31-Jul-2013 || જય લક્ષ્મીનારાયણ || સતપંથના દલાલો તેમજ અમુક લોકો જેઓને ઈતિહાસ ખબર નથી કે જેઓ ઈતિહાસમાંથી પુરતી સીખ લીધી નથી તેવા લોકો વારે ઘડીએ કહેતા ફરતા હોય છે કે… ૧) આ ધર્મના જગડા ન ખપે. ૨) સમાજ અને ધર્મ અલગ છે. સમાજમાં ગમે તે ધર્મના લોકો આવી શકે. ૩) આપણે બધા ભેગા મળીને રહીએ છીએ તો શું વાંધો છે. ૪) સતપંથીઓને ભેગા રાખશું તો સુધારશે. … વગેરે વગેરે. હવે આવી વાત કરવા વાળાઓને ઘણી વખત કહેવામાં આવે છે કે ૫૦૦-૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં, જે લોકો સુધારવાના નથી તે લોકો હવે શું સુધારશે? હવે તો સતપંથીઓમાં ભણતર પણ આવી ગયું. એટલે હવે તેમને સમજવાની કોઈ જરૂર નથી. સમજશે ત્યારે એ લોકો આવી જશે. પણ અમુક લોકો આવું સમજવા તૈયાર નથી…. તો પછી જુવો પરિણામ શું આવી રહ્યું છે… માંડવી હોસ્ટેલ (સતપંથના માજી પ્રમુખ માંડવી હોસ્ટેલ મુદ્દા પર કેન્દ્રીય સમાજ વિરુદ્ધ સરકારી ઓફિસરોને મળતા ઘણી વખત જોવામાં આવેલ છે.) […]
17-May-2013 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ઘણા સમયથી આપણે મુળબંદની કોપી મેળવીને લોકો સુધી પોહ્ચાડવાની કોશિશ કરી રહ્યા હતા. સદભાગ્યે આજે આ કોશિશ પૂરી થઇ રહી છે. ઘણા લોકોની જેમ તમે પણ અનુભવ્યું હશે કે જયારે કોઈ પણ વ્યક્તિ આ પુસ્તકની કોપી માંગે તો તેની સામે હજારો સવાલો કરવામાં આવે તોય પણ અને મુળબંદ આપવામાં ન આવે. આજે પીરાણા સતપંથીઓ (મોટા ભાગના) દ્વારા, હાલમાં (વર્તમાન) સમયમાં અનુસરતા/અપનાવેલ મુળબંદની આવૃત્તિ (Edition) ને, કોઈ પણ વ્યક્તિ વાંચી શકે, ડાઉનલોડ કરી શકે અને પોતાની પાસે કોમ્પુટર દ્વારા પ્રિન્ટ કાઢી શકે, તેમજ તેનો અભ્યાસ કરી શકે, તે હેતુ થી, જાહેર જનતા સામે મુકવામાં અમે ખુબ સંતોષની લાગણી અનુભવી રહ્યા છીએ. Since long we have been trying to obtain a copy of Mulband and make it available to the public in general. Fortunately today our efforts have materialised. Like many others you might also have experience that when ever you ask for […]
14-Apr-2014 || જય લક્ષ્મીનારાયણ || હાલમાં સતપંથીઓ, સતપંથમાં પરણાવેલ દીકરીઓ, સતપંથ તરફી લોકો અને મવાળો – અલગ અલગ સમયે – અલગ અલગ જગ્યાએ – અલગ અલગ લોકોના મોઢે એકજ વાત સંભાળવા મળે છે. આ વાતથી સનાતની લોકોને અને ખાસ કરીને સનાતની બહેનોને ભાવુક કરીને નરમ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નોંધ પાત્ર વાત – ખાસ કરીને બહેનોએ નોંધ કરવી જોઈએ એવી વાત એ છે કે – આપણી સતપંથી બહેન, દીકરી કે નણંદ પણ સતપંથીઓની આ ચાલમાં શામેલ થઇને ભાવુક રીતે આપણને પીગળાવવાના પૂરે પુરા પ્રયત્નો કરી રહ્યા છે. તમે વિચારજો કે ક્યારે એ બહેન, દીકરી કે નણંદે કોઈ દિવસ સતપંથ છોડવાનો પ્રયત્ન કર્યો? હવે મૂળ વાત પર આવીએ. વાત એમ છે કે આ નવું પૈન્તરું શું છે? આ નવું પૈન્તરું છે કે સપંથમાં પરણાવેલ દીકરીઓ/બહેનોને ઢાલ બનાવીને વાપરવામાં આવી રહી છે. આવી બહેનોના મોઢે એવું કહેડાવે છે કે… ૧) અમારો શું વાંક? ૨) અમને અમારા વડીલોએ સતપંથમાં વાજતે ગાજતે […]
04-Apr-2013 || જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં સમાન વિચારધારાવાળી સર્વે સનાતની સમાજને એક સુત્રે બાંધવાના ઉમદા હેતુથી “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈ”ની સ્થાપના તા.૨૩-૦૧-૨૦૧૩ના થઇ ગયેલ હતી. આ સમાજની પહેલી કારોબારીની નિમણુંક અને પહેલી સામાન્ય સભા અને સ્નેહ મિલનનો કાર્યકમ ખુબજ દબદબો મચાવે તેવી રીતે ૩ દિવસ દરમ્યાન ઘાટકોપર, ડોંબીવલી અને થાણા મધ્યે મુખ્યતઃ માનવામાં આવ્યો. આ સમાજ કેવળ સનાતની લોકો દ્વારા સનાતનીઓના હિત માટેજ બનાવામાં આવેલ છે. આ સમાજ સતપંથ ધર્મને સનાતન ધર્મનો ભાગ ગણતી નથી. એટલા માટે સતપંથીઓ આ સમાજના સભ્ય બની શકશે નહિ. આ પ્રસંગનો અધિકૃત અહેવાલ જે સમાજે બહાર પાડેલ છે, તે અહીં નીચે જોડેલ છે. રીયલ પાટીદાર. ૦૨-૦૪-૨૦૧૩ || જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિ, એક ઇતિહાસ સર્જાયો સંસ્કારધામથી મુંબઈ આવેલ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના રથની યાત્રા અને સામાજિક સભાનો અહેવાલ શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈની સ્થાપના પ. પુ સંત શ્રી ઓધવરામ મહારાજશ્રી ની નિર્વાણ તિથિ […]
23-Mar-2013 || જય લક્ષ્મીનારાયણ || પાટીદાર સંદેશની નાકના નીચે થતું સનાતન સમાજ વિરોધી કામનું કૌભાંડનો પર્દા ફર્શ થયો છે. આમાં પાટીદાર સંદેશના એક ઉચ્ચ પદાધિકારી – સીધી રીતે – સંડોવાયલા હોવાના પુરાવા મળતા, તેમના પાસેથી માફી પત્ર લઇને તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું. અમદાવાદ હોસ્ટેલ જમીન કાંડના મુખ્ય સૂત્ર સંચાલક અને કેન્દ્રીય સમાજમાં મંચ ઉપરથી સમાજને ધમકી આપનાર અને સમાજને તુચ્છ ગણાવનાર એવા દામજીભાઈ ગોગરીના ભાઈ, ગોવિંદભાઈ ગોગરી પોતે સંડોવાયલા છે. ગોવિંદભાઈ ગોગરી પાટીદાર સંદેશનું સંચાલન કરતી સંસ્થા પાટીદાર યુથ સોસાયટીના મંત્રી હતા. તેઓએ પાટીદાર સંદેશનું નરોડા કાર્યાલયમાંથી પાટીદાર સંદેશના ગ્રાહકોની યાદી અને તેમના સરનામાઓની યાદી ચોરી કરીને સમાજ વિરોધી પુસ્તક – સમાજમાં ભક્તિની ક્રાંતિ – છપાવનાર લોકો સુધી પોહ્ચાડ્યા. લોક મુખે એમ સંભાળવા મળે છે કે આ પુસ્તક છાપવા પાછળ દામજીભાઈ ગોગરીનો મુખ્ય માણસ છે. પણ હું અત્યારે આ વાતની પુષ્ટિ નથી કરી શકતો. ઘટનાની તપાસ કરતા પાટીદાર સંદેશના કરતા-ધરતાને જયારે પૂરી જાણ થઇ ત્યારે, એક મીટીંગ બોલાવી, જેમાં […]