pirana

165 posts

Series 62 -Controversy of Associating Imam Shah Atharv Veda /અથર્વવેદ સાથે ઈમામશાહનું નામ જોડવાથી વકરેલો વિવાદ

તા.૨૪-૦૫-૨૦૧૬ પ્રસંગ: શ્રીમદ્ ભાગવત દશાવતારનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૧૬ થી ૨૪-૦૫-૨૦૧૬ સ્થળ: ગામ દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ, ગુજરાત વક્તા: શ્રી જનાર્ધન મહારાજ – ગામ ફેજપુર (મહારાષ્ટ્ર)   મુખ્ય ભાગ: પીરાણા સતપંથના અનુયાયીયો દ્વારા હાલમાં શ્રીમદ ભાગવત દસતાવાર કથાનું આયોજન થઇ રહ્યું છે. જેની આમંત્રણ પત્રિકા ગામો ગામ બાંટવામાં આવેલ છે. આ પત્રિકાના એક પાનાં ઉપર ઈમામશાહનું નામ અથર્વવેદ સાથે જોડેલ છે. (સંપૂર્ણ આમંત્રણ પત્રિકા આ લેખ સાથે જોડેલ છે.) આમંત્રણ પત્રિકાનું પાનું: આમ તો અન્ય ત્રણ વેદો સાથે કોઈ ન કોઈ ઋષિઓના નામો જોડેલ છે, પણ અથર્વવેદ સાથે એક મુસ્લિમ વ્યક્તિનું નામ એટલે કે ઈમામ શાહ જોડવાથી હિંદુ સમાજમાં મોટો ખળભળાટ મચેલો છે. ૧. તો ચાલો આપણે જોઈએ કે અ ખળભળાટ પાછળ શું કારણો હોઈ શકે? આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવો હોય તો આપણે સતપંથની સ્થાપના, ઈમામ શાહનો ઈતિહાસ અને સતપંથના ધાર્મિક શાસ્ત્રો જાણવો પડશે. તેમજ વેદો ક્યાંથી આવ્યા તે પણ જાણવું પડશે. આ વિષય આગળ વધારવાથી પહેલાં આપણે પીરાણા […]

Series 60 -Who is Nishkalanki Narayan? / નિષ્કલંકી નારાયણ કોણ છે?

To View and Download / જોવા અને ડાઉનલોડ કરવા માટે: https://archive.org/details/Series60 https://app.box.com/s/ggzjhkc07jrajgwe4r10kl9epac2fhwv   11-Apr-2015 જય ઉમિયા મા હાલમાં સતપંથ સમાજની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ નજર કરીઓ તો જણાશે કે નિષ્કલંકી નારાયણની કથાઓ પર તેઓ જોર આપી રહ્યા છે. અને સાથે સાથે કહેવાતા માં ઉમિયાના મંદિરો પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. આવી પરીસ્થીથીમાં સહેજ છે કે આ નિષ્કલંકી નારાયણ કોણ છે અને તેમની સાથે આ કહેવાતા ઉમિયામાં નું નામ કેવી રીતે જોડવામાં આવે છે? તેની જિજ્ઞાસા સર્વેને થાય અને થવી જોઈએ. અમોને પણ થઇ અને સત્ય જાણવા માટે કરેલ પ્રયાસોના કેવા આશ્ચર્ય અને ચિંતા જનક પરિણામ મળ્યા, તે જનતા સામે મુકવામાં આવે છે. અમોએ શરુઓ કરી હિંદુ ધર્મના શાસ્ત્રો થી. અને તેની સાથે અમો મળ્યા હિંદુ ધર્મના સાધુ સંતો ને. અંતે અમોને જાણવા મળ્યું કે હિંદુ ધર્મના શાસ્ત્રોમાં નિષ્કલંકી નારાયણ નામનો કોઈ અવતાર જ નથી. ત્યારે અમોએ સતપંથ ધર્મના શાસ્ત્રોમાં જોવાનું શરુ કર્યું. ત્યારે અમારા હાથમાં સતપંથ ધર્મના દસવાતર (આ […]

OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી

પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી તા. ૧૭-૦૨-૨૦૧૫ (મહાશિવરાત્રી) પાટીદાર સંદેશ માસિકના ૧૦-ફેબ્રુઅરી-૨૦૧૫ના અંકના પાના ક્ર ૪૩ પર પાટીદાર સંદેશના શ્રી વિશ્રામ રતનશી રૂડાણીનો લેખ છાપેલ છે. તે લેખમાં સનાતનીઓ અને સતપંથીને જાણવા જોગ ખાસ ૭ મુદ્દાઓ છે. જે નીચે પ્રમાણે છે. તે પહેલા એ લેખની અહીં જોડેલ છે, જેમાં એ ૭ મુદ્દાઓના (પોઈન્ટના) સંદર્ભો દર્શાવેલ છે.   પોઈન્ટ ૧: બન્ને પક્ષકરોને શા માટે સમાધાન કરવાનું કહો છો… સમાજની મિલકત ચોરી કરનારને જ માત્ર કહો કે ચોરેલી મિલકત પાછી આપી દે, સમાધાન થઇ જાય, બીજું કરવાનું શું હોય? પોઈન્ટ ૨: આપણું લખાણ વાંચવાથી એવું જણાય છે કે તમારી જે એકતા/સમાધાન અંગેની સલાહ છે એ ફક્ત સનાતનીઓ જ ધ્યાનમાં લેવાની હોય, તેમ એમને ઉદ્દેશીને જ લખવામાં આવેલ છે. સતપંથીઓને શા માટે સલાહ નથી અપાતી કે તેઓ ગેર માર્ગે છે અને સમાજની મુખ્ય ધારામાં ભળવા માટે સતપંથ સમાજ બંદ કરી સતપંથનો ત્યાગ કરી અને સનાતની ધારામાં ભળી જાય. કેન્દ્રિય […]

Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મુસલમાની છે – ગુજરાત સરકાર

તા. ૧૪-૦૨-૨૦૧૫ ઈમામ શાહ દરગાહ અથવા પીરાણાની દરગાહને… ગુજરાત સરકાર મુસલમાન દરગાહ છે તેવું માને છે.   હાલમાં ગુજરાત સરકારે ત્રણ મુસલમાન દરગાહઓને તેમના ધાર્મિક કાર્યો માટે નાણાકીય મદદ આપવાનું નક્કી કરેલ છે. તેમાં ઈમામ શાહની પીરાણા સ્થીત દરગાહ શામેલ છે. જેથી સમજાય છે કે ગુજરાત સરકાર પીરાણાને મુસલમાન ધર્મ સ્થાનક તરીકે ગણે છે…. તો જે લોકો, ઈમામ શાહ બાવાને ખોટી રીતે… મહારાજ / બ્રાહ્મણનો દીકરો / હિંદુનો દીકરો વગેરે… બનાવી રહ્યા છે તે ખોટા છે, એ સાબિત થાય છે. વધુ માહિતી માટે અહિં જોડેલ ટાઇમ્સ ઓફ ઇંડિયા છાપામાં આપેલ તા ૨૫.૧૨.૨૦૧૪ના આ લેખને જુઓ… Real Patidar https://archive.org/details/Series59