Date: 05-Oct-2016 ફૈઝપુરના સતપંથ મંદિરના ગાદી પતિ, શ્રી જનાર્ધન મહારાજના ગુરુ… શ્રી જગન્નાથ મહારાજ દ્વારા પ્રકાશિત… અને દાદા ગુરુ પુરષોત્તમ મહારાજ દ્વારા લેખિત… ઈમામશાહ બાવાના જીવનવૃત્તાંત પર લખેલ પુસ્તકમાં જણાવેલ છે કે… ઈમામશાહે તેમની ઓળખ આપતા કબૂલ કર્યું છે કે… પોતે મુલતાન ગામમાં (હાલ પાકિસ્તાન) માં, સૈય્યદ કુલમાં કબીરુદ્દીન બાબાના ત્યાં જન્મ લીધો. અને પોતે મુસલમાન હોવાનું પણ કબૂલ કર્યું છે. એ પુસ્તકના જરૂરી પાનાંઓની નકલને અહીં જોડેલ છે.
history
તા. 20-Jul-2016 પીરાણા સતપંથ વિષે કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્યની ગાદીએ ઘણા વર્ષો સુધી બહુજ ઊંડાણ પૂર્વક કામ કરેલ છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચાર પીઠોમાંના એક શૃંગેરી પીઠની આ પીઠ એટલે કે કરવીર પીઠ એક અધિકૃત શાખા છે. મહારાષ્ટ્રમાં લેવા પાટીદાર જ્ઞાતિ પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે અંગે વર્ષ ૧૯૩૧માં જળગાવની આસપાસ રહેતા લેવા પાટીદાર સમાજના અમુક આગેવાનોએ પરમ પૂજ્ય શંકરાચાર્યજીનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શંકરાચાર્યજીએ ગહન અભ્યાસ કર્યો તેમજ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરી ને એવો નિષ્કર્ષ આપ્યો કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મનો ભાગ નથી, પીરાણા સતપંથ ધર્મ એ “વેદબાહ્ય” (એટલે કે વેદ પ્રમાણે નથી) છે, તેવું પ્રમાણિત કરતો પત્ર આપ્યો. (આ પત્ર મરાઠી ભાષામાં છે.) હાલની સતપંથ દ્વારા કરવામાં આવેલ હાલચાલ જેમાં સતપંથના પ્રચારક શ્રી જનાર્ધન મહારાજને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવેલ હકીકત, તેમજ સતપંથને કુંભમેળામાં આપવામાં આવેલ સ્થાનની હકીકતને ધ્યાનમાં રાખીને હાલના પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ વિષયને ફરીથી હાથમાં લીધો અને ફરીથી […]
આજની એટલે, તા. ૦૭-૦૭-૨૦૧૬ની, ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિમાં ૧૪માં પાના ઉપર મુસલમાનો દ્વારા ઈદ માનવના ખબર છાપેલ છે. જુવો જોડેલ એ લેખનો ફોટો. તેમાં અમદાવાદની વિવિધ મસ્જીદોમાં નમાઝનો સમય જણાવેલ છે. મહત્વની વાત અહીં એ છે કે અમદાવાદની મસ્જીદોમાં પીરાણાની ઈમામશાહની મસ્જીદમાં પણ નમાઝનો સમય જણાવેલ છે, જે સવારના ૦૮:૫૫ નો છે. માટે જે સતપંથી મુસલમાન ભાઈઓ / મૂળ મુસલમાન ભાઈ / ઈમામ શાહના સાચા રૂપને જાણીને તેના અનુયાયી બન્યા છે, તેમને ઈદ મુબારક. પણ જે લોકો ઈમામ શાહને હિંદુ ધર્મના પ્રચારક તરીકે માને છે, તેને ખરે ખર આંખ ઉગાડવાની જરૂર છે. શું એ ભાઈઓ પોતાનેજ એક સવાલ ન કરી શકે કે…. જો ઈમામશાહે હિંદુ ધર્મનો પ્રચાર કર્યોજ હોય, તો પહેલાં તો પોતે એ ધર્મ પાળે અને કમ સે કમ તેના પોતાના વંશજોને પણ એજ ધર્મ પળાવે. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે ઈમામશાહના વંશજો તો હમેશા મુસલમાન ધર્મજ પાળતા આવ્યા છે. આનો અર્થ એમ થાય કે ઈમામશાહે મુસલમાન […]
તા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી ✍🏻🖊🖊🖊🖊✍🏻 SHRI ABKKP SANATAN EDUCOS ની સ્થાપના 👉 આજ રોજ તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની Education & Talent Hunt કમિટીદ્વારા આયોજીત કરવામાં આવેલ. 👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ. 👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ. 👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન મિત્રો દ્વારા SHRI ABKKP SANATAN EDUCOS ની રચના કરવામાં આવી 👉 તેમા આપણી કેન્દ્રીય સમાજ ના નિયમોનુ પાલન કરનાર શિક્ષણવિદો જ સભ્ય બની શકશે. 👉 SHRI ABKKP SANATAN EDUCOS દ્વારા સમાજ અને યુવાસંઘ સાથે રહી વિધ્યાર્થી – વાલી ઉપયોગી શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવશે. 👉 આગામી 7-8 Nov.-16 ના રોજ […]
તા.૨૪-૦૫-૨૦૧૬ પ્રસંગ: શ્રીમદ્ ભાગવત દશાવતારનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૧૬ થી ૨૪-૦૫-૨૦૧૬ સ્થળ: ગામ દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ, ગુજરાત વક્તા: શ્રી જનાર્ધન મહારાજ – ગામ ફેજપુર (મહારાષ્ટ્ર) મુખ્ય ભાગ: પીરાણા સતપંથના અનુયાયીયો દ્વારા હાલમાં શ્રીમદ ભાગવત દસતાવાર કથાનું આયોજન થઇ રહ્યું છે. જેની આમંત્રણ પત્રિકા ગામો ગામ બાંટવામાં આવેલ છે. આ પત્રિકાના એક પાનાં ઉપર ઈમામશાહનું નામ અથર્વવેદ સાથે જોડેલ છે. (સંપૂર્ણ આમંત્રણ પત્રિકા આ લેખ સાથે જોડેલ છે.) આમંત્રણ પત્રિકાનું પાનું: આમ તો અન્ય ત્રણ વેદો સાથે કોઈ ન કોઈ ઋષિઓના નામો જોડેલ છે, પણ અથર્વવેદ સાથે એક મુસ્લિમ વ્યક્તિનું નામ એટલે કે ઈમામ શાહ જોડવાથી હિંદુ સમાજમાં મોટો ખળભળાટ મચેલો છે. ૧. તો ચાલો આપણે જોઈએ કે અ ખળભળાટ પાછળ શું કારણો હોઈ શકે? આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવો હોય તો આપણે સતપંથની સ્થાપના, ઈમામ શાહનો ઈતિહાસ અને સતપંથના ધાર્મિક શાસ્ત્રો જાણવો પડશે. તેમજ વેદો ક્યાંથી આવ્યા તે પણ જાણવું પડશે. આ વિષય આગળ વધારવાથી પહેલાં આપણે પીરાણા […]