patidar

157 posts

OE 60 – Ratanshi Lalji Velani -Get Well Soon / રતનશી લાલજી વેલાણી – ગેટ વેલ સુન

24-Oct-2014 – સર્વેને નુતન વર્ષાભિનંદન જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ   હમેશાથી સનાતની ભાઈઓ કહેતા આવ્યા છે કે સતપંથના ભાઈઓનો કોઈ ભરોસો નહિ. તેવો જુઠ્ઠાણાઓ ચલાવવામાં મહેર છે અને જુઠ્ઠાણાને ચલાવવામાં તેમની સંસ્થાઓ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે છે. હાલમાં આપણા એક સતપંથી ભાઈ છે શ્રી રતનશી લાલજી વેલાણી, ગામ દુર્ગાપુર વાળા. તેમને અને તેમના અમુક સાથીદારોને એક મોટી બીમારી થઇ છે. તેઓ ખોટી રીતે માને છે કે તેઓ પોતે સતપંથી હોવા છતાં, સનાતનીઓની માત્રુ સંસ્થા એટલે કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના તેઓ પ્રમુખ છે. અને છાપાઓમાં વારે ગડી જાહેર ખબર આપ્યા રાખે છે કે તેઓ અ.ભા.ક.ક.પા. સમાજના પ્રમુખ છે. અહીં નીચે એવા ખાટી જાહેરાતોના નમુના આપવામાં આવેલ છે…                                     ઉપર બતાવેલ છાપાઓના કટીંગને મોટા કરવા માટે તેમના પર ક્લિક કરો… હવે વાત આટલાથી પૂરી નથી નથી. આમના જુઠ્ઠાણાઓ ચલાવવા માટે જમીની મદદ સતપંથ ધર્મ વાળાઓએ કરી છે. કારણ કે […]

OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે

“એકતા” હશે… તો “જગડો” થશે તા. ૨૯-૦૭-૨૦૧૪ એકતા હશે, તો જગડો થશે…. શું આ વાક્યમાં કંઇક અજુગતું નથી લાગતું. સામાન્ય રીતે એકતા હોય તો શાંતિ હોય, પ્રેમ હોય… જગડો ન હોય. તો પછી અહીં જગડો ક્યાંથી આવ્યો? હાલમાં મુંબઈ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ નામની સંસ્થા છે (ટૂંકમાં ટ્રસ્ટ ફંડ), જેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરેલ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર એક પક્ષનું નામ છે “એકતા” ગ્રુપ. આ એકતા ગ્રુપ/મંચ એજ છે જે એકતાની લોભામણીભરી વાતો કરીને, ભરમાવીને, લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. તો ચાલો જોઈએ કે એકતાની આદર્શવાદી વાતો કરનાર લોકોના કર્મો કેવા છે. કારણ કે વાતો ગમે તેવી સારી કરતા હોય, વાસ્તવમાં માણસની સાચી ઓળખતો તેમના કર્મોથી જ થાય છે. A) એકતા મંચની પહેલી જાહેર સભા: આપ સૌને યાદ હશે કે તા.૨૩.૦૭.૨૦૧૨ના એકતા મંચના આગેવાનોએ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય, કચ્છ ખાતે એક સભા બોલાવેલ હતી. એ સભા બોલવા પાછળનો હેતુ સનાતની લોકોમાં એકતા લાવવાનો […]

OE 54 -Patidar Sandesh – Anti Social activities right under its nose/પાટીદાર સંદેશની નાકના નીચે સમાજ વિરોધી કામ

23-Mar-2013 ||  જય લક્ષ્મીનારાયણ  || પાટીદાર સંદેશની નાકના નીચે થતું સનાતન સમાજ વિરોધી કામનું કૌભાંડનો પર્દા ફર્શ થયો છે. આમાં પાટીદાર સંદેશના એક ઉચ્ચ પદાધિકારી – સીધી રીતે – સંડોવાયલા હોવાના પુરાવા મળતા, તેમના પાસેથી માફી પત્ર લઇને તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું. અમદાવાદ હોસ્ટેલ જમીન કાંડના મુખ્ય સૂત્ર સંચાલક અને કેન્દ્રીય સમાજમાં મંચ ઉપરથી સમાજને ધમકી આપનાર અને સમાજને તુચ્છ ગણાવનાર એવા દામજીભાઈ ગોગરીના ભાઈ, ગોવિંદભાઈ ગોગરી પોતે સંડોવાયલા છે. ગોવિંદભાઈ ગોગરી પાટીદાર સંદેશનું સંચાલન કરતી સંસ્થા પાટીદાર યુથ સોસાયટીના મંત્રી હતા. તેઓએ પાટીદાર સંદેશનું નરોડા કાર્યાલયમાંથી પાટીદાર સંદેશના ગ્રાહકોની યાદી અને તેમના સરનામાઓની યાદી  ચોરી કરીને સમાજ વિરોધી પુસ્તક – સમાજમાં ભક્તિની ક્રાંતિ – છપાવનાર લોકો સુધી પોહ્ચાડ્યા. લોક મુખે એમ સંભાળવા મળે છે કે આ પુસ્તક છાપવા પાછળ દામજીભાઈ ગોગરીનો મુખ્ય માણસ છે. પણ હું અત્યારે આ વાતની પુષ્ટિ નથી કરી શકતો. ઘટનાની તપાસ કરતા પાટીદાર સંદેશના કરતા-ધરતાને જયારે પૂરી જાણ થઇ ત્યારે, એક મીટીંગ બોલાવી, જેમાં […]

OE 50 -Stay against Patidar Sarvoday Trust’s Prize Distribution Function / પાટીદાર સર્વોદય ટ્રસ્ટનું ઈનામ વિતરણ કાર્યક્રમ પર સ્ટે

06-Jan-2013 ||  Jay Laxminarayan  ||   ||  જય લક્ષ્મીનારાયણ  || અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (એટલે કે કેન્દ્રિય સમાજ) ની માંડવી હોસ્ટેલ પર નિર્માણ સમિતિના અમુક ભાઈઓ દ્વારા માંડવી હોસ્ટેલની મિલકતને અન્ય ટ્રસ્ટ (એટલે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ) માં ફેરવવાનું જે કાવતરું કર્યું છે, અને તે કાવતરાના અંગે, તેઓ આજે માંડવી હોસ્ટેલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ કરવાના હતા. આ કાર્યક્રમને ચેરિટિ કમિસનારએ રોક લગાડેલ છે. વધુ જાણકારી માટે જુઓ નીચે. આપણી સનાતની સમાજની એકતા ને નુકસાન પોહચડવા વાળા લોકો, જે જેઓ સતપંથીઓનો સાથ લઈને આપણાં બધાજ લોકો સાથે દગો કરી રહ્યા છે, તેવા મવાળોને આ એક મોટો ફટકો છે. આ પ્રસંગે થયેલ અમુક રસમય કિસ્સાઓ આ પ્રમાણે સાંભળવામાં આવ્યા છે કે જ્યારે શ્રી શિવદાસ ગોવિંદ છાભૈયાને સ્ટે ઓર્ડર ની કોપી આપવા કોઈ ગયું ત્યારે બધી વાત સમજ્યા બાદ ત્યારે સહી કરવાની વારી આવી, ત્યારે તેઓએ નાટક કર્યો. તેમને ખોટા બહાનાની આડ લઈને કહ્યું કે મને દેખાતું નથી. જો તે સાચા હોત, […]

OE 49 -Ekta Manch ni Pol / એકતા મંચની પોલ

26-Dec-2012||  જય લક્ષ્મીનારાયણ  ||    ||  સનાતન ધર્મની જય   || ભાઈઓ, કેન્દ્રિય સમાજને અને ખાસ કરીને સનાતની સમાજને તોડવાનું જે કાવતરું, એકતા મંચના નામે થયું હતું (http://34.105.31.244/a/oe47) અને તેને ભારતભરની સમસ્ત સમજોએ વખોડી કાઢ્યું હતું, તે કાવતરામાં શામેલ લોકોએ કેવા જુઠ્ઠાણા ચલાવ્યા હતા અને આપની સમાજના લોકોને ભરમાવાની કોશિશ કરેલ હતી, તેનું ચિત્ર ખોલે છે આ “એકતા મંચની પોલ” નામનો વિડિયો. આ વિડિયોને તમે અહીં જોઈ શકો છો. આ વિડિયોમાં એકતા મંચના હિમાયતી દરેક વકતાઓના જુઠ્ઠાણા પોઈન્ટ-ટુ-પોઈન્ટ કુલ્લા કરે છે. Video 1 of 2: http://youtu.be/krzPXemLwvIVideo 2 of 2: http://youtu.be/2VfO4MEXYJk જરૂરત છે સમાજને તોડવા વાળા આવા મવાળોને ઓળખવાની અને તેમના દ્વારા થતાં પ્રયાસોની…