cut

2 posts

OE 53 -Teachers/Professors i.e., Saraswat Parivar have cut relations Satpanth / ટીચર-પ્રોફેસર એટલે સરસ્વત પરિવારે પણ સતપંથ સાથે સબંધ કાપી નાખેલ છે.

૧૨-૦૩-૨૦૧૩ ||  જય લક્ષ્મીનારાયણ  || સનાતની ડોક્ટરો દ્વારા સતપંથી ડોક્ટરો સાથે સબંદ કાપી નાખવાના સમાચાર વેગથી ફેલાતાજ આપણા ખાસ આધારભૂત સુત્રોથી જાણકારી આપવામાં આવેલ છે કે આપણા સમાજના ટીચર/પ્રોફેસર એટલે કે સરસ્વત પરિવારએ તો બહુ પહેલાંજ એટલે લગભગ સ્વર્ણિમ મહોત્સવના સમયથીજ સતપંથીઓ સાથે બધાજ સબંદ કાપી નાખ્યા છે. તેઓએ છેલ્લા ત્રણેક વર્ષથી સતપંથીઓ સાથે કોઈ કાર્યક્રમ કર્યો નથી. અને ભવિસ્યમાં ક્યારે પણ કરવાના નથી, તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. સરસ્વત પરિવારના સનાતની ટીચર/પ્રોફેસર જેવા ઉમદા વ્યવસાયના લોકોમાં બહુ પહેલેથી જાગૃતિ આવી ગઈ છે, તે બદ્દલ તેમને ખુબ ખુબ અભિનંદન અને આભાર. આપણને આ જાણકારી આપવા બદ્દલ સરસ્વાત પરિવારના ભાઈઓનો ખુબ ખુબ ધન્યવાદ. Real Patidar https://archive.org/details/OE053

OE 52 -Sanatani Doctors cut relations Satpanthi Doctors / બૌધિક વર્ગ (ડોક્ટરો) સતપંથ સાથે સબંધ કાપવા લાગ્યા.

11-Mar-2013 ||  જય લક્ષ્મીનારાયણ  || હવે અધિકૃત રીતે અમજના બૌધિક વર્ગે (ડોક્ટરો) પણ સનાતન ધર્મ વિષે ચોખવટ કરી નાખી છે. મળેલ ખબર પ્રમાણે, મોડાસામાં પાટીદાર મેડીકોસના સનાતની ડોક્ટરોએ સતપંથી ડોક્ટરો સાથે મળીને કાર્યક્રમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેઓએ નક્કી કર્યું કે અગર કાર્યક્રમ નહિ થાય તો કોઈ વાંધો નથી પણ સત્પનથીઓ સાથે કાર્યક્રમ નથી કરવો. હવે સનાતન ધર્મ જાગૃતિ બૌધિક વર્ગમાં ફેલાઈ રહી છે. તેનો ખરે ખાર અનેરો આનંદ છે. Real Patidar https://archive.org/details/OE052