28-Aug-2010
ગઈ કાલ, તા. ૨૭-૦૮-૨૦૧૦, રાતની ગામ ની મિટિંગ પૂરી થઈ તેની અંદર સતપંથીઓ જોડે બધાજ સંબંધો કાપી નાખવામાં આવ્યા.
વિસ્તૃતમાં: અંગિયા-નાના ગામ ની બધીજ સમાજો ગઈ કાલે ભેગી થઈ હતી. લગભગ ૪૦૦ જણા આ મિટિંગ માં હાજર હતા. તેમાં કારોબારી મેમ્બર સહીત આમંત્રિતો તેમજ કલકત્તા, મુંબઈ એમ બહાર ગામ એટલે થી આવેલા ભાઈયો હાજર હતા.
તેમાં નીચે મુજબ ની મુખ્ય ચર્ચા થઈ…
૧) જેટલા ભી જોઇન્ટ પ્રોજેક્ટ હતા તે બધા બંધ કરવા. જેમકે બગીચો બનતો હતો, અપના ઘર ચાલતું હતું, સમાજ વાડી બનતી હતી, આ બધાજ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યા.
૨) સતપંથ સમાજ સાથે બેટી વ્યવહાર બંદ
૩) અમુક સતપંથી પરિવારોએ આગલા દિવસ એમ રજુ કર્યું કે અમે ૧૮ અને ૧૯ ના કલમ નું પાલન કરવા તૈયાર છીએ તો અમોને તમે ભાળાવો. તેવા પરિવાર ને કહેવામાં આવ્યું કે સતપંથ, પીરાણા, ઈમામ શાહ, નિષ્કલંકી, જગ્યા, વગેરે સાથે કોઈ પણ કોઈ પણ સંબંધ હોય, તો સનાતન સમાજ જોડે ભળી શકશે નહીં. આ પ્રકારના ભાષાનો થયા અને બધાજ સંબંધો કાપવામાં આવ્યા.
૪) અમુક સતપંથી ભાઈઓએ સમય માંગ્યો, તો તેમણે ચોખું કહેવામાં આવ્યું કે અમને સમાધાનમાં કોઈ રસ નથી. અમો કેદ્રીય સમાજ ના મેમ્બર સમાજો છીએ અને અમને કેન્દ્રિય સમાજ ના આદેશ નું પાલન કરવું છે. જે કોઈ પીરાણા, ઈમામ શાહ, સતપંથ, નિષ્કલંકી વગેરે સાથે બધાજ સંબંધો તોડીને આવશે, તેણે સ્વીકારશું નહિ તો અમને તેમણે સાથે સહયોગ કરવો નથી.
૫) ગામની જનરલ મિટિંગ હતી તે પણ રદ્દ કરવા માં આવી છે.
અંગિયા સમાજ ને, આવા નિર્ણય લેવા બદલ, આપણા સર્વે તરફથી અભિનંદન પાઠવું છું.
Real Patidar
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/hangp1b139