gujrat

1 post

Series 74 – પીરાણામાં હિંદુ – મુસ્લિમની એકતાના નામે છૂપું ધર્મ પરિવર્તન / Religious Conversion in name of Hindu-Muslim Unity – Pirana

04-Aug-2018 ગત તા. ૩૦-જુલાઈ-૨૦૧૮ના પ્રકાશિત ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ સાથે આવેલ પુરતી મેગેઝીન, જેનું નામ છે “ધર્મલોક & અગમ નિગમ” તેના પેજ ૧૪ અને ૧૫ માં પીરાણા સતપંથ વિષે એક મોટો લેખ છાપવામાં આવેલ છે. આ લેખનું શીર્ષક છે… “હિંદુ-મુસ્લિમ સાથે મળીને પૂજા કરે છે પીરાણાની ઈમામશાહની દરગાહ પર” લેખ વાંચતા એવું જણાય છે કે આ લેખ વર્ષ ૧૯૯૧માં પહેલા છાપવામાં આવેલ હશે, જેને હાલમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. તે સમયના પીરાણાના મુખ્ય ગાદી પતિ કરસનદસ કાકાના (જેનું સતપંથી નામ પીર કરીમ છે) વિચારો આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. છેલ્લા લગભગ ૧૦ વર્ષથી, ખાસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોક મુખે, પીરાણા સતપંથ ઉપર લાગેલ શંકાસ્પદ સવાલને મોટો વેગ મળ્યો છે. પીરાણા સતપંથ ધર્મ ઉભો કરવાનો હેતુ હતો – સતપંથ ધર્મના માધ્યમથી સામાન્ય હિંદુઓને પોતાના તરફ આકર્ષિત કરી, તેમના માટે મુસ્લિમ ધર્મને સ્વીકાર્ય બનાવી, ધીરે ધીરે તેમને મુસલમાન બનાવવા. ગુજરાત સમાચારના આ લેખથી હવે સ્પષ્ટ રીતે સાબિત થઇ ગયું […]