છે કે આ રેકોર્ડીંગને જન જન સુધી પોહ્ચાડવામાં આવે. (ઉપર બતાવેલ બટન પર ક્લિક કરો….) Real Patidar Download: https://archive.org/details/rpoe67

Series 69 -Goal of Ghatkopar Nav Yuvak Mandal / ઘાટકોપર નવ યુવક મંડળનો મુખ્ય ઉદ્દેશ

તા. ૨૪-જુલાઈ-૨૦૧૭ ઘાટકોપર નવ યુવક મંડળની સ્થપનાના ઉદેશોની રોશનીમાં આપણે જોશું કે… મુંબઈ સ્થિત ક.ક.પા. જ્ઞાતિ ટ્રસ્ટ ફંડનું ઈલેક્શન જે તા. ૩૦-જુલાઈ-૨૦૧૭ ના રાખેલ છે, તે ઈલેક્શનમાં ઉભી થતી શું પરિસ્થિતિ છે અને તેમાં જાહેર જનતાએ કયો વિચાર કરીને પોતાના મતો આપવા જોઈએ, તેના પર એક નજર નાખીશું…. ૧) આ ચૂંટણી માત્ર મુંબઈની ઝોન ૧ માં જ છે. જેમાં મુંબઈ સી.એસ.એમ.ટી થી મુલુંડ સુધીનો વિસ્તાર આવે છે. અન્ય ઝોન (વિસ્તાર) માં ચૂંટણી નથી કારણ તેમાં સહમતીથી ઉમેદવારોના નામ પસંદ થઇ ચૂક્યાં છે. ૨) ઝોન ૧ વિસ્તારમાં ઘાટકોપર અને મુલુંડ એવા બે મુખ્ય વિસ્તારો છે, જેમાં ઘાટકોપરનો વિસ્તારજ બહુ મહત્વનો છે. ૩) આ ચૂંટણીમાં મુખ્યતઃ બે પક્ષો છે, એક છે “એકતા” ગ્રુપ અને બીજો છે “જાગૃતિ” ગ્રુપ. ૪) આ બન્ને ગ્રુપમાં મૂળભૂત વિચારધારામાં શું ફરક છે તે સમજવાનો પ્રયત્ન છે… ૫) એકતા ગ્રુપનો પ્રચાર હમેશા એવો રહ્યો છે કે આપણે (એટલે હિંદુઓએ) હમેશા મુસલમાનો (એટલે સતપંથીઓ) સાથે ક.ક.પા. સમાજમાં એકતા રાખવી […]

OE 66 – Mahesh Dhanji Velani Controversy / મહેશ ધનજી વેલાણી વિવાદના ધેરામાં

Date: 23 April 2017 મુંબઈની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ચાલતી ગંદી અને સ્વાર્થી સામાજિક રાજરમતના શિકાર શ્રી મહેશ ધનજી વેલાણી (અંદરની તેમજ સચોટ જાણકારી સાથે છેલ્લા લગભગ પાંચ થી છ વર્ષની ઘટના ક્રમનું વિશ્લેષણ) (પોતાના અંગત સ્વાર્થ ખાતર કોઈ પણ કીમતે ઉચ્ચ પદ અને સત્તા મેળવવા માટે જુઠ્ઠાણા / અપપ્રચાર / છેતરપીંડી / દગાનો વાપર કરીને પોતાના રાજનૈતિક રોટલા શેકીશેકતા નેતાઓનો એક નમુનો) આ લેખ લખવાનું મુખ્ય કારણ છે સનાતન ધર્મ પત્રિકામાં, સતપંથી શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી ઈશ્વર રામજીઆણીને, સનાતન સમાજ દ્વારા આપેલ શુભેચ્છા સંદેશનો ભારતભારમાં થતો બહુ મોટો વિરોધ. જે વિષે સંપૂર્ણ જાણકાર લોકો સામે મુકવાનો પ્રયાસ છે.     શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથ વિરુદ્ધ સનાતની ચળવળના ભાગ રૂપે કેન્દ્રીય સમાજના મુંબઈ ઝોનમાંથી મહામંત્રી શ્રી દેવજી કરસન ભાવાણીને કાઢવામાં આવ્યા અને શ્રી દેવજીભાઈને સાથ આપવાના અને ઝોનના વિરુદ્ધ જવાના કારણે તત્કાલીન ઝોનના પ્રમુખ શ્રી મનસુખ વેલાણીને ઝોનમાંથી કાઢવામાં આવ્યા. ત્યાર બાદ વર્ષ ૨૦૧૨માં કુખ્યાત માંડવી […]