04-Mar-2018 કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મમાં વાળવાના પ્રયત્ન રૂપે જ્ઞાતિના આગેવાન વડીલ શ્રી વિશ્રામ નાકરાણી બાપાને જ્ઞાતિએ આપેલ વચન (ગોકળિયું એટલે શ્રી કૃષ્ણ જન્માસ્ઠામીને ન છોડવાનું અને માંસાહાર ન ખાવાનું વચન) ને જાણે સર્વે ભૂલીજ ગયા હતા, ત્યારે ઈ.સ. ૧૭૬૮માં જન્મેલા ગામ નેત્રાના નરવીર શ્રી કેશરા તેજા સાંખલા ઉર્ફે કેશરા પરમેશ્વરાએ પીરાણા સતપંથ ધર્મના પ્રપંચમાંથી જ્ઞાતિને છોડાવી સનાતન ધર્મના પવિત્ર માર્ગે વાળવાનો પ્રયત્ન કરેલ હતો. તેમના આ પવિત્ર પ્રયાસોના રૂપે તેઓ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઘણાં ગામોના લોકોને સનાતન ધર્મના એક સંપ્રદાય એટલે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વાળવા સફળ થયા. પરિણામે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સત્સંગી સમાજ ઉભો થયો. સનાતન ધર્મ પ્રત્યેનું સ્વાભિમાન જાળવવા અને પીરાણા સતપંથ ધર્મમાં સત્સંગ સમાજ પાછો વળી ન જાય તે ઉમદા હેતુથી સત્સંગી સમાજે પીરાણા સતપંથ ધર્મ વાળાઓ સાથે ખાનપાન આદિ તમામ વ્યવહારો વર્ષો પહેલાજ છોડી દીધેલ છે. તેમ છતાં, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી બનતા સાધુઓને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવતા નોહતા. આ અંગેની પીડા […]
parmeshwara
1 post